પેપર ફોડનાર જ નહિ, પેપર ખરીદનાર અને પરીક્ષામાં ચોરી કરનાર પણ દંડાશે
Paperleak Law : પેપરલીક કરનારને 10 વર્ષની જેલની સજા સાથે 1 કરોડ સુધીનો દંડ.....તો પરીક્ષામાં ચોરી કરનારને 1 કરોડના દંડ સાથે બે વર્ષ સુધી પરીક્ષામાં ના બેસવાની સજા....બજેટ સત્રમાં રાજ્ય સરકાર લાવશે વિધેયક....
Trending Photos
Paperleak Law : પેપરલીકની વિવિધ ધટનાઓને કારણે ગુજરાત સરકાર પર અનેક માછલા ધોવાયા. ત્યારે હવે સરકારે પેપરલીક પર કાયદો બનાવવાનો નિર્ણય લઈ લીધો છે. ગુજરાતમાં પેપર લીક બાદ નવા બની રહેલા કાયદાનું બિલ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોને અપાયો છે. આ વિધાયકના ઉદ્દેશો પાર પાડવા માટે સત્તા મંડળો અને વિવિધ વિભાગોના વિદ્યામાં કર્મચારી વર્ગ કાર્યો બજાવશે. ત્યારે પેપરલીક કરનારની હવે ગુજરાતમાં ખેર નથી. પેપરલીક કરવા પર કાયદામાં કડકમાં કડક જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ માત્ર પેપર ફોડનારને જ નહિ, પેપર ખરીદનારા અને ચાલુ પરીક્ષામાં ચોરી કરનારાનુ પણ આવી બનશે. નવા વિધેયકમાં પેપર ખરીદનાર અને પરીક્ષામાં ચોરી કરનારાને પણ સજા કરવામા આવશે.
પેપર લીક અંગે બની રહેલા કાયદાનું બિલ ધારાસભ્યોને આપ્યું છે. કાયદાનું બિલ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોને આપ્યું છે. સરકાર ગુજરાત જાહેર પરીક્ષા વિધયેક 2023 તરીકે લાવશે. બજેટ સત્રમાં રાજ્ય સરકાર આ વિધયેક પસાર કરાવશે. પરીક્ષામાં ચોરી કરનારને 3 વર્ષની સજાની જોગવાઈ પણ રાખવામાં આવી છે, એટલું જ નહીં, 3 વર્ષની સજા સાથે 1 લાખના દંડની જોગવાઈ પણ છે. સરકાર ગુજરાત જાહેર પરીક્ષા વિધયેક 2023 તરીકે લાવશે. બજેટ સત્રમાં રાજ્ય સરકાર આ વિધયેક પસાર કરાવશે. પરીક્ષામાં ચોરી કરનારને 3 વર્ષની સજાની જોગવાઈ પણ રાખવામાં આવી છે, એટલું જ નહીં, 3 વર્ષની સજા સાથે 1 લાખના દંડની જોગવાઈ પણ છે.
આ પણ વાંચો :
પેપરમાં ફોડનારા માટે સજા
પેપર ફોડનારાં ખાનગી તત્ત્વોને 1 કરોડનો દંડ, 10 વર્ષની કડક જેલની સજા. પરીક્ષા સાથે સંકળાયેલી એજન્સી અને સરકારી ઇસમો- ત્રણ વર્ષની કડક સજા, બિનજામીનપાત્ર ગુનો, આજીવન ભરતી પરીક્ષા કે અન્ય સરકારી કામો મળવા પર પ્રતિબંધ.
પેપર ખરીદનારાં ઉમેદવારો માટે સજા
1 લાખનો દંડ, ત્રણ વર્ષની કડક જેલ, બિનજામીનપાત્ર ગુનો, કોઇપણ ભરતી પરીક્ષામાં બેસવા પર કાયમી પ્રતિબંધ.
હવે રાજ્યમાં પેપર ફોડનારને 1 કરોડનો દંડ અને 10 વર્ષની સુધીની સજા, ચોરી કરનારને 3 વર્ષની સજા અને 1 લાખનો દંડ#BreakingNews #Gujarat #PaperLeak #BREAKING pic.twitter.com/zWoBpUWVc9
— Zee 24 Kalak (@Zee24Kalak) February 16, 2023
પરીક્ષામા ચોરી કરનાર ઉમેદવાર માટે સજા
પરીક્ષામાં ગેરરીતિ આચનારને 3 વર્ષની મુદતની કેદની શિક્ષા અને 1 લાખ સુધીનો દંડ. ચોરી કરનાર પરીક્ષાર્થી 2 વર્ષ સુધી નહીં આપી શકે પરીક્ષા.
મહત્વનું છે કે, લોકોમાં દાખલો બેસે તે માટે ગુનાઇત કાવતરા રચવાની કલમ આ નવા કાયદા દ્વારા દાખલ કરાશે. ગુનો બિનજામીનપાત્ર અને કોગ્નિઝિબલ બનશે તેથી જામીન સરળતાથી નહીં મળે અને ગુનો ગંભીર કક્ષાનો ગણાશે. કેસ ચલાવવા માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરાશે, જેથી તેની ન્યાયિક પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય. સાથે જ સરકારી નોકરી મેળવવાની લ્હાયમાં જે લોકો પેપર ખરીદવા લાખો રૂપિયા ખર્ચે છે તેમના માટે પણ વિધેયકમાં સજાની જોગવાઈ કરવામા આવી છે. તો પરીક્ષામાં યેનકેન પ્રકારે પાસ થવા ચોરી કરશે અને પકડાશે તે પણ દંડાશે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે