Gujarat Rain: ભાવનગર જિલ્લામાં વરસાદી ઋતુનો અત્યાર સુધીમાં 366 મી.મી. વરસાદ નોંધાયો
ભાવનગર (Bhavnagar) જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 62.33% વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે જિલ્લા માં હજુ પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હજુ પણ વધુ વરસાદ થાય એવી સંભાવના છે.
Trending Photos
નવનીત દલવાડી, ભાવનગર: ચાલુ વરસાદી સિઝનમાં અત્યાર સુધી ભાવનગર (Bhavnagar) જિલ્લામાં મહુવા તાલુકામાં 568 મી.મી., પાલીતાણા તાલુકામાં 405 મી.મી., ઘોઘા તાલુકામાં 352 મી.મી., તળાજા તાલુકામાં 244 મી.મી., ભાવનગર (Bhavnagar) તાલુકામાં 453 મી.મી., જેસર તાલુકામાં 276 મી.મી., ગારીયાધાર તાલુકામાં 427 મી.મી., સિહોર તાલુકામાં 250 મી.મી., ઉમરાળા તાલુકામાં 342 મી.મી. અને વલ્લભીપુર તાલુકામાં 344 મી.મી. વરસાદ પડ્યો છે.
ભાવનગર (Bhavnagar) જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 62.33% વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે જિલ્લા માં હજુ પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હજુ પણ વધુ વરસાદ થાય એવી સંભાવના છે.
શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો, 59 દરવાજા ખોલાયા
સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર (bhavnagar) શહેર અને જીલ્લાની જીવાદોરી સમાન પાલિતાણા સ્થિત શેત્રુજી ડેમ (shetrunji dam) છલકાયો છે. ગુજરાતમાં પહેલીવાર કોઈ ડેમ છલકાયો હોવાની ઘટના આ ચોમાસામાં બની છે. ગત રાત્રિના 3 કલાકે તેની 34 ફૂટની છલક સપાટી કુદાવી ઓવરફ્લો થયો છે. અમરેલી જિલ્લામાં એટલે કે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે ડેમમાં 15340 ક્યુસેક પાણીની આવક અને જાવક શરૂ છે. હાલ ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. જ્યારે નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે હાલ ડેમ ઓવરફ્લો થતા પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઇ તેમ કહેવું પણ ખોટું નથી.
ભાવનગરની જીવાદોરી સમાન પાલિતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા છે. ત્યારે ડેમના ડ્રોન કેમેરાથી લેવાયેલા સુંદર રમણીય દ્રશ્યો સામે આવ્યા છે. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં વધી રહેલી પાણીની આવક (gujarat rain) ના પગલે 17 ગામો એલર્ટ પર મૂકાયા છે. ડેમમાં હાલ 15340 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ હોઈ ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. પાલિતાણાના 5 ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર અને મેઢા ગામને ખાસ એલર્ટ કરાયા છે, જેમના માથા પર સૌથી વધુ ખતરો મંડરાઈ રહ્યો છે. તો તળાજાના 12 ગામો ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર ગામને એલર્ટ કરાયા છે.
226 તાલુકામાં વરસાદ, આજે સવારથી 36 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં હજુ પણ 4 દિવસ સારા વરસાદ (gujarat rain) ની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારે ગુજરાતમાં હાલ લોકોમાં હરખની હેલી ફેલાઈ જાય તેવો વરસાદ પડી રહ્યો છે. વરસાદના આંકડા પર નજર કરીએ તો, છેલ્લા 24 કલાક દરમિયાન 226 તાલુકામાં વરસાદ (heavy rain) નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 10 ઇંચ વરસ્યો છે. આ સિવાય જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે