હાઈ-વે પર ચેન સ્નેચિંગ: મહિલાના પતિએ બાઈક પરથી કાબૂ ગુમાવતાં બંને નીચે પટકાયાં, મહિલા કોમામાં!

નવસારીના જલાલપોરની શિવગંગા સોસાયટીમાં રહેતા 50 વર્ષીય રંજનબેન પાઘડાળ પતિ મનસુખ પાઘડાળ સાથે ગત શનિવારે સુરત ખાતે રહેતા ભાઈના ઘરે પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી રવિવારે સવારે બંને દંપતિ બાઈક પર પરત નવસારી આવી રહ્યા હતા.

હાઈ-વે પર ચેન સ્નેચિંગ: મહિલાના પતિએ બાઈક પરથી કાબૂ ગુમાવતાં બંને નીચે પટકાયાં, મહિલા કોમામાં!

ધવલ પરીખ/નવસારી: શહેરના રસ્તાઓ અને શેરી મોહલ્લાઓમાં થતી ચેઈન સ્નેચીંગની ઘટનાને હવે ચાલુ બાઇકે પણ અંજામ આપવામાં આવે છે, જેમાં ઘણીવાર મહિલાએ જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. ત્યારે નેશનલ હાઇવે નં. 48 પર બે દિવસ અગાઉ સુરતથી બાઈક પર નવસારી આવતા દંપતિમાં પત્નીના ગળામાંથી સોનાની ચેઇન પાછળથી આવેલા બે બુકાનીધારી સ્નેચરોએ ખેંચી ફરાર થયા હતા. ચેઈન સ્નેચીંગની ઘટનામાં રસ્તા પર પટકાયેલી મહિલાને માથામાં ગંભીર ઈજા થતા કોમામાં સરી પડતા જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

નવસારીના જલાલપોરની શિવગંગા સોસાયટીમાં રહેતા 50 વર્ષીય રંજનબેન પાઘડાળ પતિ મનસુખ પાઘડાળ સાથે ગત શનિવારે સુરત ખાતે રહેતા ભાઈના ઘરે પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી રવિવારે સવારે બંને દંપતિ બાઈક પર પરત નવસારી આવી રહ્યા હતા, ત્યારે નેશનલ હાઇવે નં. 48 પર નવસારીના ધોળાપીપળા ઓવર બ્રિજ નજીક સર્વિસ રોડ પરથી સવારે 9 વાગ્ય આસપાસ તેમની પાછળ ધૂમ સ્ટાઈલમાં બાઈક પર બે બુકાનીધારી સ્નેચરોએ રંજનબેનના ગળામાં પહેરેલી સોનાની ચેઈન ખેંચીને તોડી લીધી હતી અને ત્યાંથી પુર ઝડપે ભાગી છૂટયા હતા. 

બીજી તરફ સ્નેચર પાસેથી પોતાની ચેઈન બચાવવાના ચક્કરમાં રંજનબેન બાઈક પરથી નીચે રસ્તા પર ઉંધે માથે પટકાયા હતા. જેમાં તેમના માથામાં ગંભીર ઈજા થતા લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું અને તેઓ બેહોશ થઈ ગયા હતા. જેમને તેમના પતિ તેમજ રાહદારીઓએ તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં રંજનબેન કોમામાં સરી પડતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.

હાઇવે પર ચાલુ બાઈકે મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગ અને ત્યારબાદ મહિલા કોમામાં સરી પડ્યાંની જાણ થતા જ હરકતમાં આવેલી નવસારી ગ્રામ્ય પોલીસ સાથે LCB, SOG સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસને વેગ આપ્યો હતો. જેની સાથે પોલીસની અલગ અલગ ટીમો બનાવી, આસપાસના જિલ્લાઓની પોલીસનો સપોર્ટ લેવામાં આવી રહ્યો છે. 

સાથે જ સુરતથી નીકળેલા દંપતિના રૂટ ઉપરના સીસીટીવી ફૂટેજ મેળવી, શહેરમાં લાગેલા નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી ફૂટેજનુ એનાલિસિસ કરી, એક વિશેષ ટીમ બનાવીને આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે. જેની સાથે જ પોલીસે આરોપીઓ વિરૂદ્ધ લૂટ સહિત માનવવધ હેઠળની કલમ 308 હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news