નડિયાદ : 6 વર્ષની માસુમને પીંખનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી, આંબલી આપવાની લાલચે લઈ ગયો હતો
Trending Photos
નચિકેચ મહેતા/ખેડા :બાળકીઓ પર શારીરિક અત્યાચાર વધી રહ્યાં છે. આરોપીઓ માસુમ બાળકોને પોતાની હવસ માટે શિકાર બનાવે છે. ત્યારે હવે આવા કિસ્સામાં ગુજરાતમાં ન્યાય પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. નડિયાદમાં 6 વર્ષની માસુમ બાળકી સાથે બળાત્કારના કેસમાં નડિયાદ પોસ્કો કોર્ટે બળાત્કારના ગુનામાં આરોપીને ફાંસીની સજા ફટકારી છે. છ વર્ષની માસૂમ પર બળાત્કાર ગુજારાતા સમગ્ર પંથકમાં રોષનો માહોલ ફેલાઈ ગયો હતો, આખરે સગીરાને ન્યાય મળ્યો છે.
કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામના 45 વર્ષીય જયંતિ ઉર્ફે ચીમન સોલંકી નામના આરોપીને નડિયાદ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. નડિયાદ કોર્ટે પોક્સો કેસના આરોપીને ફાંસીની સજા સંભળાવી તેમજ દંડ ફટકાર્યો છે. કઠલાલના લસુન્દ્રા ગામની સગીર વયની દીકરી પર આરોપીએ બળાત્કાર ગુજાર્યો હતો. ગત વર્ષે 3 માર્ચના રોજ આ ઘટના બની હતી. લસુન્દ્રાના બાજપાઈ નગર નહેર પાસે છાપરામાં આરોપીએ સગીરાને પીંખી હતી. આરોપી જયંતિ ઉર્ફે ચીમન સોલંકીએ સગીરાને આંબલી આપવાની લાલચ આપી હતી. તેને ફોસલાવીને લઈ ગયો હતો અને છાપરામાં લઈ જઈ જઘન્ય કૃત્ય આચર્યુ હતું.
આ પણ વાંચો : ચૂંટણીમાં ડાર્ક હોર્સ સાબિત થનાર નરેશ પટેલને દિલીપ સંઘાણીની સલાહ, હાર્દિક પટેલવાળી ન કરો તો સારું!!
ત્યારબાદ સગીરાની માતા ઘરે આવતા દીકરી લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી. માતાએ દીકરીને પુછતા સમગ્ર બાબત દીકરીએ જણાવી હતી કે આરોપીએ તેની સાથે શુ કર્યુ હતું. માતાએ કઠલાલ પોલીસ સ્ટેશને આ અંગે ફરિયાદ કરતા કઠલાલ પોલીસે ગણતરીના કલાકોમા આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સરકારી વકીલ દ્વારા રજુ કરાયેલ 14 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરાયા હતા. 9 સાક્ષીઓની જુબાની અને દલીલના આધારે નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આરોપીએ ભોગ બનનાર સગીરાને 2 લાખ વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો. સાથે જ રૂપિયા 7.5 લાખ સરકારે સગીરાને વળતર પેટે ચૂકવી આપવા કોર્ટે આદેશ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે