41 મુસાફર સાથે ખીણમાં પડી બસ, તમિલનાડુ પ્રવાસમાં માંડ માંડ બચ્યા ગુજરાતીઓ

Tamilnadu Bus Accident : મહેસાણાથી તમિલનાડુ ગયેલા ગુજરાતી પ્રવાસીઓની બસને અકસ્માત નડ્યો, માંડ માંડ બચ્યો તમામનો જીવ

41 મુસાફર સાથે ખીણમાં પડી બસ, તમિલનાડુ પ્રવાસમાં માંડ માંડ બચ્યા ગુજરાતીઓ

તેજસ દવે/મહેસાણા :તમિલનાડુ ફરવા ગયેલા મહેસાણાના પ્રવાસીઓ સાથે મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી. ઊંઝાથી નીકળેલ પ્રવાસીઓની લકઝરી બસ ખીણમાં જતા બચી હતી. સદનસીબે ખીણમાં જતા પહેલા વચ્ચે ઝાડીઓ આવી જતા લકઝરી ખીણમાં જતા બચી ગઈ હતી. લકઝરીમાં સવાર તમામ લોકોનો બચાવ થયો હતો. 23 ઓગસ્ટના રોજ આ બનાવ બન્યો હતો. અકસ્માત ટળ્યા બાદ તમામ પ્રવાસીઓ રાબેતા મુજબ આગળના પ્રવાસે નીકળી ગયા હતા. 

બન્યુ એમ હતું કે, ઊંઝાથી 36 પ્રવાસી સાથેની બસ તમિલનાડુ જવા નીકળી હતી. જેમાં 36 પ્રવાસીઓ અને 5 રસોઈયાઓનો સ્ટાફ હતો. તામિલનાડુના ખોડાઈ કેનાલ નજીક લક્ઝરી બસ પહોંચી ત્યારે રોડની સાઇડમાં ખીણમાં બસ ઊતરી ગઈ હતી. કોડાઈ કેનાલ નજીક લક્ઝરી ઉભી હતી તેવા સમયે આ લકઝરી ધીરે ધીરે ખીણમાં ઉતરી હતી. જોકે, બસ ખીણમાં પડે તે પહેલા જ ઝાડીઓમાં અટકી પડી હતી. અકસ્માતમાં બસ ખીણ તરફ અડધી નમી ગઈ હતી. આમ, તમિલનાડુના ખોડાઈ કેનાલ નજીક લકઝરી ખીણમાં જતાં જતાં બચી ગઈ હતી. 

બસ અટકી જતા જ તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બસનો કાચ તોડીને તાત્કાલિક મુસાફરોને બસની બહાર લઈ આવવામાં આવ્યા. જોકે, મુસાફરોને નાની-મોટી ઈજા પહોંચી હતી. પરંતુ તમામનો બચાવ થયો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news