વાયુસેનાની બહાદુરી પર ગુજરાતમાં ફોડાયા ફટાકડા, ઠેર-ઠેર ઉત્સાહનો માહોલ
ભારતીય વાયુસેનાએ પાક અધિકૃત કાશ્મીરમાં સર્જીકલ સ્ટ્રાઈક-2 કરીને એક તરફ પાકિસ્તાનને જવાબ આપ્યો છે, તો બીજી તરફ દેશના લોકોનો ઉત્સાહ પણ વધાર્યો છે. પાકિસ્તાની આતંકવાદી છાવણીઓ પર હુમલાથી દેશભરના લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. લોકોએ સોશિયલ મીડિયા પર વાયુસેનાની બહાદુરીના વખાણ કર્યા હતા. તો બીજી તરફ, લોકોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યાનો સંતોષ પણ વ્યક્ત કર્યો છે. આવામાં ગુજરાતના લોકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી. આ ખુશીને પગલે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ફટાકડાં ફોડી ભારતીય સૈનિકોને અભિનંદન આપવામાં આવ્યું છે.
Trending Photos
ગુજરાત : ભારતીય વાયુસેનાએ પાક અધિકૃત કાશ્મીરમાં સર્જીકલ સ્ટ્રાઈક-2 કરીને એક તરફ પાકિસ્તાનને જવાબ આપ્યો છે, તો બીજી તરફ દેશના લોકોનો ઉત્સાહ પણ વધાર્યો છે. પાકિસ્તાની આતંકવાદી છાવણીઓ પર હુમલાથી દેશભરના લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. લોકોએ સોશિયલ મીડિયા પર વાયુસેનાની બહાદુરીના વખાણ કર્યા હતા. તો બીજી તરફ, લોકોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યાનો સંતોષ પણ વ્યક્ત કર્યો છે. આવામાં ગુજરાતના લોકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી. આ ખુશીને પગલે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ફટાકડાં ફોડી ભારતીય સૈનિકોને અભિનંદન આપવામાં આવ્યું છે.
ગાંધીનગર , ડીસા, દાહોદ તથા ગુજરાતના અનેક શહેરોમાં લોકોએ ફટાકડા ફોડીને ઉત્સાહ દાખવ્યો હતો. તો બીજી તરફ રાજકોટના કેકેવી હોલ ચોક ખાતે NSUI દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. લોકોએ આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી, તો પાકિસ્તાન સામે હજુ પણ કડક કાર્યવાહી કરી સફાયો કરવાની માંગ પણ કરી છે.
સુરતમાં લોકોએ ઉત્સવ જેવો માહોલ બનાવ્યો. મીઠાઈ વહેંચી ઢોલનગારા સાથે નાચ ગાન કરી આર્મીની કામગીરીને વધાવવામાં આવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે