એકતા દિવસ : સ્ટેચ્યુ ઓફ યુનિટીથી PM બોલ્યા, ‘આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય સરદારને સમર્પિત કરું છું’
સ્ટેચ્યુ ઓફ યુનિટીને આજે એક વર્ષ પૂરુ થયું છે, ત્યારે સરદાર પટેલની 144મી જયંતી પર આજે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ કરશે. તેમજ વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે.
Trending Photos
અમદાવાદ :સરદાર પટેલની 144મી જયંતી (Sardar Vallabhbhai Patel) પર આજે પીએમ મોદી (PM Modi) સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી તેઓને નતમસ્તક થઈને શ્રદ્ધાંજલિ આપી હતી. કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) પર અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને પુષ્પાંજલિ કરી હતી. એક વર્ષ પહેલા આજના દિવસે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવી હતી. ત્યારે કેવડિયામાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાને નિર્ણયને સરદાર પટેલને સમર્પિત કર્યો હતો. તેમજ સરદાર પટેલનું ભારતને એક કરવાનું સપનુ આજે પૂરુ થયું તેવુ જણાવ્યું હતું.
સરદાર પટેલને આજે હિસાબ આપ્યો કે, તમારું સપનુ પૂરુ થયું
વડાપ્રધાન કહ્યું કે, અનેક લોકો આવ્યા અને ગયા. મોટા સપના અને હેતુ લઈને આવ્યા. કુછ બાત હૈ કી હસ્તી મીટતી નહિ હમારી. જે આપણા પાસેથી યુદ્ધ નથી જીતી શક્તા, તે આપણી એકતાને ચેલેન્જ આપી રહ્યાં છે. આપણી એકતા વચ્ચે છેદ કરવાનો પ્રયાસ કરો છે. અલગતાવાદને ઉભારવાનો પ્રયાસ કરે છે. એક્તાને લલકારે છે. પણ તેઓ ભૂલી જાય છે કે સદીઓના પ્રયાસો બાદ પણ આપણી એકતાને કોઈ પરાસ્ત કરી શક્યુ નથી. જ્યારે આપણી વિવિધતા વચ્ચે એકતાના માર્ગે ચાલીએ છીએ તો આ તાકાતને ચકનાચૂર કરીએ છીએ. તેથી કરોડો ભારતીયોને એકજૂટ રહીને જ તેનો મુકાબલો કરવાનો છે. આ જ સરદારને સાચી શ્રદ્ધાંજલિ છે. આ તાકાતને પરાસ્ત કરવાનો નિર્ણય કાશ્મીરમાં લેવાયો છે. સમગ્ર દેશમાં માત્ર જમ્મુકાશ્મીરમાં જ આર્ટિકલ 370 હતું. અહી ત્રણ દાયકાથી આતંકવાદે 40 હજારથી વધુ લોકોના જીવ લીધા. ક્યાં સુધી દેશ નિર્દોષોના મોતને જોતુ રહેશે. દાયકાઓ સુધી આ આર્ટિકલ 370એ અસ્થાયી દિવાલ બનાવી હતી. આપણા ભાઈ-બહેન આ દિવાલની એ બાજુ હતા, અને અસમંજસમાં રહેતા. જે દિવાલ કાશ્મીરમાં અલગાવવાદ અને આતંકવાદ વધારી રહ્યું હતું. આજે સરદાર પટેલના સ્ટેચ્યુ સામે હુ હિસાબ આપી રહ્યો હતો કે, તમારું અધુરુ સપનુ હતું, તે દિવાલ હવે તોડી પાડી છે.
આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય સરદારને સમર્પિત કરું છું
ક્યારેક સરદાર પટેલે કહ્યું હતું કે, કાશ્મીરનો મુદ્દો તેમની પાસે હોત તો તેને સોલ્વ થવામાં આટલી વાર ન લાગી હોત. તેઓ ચેતવણી આપી ગયા હતા કે, દેશનું એકીકરણ એકમાત્ર ઉપયા છે. તેમના જન્મદિવસ પર હું આર્ટિકલ 370ને હટાવવાનો નિર્ણય ભવ્ય પ્રતિમા સામે ઉભા રહીને સરદાર પટેલની આત્માને ભારતની સંસદમાં ભારે બહુમતથી એકતા સાથે 5 ઓગસ્ટના રોજ મહાન નિર્ણય કર્યો હતો, તે નિર્ણયને હું સરદાર સાહેબને સમર્પિત કરું છું. આજથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ નવા ભવિષ્ય સામે પગલા માંડી રહ્યું છે. એકતાના પૂજારી સરદારની જન્મજયંતી પર લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર પોતાના ઉજ્જવળ ભવિષ્ય સામે મજબૂત પગલા ભરી રહ્યાં છે. આઝાદી બાદ પહેલીવાર ત્યાં બીડીસીના ઈલેક્શન થયા. જેમાં 98 ટકા પંચ સરપંચોએ વોટ આપ્યો. આ ભાગીદારી એકતાનો મેસેજ છે. સરદારનું પુણ્ય સ્મરણ છે. હવે જમ્મુ-કાશ્મીરમાં રાજનીતિક સ્થિરતા આવશે. અંગત સ્વાર્થ માટે સરકાર બનાવવાનો ખેલ દૂર થશે. હવે વિકાસના યુગનો આરંભ થશે. નવો હાઈવે, સ્કૂલ-કોલેજ, હોસ્પિટલ કાશ્મીરના લોકોને વિકાસ તરફ લઈ જશે.
સરદારની આ પ્રતિમાનું પોતાનું વ્યક્તિત્વ છે, સામ્યર્થ છે, સંદેશ છે...
પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં ઉપસ્થિત લોકો પાસેથી સરદાર પટેલ બોલાવડાવ્યું હતું. તેમણે કહ્યું કે, આપણે સરદાર પટેલના વિચાર હાલ જ સાંભળ્યા, તેમનો અવાજ આપણા કાનમાં ગુંજવું, તેમના વિચારોને સમજવા, પ્રતિપળ દેશની અખંડિતતા માટે વિચારવું, તેમના વિચારમાં જે પ્રેરણા હતી તેને દરેક હિન્દુસ્તાની અનુભવી શકે છે. આ પણ બહુ જ વિશેષ છે. સરદારમાં જે પ્રેરણા હતી, તેને દરેક હિન્દુસ્તાની અનુભવે શકે છે. એક નવી ઉર્જા મળે છે, તેવી જ અનુભૂતિ મને અહી સરદાર સાહેબની પાસે આવીને થાય છે. લાગે છે કે જાણે તેમની પ્રતિમાનું પોતાનું વ્યક્તિત્વ છે, સામ્યર્થ છે, સંદેશ છે. એટલી જ વિશાળ, એટલી જ દૂરંદેશી, એટલી જ પવિત્ર, દેશના અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂતો પાસેથી મળેલ લોખંડ અને માટીમાંથી આ પ્રતિમાનું નિર્માણ થયું છે. તેથી આ પ્રતિમા વિવિધતામાં એકતાનું જીવન પ્રતિક છે. જીવતો જાગતો સંદેશ છે. આજથી એક વર્ષ પહેલા દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાને દેશને સમર્પિત કરવામાં આવી હતી. આજે આ પ્રતિમા ભારતવાસીઓને જ નહિ, પણ વિશ્વને આકર્ષિત, પ્રેરિત કરે છે. આ પ્રેરણાસ્થળીથી તેઓને શ્રદ્ધાસુમન અર્પિત કરીને સંપૂર્ણ રાષ્ટ્ર ગૌરવ અનુભવે છે. થોડા સમય પહેલા રાષ્ટ્રીય એકતાના સંદેશને ફેલાવવા એકતાના મંત્રને જીવવા, એકતાના ભાવને ચરીતાર્થ કરવા માટે, એકતા આપણા સંસ્કાર છે. તે સંસ્કાર સરીતા છે. એકતા ભાવિ સપનાનું સૌથી મોટું બળ છે. તેને ધ્યાનમાં રાખીને રન ફોર યુનિટી હિન્દુસ્તાનના દરેક ખૂણામાં યોજાઈ.
દેશની વિવિધતા આપણું ગર્વ અને ગૌરવ છે
તેમણે કહ્યું કે, દુનિયામાં દરેક દેશ બનવામાં લોકો જોડાતા ગયા, કાંરવા બનતો ગયો. પણ આપણે ભૂલવુ ન જોઈએ. એકરૂપતા એ દેશોની વિશેષતા, ઓળખ રહી છે. તેને ઢાળવા માટે યોજનાબદ્ધ પ્રયાસ કર્યો છે. ઈતિહાસ પોતાનું મૂલ્યાંકન કરે છે. પણ ભારતની ઓળખ અલગ છે. ભારતની વિશેષતા અને વિવિધતામાં એકતા છે. આપણે વિવિધતાથી ભરેલા છીએ. આ વિવિધતા આપણું ગર્વ, ગૌરવ, ગરિમા અને ઓળખ છે. આપણા ત્યાં વિવિધતાને ડાયવર્સિટીને સેલિબ્રેટ કરાય છે. આપણને વિવિધતામાં ક્યારેય સદીઓથી વિરોધાભાસ નથી દેખાતું. પણ આપણને વિવિધતામાં એકતાના સામ્યર્થ દેખાય છે. તેનું સેલિબ્રેશન, ઉત્સવ તેમાં છુપાયેલી એક્તાનો સ્પર્શ કરાવે છે. જીવવાની પ્રેરણા આપે છે. જીવવાનો ઉત્સાહ આપે છે. આમ, મંજિલ પાર થાય છે. જ્યારે આપણે દેશની ભાષા અને બોલી પર ગર્વ કરીએ છે, તો બોલી અલગ હોવા છતા ભાવનું બંધન બંધાઈ જાય છે. અલગ અલગ ખાણીપીણી, વેશભૂષાને આપણી સમૃદ્ધ વિરાસત સમજીએ છીએ, ત્યારે પોતીકાપણાં મીઠાશ તેમાં આવી જ જાય છે.
ભારતના મહાન લોકોને યાદ કર્યાં
તેમણે કહ્યું કે, અહીં દક્ષિણથી નીકળેલા આદિ શંકરાચાર્ય ઉત્તરમાં જઈને મઠની સ્થાપના કરે છે. અહીં બંગાળના સ્વામી વિવેકાનંદને દક્ષિણમાં જ્ઞાન પ્રાપ્ત થાય છે. ગુરુગોવિંદ સિંહ ખાલસા પંથની સ્થાપના કરે છે. રામેશ્વરમમાં પેદા થયેલ અબ્દુલ કલામ દિલ્હીમાં સર્વોચ્ચ પદ પર બિરાજે છે. ગુજરાતમાં પેદા થયેલ મોહનદાસ ગાંધી ચંપારણમાં જઈને દેશને બચાવવું બીડુ ઉપાડે છે. એકતાની આ તાકાત ભારતીય તાકાત છે. જે પ્રવાહ, ગતિ છે. આ તાકાત સાચા અર્થમાં ડો.બાબા આંબેડકર દ્વારા લિખિત પ્રેરણા પણ છે. આપણે ભારતના લોકો માત્ર ત્રણ-ચાર શબ્દો નથી, તે હજારો વર્ષોથી ચાલતી ભારતીયોની એકતાના ભાવને શબ્દોમાં સજાવેલ આપણું ચિરપુરાતન સાંસ્કૃતિક ઈતિહાસ છે.
ચાણક્ય બાદ સરદારે દેશને એક કરવાનું કામ કર્યું
તેમણે કહ્યું કે, સરદાર પટેલ જ્યારે દેશને એક કરવા નીકળ્યા હતા, ત્યારે એ જ ચુંબકીય શક્તિ હતી કે રાજારજવાડા એ જ ભાવવિશ્વાસ સાથે ખેંચાઈ આવ્યા હતા. જેઓમાં ભારતીયતાના ભાવના ભરેલી હતી. સેંકડો વર્ષોની ગુલામીમાં, રાજારજવાડામાં ભારતીયતાનો ભાવ પ્રકટ કરવાનો અવસર મળ્યો. આ ભાવ સદીઓની ગુલામી બાદ પણ, સંકટો બાદ પણ આ ભાવનાને ભારતના કોઈ ખૂણામાંથી ક્યારેય લુપ્ત ન થઈ, તેથી સરદાર પટેલ જ્યારે એકતાનું મંત્ર લઈને નીકળ્યા તો સૌ તેમની છત્રછાયામાં ઉભા રહ્યાં. શતાબ્દીઓ પહેલા તમામ રિયાસતને સાથે લઈને એક ભારતનું સપનુ લઈને રાષ્ટ્રના પુનરોદ્ધારનું સપનુ સાકાર કરનાર બીજુ નામ ચાણક્ય હતું. તેઓએ સદીઓ પહેલા પોતાના સમયમાં દેશની શક્તિને એક કરવાનું કામ કર્યું હતું. ચાણક્ય બાદ સરદાર પટેલ જ આ કામ કરી શક્યા. નહિ, તો અંગ્રેજો આઝાદી સાથે ભારત છિન્નભિન્ન થઈ જાય તેવું ઈચ્છતા હતા. પરંતુ સરદારે તેમની ઈચ્છાશક્તિથી દેશને એક દોરામાં પરાવ્યો.
આપણી વિવિધતા દુનિયાને અજાયબી લાગે છે
આજે સમગ્ર દુનિયા ભારતની વાત ગંભીરતાથી સાંભળે છે. આજે ભારત દુનિયાની મોટી આર્થિક તાકાતોમાં પોતાની જગ્યા બનાવી રહ્યું છે. પોતાના હકનું સ્થાન મેળવી રહ્યું છે. આ પાછળ દેશની એકતા છે. દુનિયાને આ આપણી વિવિધતા અજાયબી લાગે છે, જાદુગર લાગે છે. પણ આ આપણી અંતપ્રવાહીત જીવનધારા છે.
સીઆરપીએફ મહિલા કેડેડ્સની પહેલી ટુકડીએ પરેડ કરી હતી. કર્ણસિંહના નેતૃત્વ નીચે સીઆઈએસએફ બેન્ડ, સીમા સુરક્ષા દળ, નથુભાઈના આગેવાનીમાં બીએસએફ બેન્ડ, ભારત તિબ્બત સીમા પોલીસ બેન્ડ ગ્રૂપે પરેડ કરી હતી. તો સીઆઈએસએફના જવાનોએ આતંકવાદી હુમલામાં કરાતી જવાબ કાર્યવાહીનું ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું. આ ઉપરાંત NSG કમાન્ડોએ પણ હેરતઅંગેજ ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું. જેના બાદ સીઆરપીએફ અને ગુજરાત પોલીસની મહિલા ટીમ દ્વારા મોટર સાઈકલના કરતબ બતાવ્યા હતા. મહિલા પોલીસે બાઈક પર ઉભા રહીને વડાપ્રધાનને સલામી આપી હતી.
કેવડિયા કોલોનીના પ્લેટફોર્મ પરથી રાષ્ટ્રીય એક્તાનો મેસેજ આપવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. પીએમ મોદીને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો કેવડિયા કોલોની ખાતે જોવા મળ્યા હતા. વહેલી સવારે તેઓ ગાંધીનગરથી કેવડિયા જવા રવાના થયા છે. સરદાર પટેલની 144મી જયંતી પર નર્મદા જિલ્લાના કેવડિયામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ કેવડીયા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં હાજરી આપશે. રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં હાજર સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવશે. રાષ્ટ્રીય એકતા પરેડમાં રાજ્ય પોલીસ દળની પાંચ ઉપરાંત કેન્દ્રીય દળની ટુકડીઓ માર્ચ યોજશે. તો બપોર બાદ પ્રધાનમંત્રી મોદી IAS અધિકારીઓ સાથે એક બેઠક કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત પહોંચીને સૌથી પહેલા માતાને મળ્યા
પીએમ મોદી બુધવારે રાત્રે દિલ્હીથી ગાંધીનગર પહોંચ્યા હતા. ત્યારે સૌથી પહેલા તેઓ માતા હીરાબાના આર્શીવાદ લેવા રાયસણ ખાતે તેમના ઘરે ગયા હતા. નવા વર્ષમાં સૌથી પહેલા માતા હીરાબાના આર્શીવાદ લેવા ગયા હતા. જ્યાં માતા હીરાબાએ તેમનું મોઢુ મીઠું કરીને સ્વાગત કર્યું હતું. બંનેએ સાથે બેસીને નવા વર્ષનું ભોજન લીધું હતું.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે