IND vs ENG: રોહિત શર્માએ બનાવ્યો નવો રેકોર્ડ, વિરાટ કોહલીની ખાસ ક્લબમાં થયો સામેલ
અમદાવાદમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટી20 આંતરરાષ્ટ્રીયમાં રોહિત શર્માએ આદિલ રાશિદની પ્રથમ ઓવરમાં 11 રન ફટકારતા એક મહત્વનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે ટી20માં 9 હજાર રન પૂરા કરનાર ખેલાડીઓમાં સામેલ થઈ ગયો છે.
Trending Photos
અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની સિરીઝની ચોથી ટી20 (India vs England 4th T20) મેચ ગુરૂવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાઈ રહી છે. મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે રોહિત શર્મા અને કેએલ રાહુલે ઈનિંગની શરૂાત કરી હતી. પ્રથમ ઓવર કરવા આવેલા આદિલ રાશિદને રોહિત શર્માએ પ્રથમ બોલ પર સિક્સ ફટકારી પોતાનું અને ટીમનું ખાતુ ખોલ્યું હતું. તે કોઈપણ ટી20 આંતરરાષ્ટ્રીયમાં આમ કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો છે.
મેચની પ્રથમ બોલ પર સિક્સ ફટકારનાર બેટ્સમેન
કામરાન અકમલ
કરીમ સાદિક
ડ્વેન સ્મિથ (બે વાર)
માર્ટિન ગુપ્ટિલ
કોલિન મુનરો
રોહિત શર્મા
ત્યારબાદ તેણે ત્રીજા બોલ પર બાઉન્ડ્રી ફટકારી, જ્યારે પાંચમાં બોલ પર એક રન લેતા ખાસ રેકોર્ડ લિસ્ટમાં પોતાનું નામ નોંધાવી લીધું. હકીકતમાં ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) પાસે આ મેચમાં પોતાના નામે મોટો રેકોર્ડ બનાવવાની તક હતી. રોહિત 9000 ટી20 રનનો આંકડો પૂરો કરવાથી માત્ર 11 રન દૂર હતો. ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં તે આમ કરનાર બીજો ભારતીય અને ઓવરઓલ 9મો બેટ્સમેન બની ગયો છે.
ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલી ટી20માં નવ હજારનો આંકડો પાર કરી ચુક્યો છે. કોહલીના નામે 302 મેચોમાં 9650 રન છે, જ્યારે રોહિતના 341 મેચોમાં 8989 રન હતા. ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલની સિરીઝની શરૂઆતી બે મેચોમાં તેને આરામ આપવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે