વાલીઓની લાચારી, બે બાળકોને બે ફોન ઓનલાઈન અભ્યાસ માટે ક્યાંથી આપીએ?
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદના રાણીપમાં આવેલી કે.આર. રાવલ સ્કૂલના વાલીઓએ ફી મુદ્દે આજે સ્કૂલ બહાર વિરોધ દર્શાવ્યો છે. મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ બહાર એકઠા થયા હતા. સ્કૂલ બંધ છે ત્યારે ફી માફ કરવા તેમજ ઓનલાઈન ભણતર બંધ કરવા વાલીઓએ માંગ કરી છે. સ્કૂલ મેનેજમેન્ટ ફી બાબતે વાલીઓને દબાણ કરતું હોવાનો વાલીઓનો આક્ષેપ ઉઠ્યો છે. વાલી મંડળના સભ્ય અને સ્કૂલના વાલીઓએ સ્કૂલ સંચાલકો સાથે ફી ઘટાડવા અને ઓનલાઈન શિક્ષણ બંધ કરવા કરી રજુઆત કરી છે. વાલીઓનો વિરોધ ઉઠ્યા બાદ સ્કૂલમાં એકથી વધુ ટ્રસ્ટી હોવાથી તમામ સાથે ચર્ચા કરીને જાણ કરવાની વાલીઓને અપાઈ બાંહેધરી અપાઈ છે.
આંદોલન અધવચ્ચે છોડનાર યુવરાજસિંહ જાડેજાએ સમિતિ સાથે રહીને લડત આપવાનો નિર્ણય લીધો
તો બીજી તરફ વાલીઓએ વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે, બે બાળકો છે, નેટના પ્રોબ્લેમ અને બે બાળકોને બે ફોન ઓનલાઈન અભ્યાસ માટે ક્યાંથી આપીએ. નોકરી ધંધા છે નહિ. એ સ્થિતિમાં ફી ભરવી શક્ય જ નથી. ઓનલાઈન શિક્ષણ ફી ઉઘરાવવા શરૂ કરાયું છે, પરંતુ તેનાથી તમામ અભ્યાસ વાલીઓએ જ કરાવવાનો થાય છે. સાથે જ બાળકોની આંખ અને કાનને થાય છે નુકસાન થાય છે.
રેખાના 2 હાઉસકીપરને પણ કોરોના, છતાં એક્ટ્રેસે ટેસ્ટ કરાવવાની ચોખ્ખી ના પાડી...
તો વાલીઓના વિરોધ બાદ કે.આર. રાવલે જણાવ્યું કે, ઓનલાઈન કલાસ માટે હાઇકોર્ટ એ પણ કહ્યું છે કે, શિક્ષણ એ જન્મસિદ્ધ અધિકાર છે. ઓનલાઈન શિક્ષણ બંધ ના કરી શકાય. 29 જુલાઈએ સરકારે પરીક્ષા રાખી છે, ઓનલાઈન સિવાય હાલ કોરોનામાં કોઈ વિકલ્પ નથી. ફી માફી મામલે સરકારે હજુ કોઈ જાહેરાત નથી કરી. ફી નથી ભરી એને પણ રિઝલ્ટ આપી દીધા છે. અમે ફી મામલે કોઇ દબાણ નથી કર્યું. માત્ર વાલીને જાણ થાય એ માટે એમને ફી ભરવા જાણ કરીએ છીએ. શક્ય હોય તો વાલીઓ ફી ભરે, સમસ્યા હોય તો વાલીઓ સમય લઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે