હવામાન ખાતાની આગાહી જુઓ, આજથી ચાર દિવસ કેવો રહેશે વરસાદ
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતમાં સર્વત્ર સારો વરસાદ વરસ્યો છે. ત્યારે હવે વરસાદનું જોર હવે ગુજરાતમાં નબળુ પડવા લાગ્યું છે. હવામાન ખાતાની માહિતી મુજબ, આજથી 4 દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.
હવામાન ખાતા દ્વારા મળેલી માહિતી મુજબ, અત્યાર સુધીમાં રાજ્યમાં 87 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચોમાસાના હજુ 45 દિવસો બાકી છે. રાજ્યના તમામ વિસ્તારમાં તબક્કાવાર ખૂબ જ સારો વરસાદ પડ્યો છે. ત્યારે રાજ્યમાં વરસાદનો વિરામ હવે ખેડૂતો માટે લાભદાયક બની રહેશે. આગામી 15 દિવસ દરમિયાન કોઈ વરસાદી સિસ્ટમની સંભાવના નથી. હજી પણ હવાનું હળવું દબાણ યથાવત છે. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ અસર જોવા મળશે. આજે વરસાદની તીવ્રતા ઘટશે, પણ ઉત્તર ગુજરાતમાં વરસાદ થશે. આજથી ચાર દિવસ દરમ્યાન રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે. રાજ્યના તમામ વિસ્તારમાં તબક્કાવાર ખૂબ જ સારો વરસાદ થયો છે.
હાલ રાજ્યમાં સર્વત્ર વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યના 37 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગીરસોમનાથ જિલ્લામાં પડ્યો છે. જિલ્લામાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે