Ahmedabad: આવતીકાલથી રાત્રિ કરર્ફ્યુંનો સમય બદલાયો, મોલ સિનેમા રહેશે બંધ
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને લઇને તંત્ર એલર્ટ થઇ ગયું છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્રારા એએમટીએસ તથા બીઆરટીએસ તથા બાગબગીચા બંધ કરવામાં આવ્યા હતા
Trending Photos
અમદાવાદ: ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને લઇને તંત્ર એલર્ટ થઇ ગયું છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્રારા એએમટીએસ તથા બીઆરટીએસ તથા બાગબગીચા બંધ કરવામાં આવ્યા હતા અને રાત્રિ કરર્ફ્યું જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રાજ્યમાં કોરોના કેસ 1200 પાર પહોંચી જતાં સતર્કતાના ભાગરૂપે તંત્ર દ્રારા પગલાં ભરવામાં આવ્યા છે.
Considering existing #COVID situation, Malls & Cinemas to remain closed in @AmdavadAMC area on Saturday & Sunday, & curfew hours will be from 9 pm to 6 am from tomorrow in larger public interest. Citizens advised to strictly adhere to mask wearing & social distancing. #StaySafe pic.twitter.com/mM8MEGtyqc
— Dr Rajiv Kumar Gupta (@drrajivguptaias) March 18, 2021
આજે અમદાવાદ મનપા દ્રારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શનિ-રવિ મોલ અને સિનેમા ગૃહો બંધ રાખવામાં આવશે. તેમજ આવતીકાલથી રાત્રિ કરર્ફ્યુંના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સમય મુજબ આવતીકાલથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરર્ફ્યું રહેશે.
આ અંગે હાલની પરિસ્થિતિની સમીક્ષા કરવા રાજયના અધિક મુખ્ય સચિવરાજીવ કુમાર ગુપ્તા આઈ.એ.એસ.ના અધ્યક્ષ સ્થાને, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર આઈ.એ.એસ., જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો તેમજ અન્ય અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટ કરાયેલ ખાનગી કોવિડ-૧૯ હોસ્પિટલોની સંખ્યા, પથારીઓની ઉપલબ્ધતા, મેડીકલ તથા પેરામેડીકલ સ્ટાફની સ્થિતિ, ટેસ્ટીંગ માટેની સુવિધા, અન્ય દવાઓની ઉપલબ્ધતા તથા રસીકરણ વગેરેને ધ્યાને લઈ ચર્ચા કરવામાં આવી.
10 એપ્રિલ સુધી ગુજરાતના 8 મહાનગરોમાં સ્કૂલો બંધ
કોરોનાના વધતા જતા કેસનો પગલે ગુજરાતભરના વાલીઓ ચિંતાતુર બન્યા હતા. શૈક્ષણિક કાર્ય બંધ કરવાની માંગ ઉઠી હતી. ત્યારે આજે શિક્ષણ વિભાગની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં આગામી 10 એપ્રિલ સુધી ગુજરાતના 8 મહાનગરોમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય બંધ કરાયુ છે. અહી 10 એપ્રિલ સુધી ઓનલાઈન શિક્ષણ (online class) કરવામાં આવ્યું છે. તો આ સાથે જ આ 8 મહાનગરોમાં પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવાશે. પરંતુ 8 મહાનગરો સિવાયના વિસ્તારોમાં શૈક્ષણિક કાર્ય વિકલ્પની સાથે ઓફલાઈન ચાલુ રાખવામા આવ્યુ છે. તેમજ મહાનગર સિવાયના વિસ્તારોમાં પરીક્ષાઓ ઓફલાઈન લઈ શકાશે. આ સાથે જ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાઓ મોકૂફ કરી છે અને નવો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરાશે.
ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1276 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 899દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે અમદાવાદમાં 2 અને સુરતમાં 1 એમ કુલ ત્રણ વ્યક્તિના મોત થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,82,449 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,72,332 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,433 પર પહોંચ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે