રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, હવેથી તમામ શાળામાં એપ્રિલ મહિનાથી શરૂ થશે નવું શૈક્ષણિક વર્ષ

રાજ્યમાં આવેલી તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું વેકેશન હવે CBSC બોર્ડની જેમ આપવાનું રહેશે. 

રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, હવેથી તમામ શાળામાં એપ્રિલ મહિનાથી શરૂ થશે નવું શૈક્ષણિક વર્ષ

હિતલ પારેખ/ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં હવે એપ્રિલ મહિનાથી તમામ શાળાઓ માટે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે. આ નવો નિયમ નવા શૈક્ષણિક વર્ષ 2020-2021થી લાગૂ કરવામાં આવશે. આ સાથે શિક્ષણ વિભાગે તમામ શાળાઓને આદેશ આપ્યો છે કે, માર્ચ સુધીમાં તમામ પરીક્ષાઓ પૂર્ણ કરો. 

રાજ્યમાં આવેલી તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું વેકેશન હવે CBSC બોર્ડની જેમ આપવાનું રહેશે. 

રાજ્યના શિક્ષણ વિભાગે કરેલા આદેશ મુજબ હવેથી નવું શૈક્ષણિક સત્ર એપ્રિલ મહિનાથી શરૂ થશે અને ત્યારબાદ 4 મે થી 7મી જૂન સુધીનું ઉનાળું વેકેશન રહેશે.

તમામ શાળાઓએ માર્ચ મહિનાની અંદર પરીક્ષાઓ પૂર્ણ કરવાની રહેશે.

.
રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યના પાઠ્ય પુસ્તક મંડળને પણ આદેશ કર્યો છે કે એપ્રિલ માસમાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક મળી જાય તે પ્રકારનું આયોજન કરવાનું રહેશે
.
રાજ્યના શિક્ષણ વિભાગે કરેલા આદેશમાં સ્પષ્ટ જણાવ્યું છે કે નિયમો અંતર્ગત જ આ શાળાઓએ દિવાળી વેકેશન આપવું પડશે
.
આ સાથે ધોરણ 1-5માં 200 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. તો ધોરણ 6-8માં 220 દિવસ અને ધોરણ-9માં 240 દિવસનું શૈક્ષણિક કાર્ય ફરજીયાત પૂરુ કરવાનું રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news