જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ આજથી કેન્દ્ર શાસિત પ્રદેશ, આ 10 નવા ફેરફાર થશે
રાષ્ટ્રીય એકતા દિવસ (સરદાર પટેલ જયંતિ, 31 ઓક્ટોબર)ના અવસર પર ભારતના બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશનો જન્મ થશે. જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ આજથી (31 ઓક્ટોબર)થી કેન્દ્ર શાસિત પ્રદેશ બની જશે. આવતીકાલથી આ બંને પ્રદેશોમાં ઘણા કાયદાઓ ખતમ થઇ જશે અને નવા કાયદા લાગૂ થઇ જશે.
Trending Photos
જમ્મૂ: રાષ્ટ્રીય એકતા દિવસ (સરદાર પટેલ જયંતિ, 31 ઓક્ટોબર)ના અવસર પર ભારતના બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશનો જન્મ થશે. જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ આજથી (31 ઓક્ટોબર)થી કેન્દ્ર શાસિત પ્રદેશ બની જશે. આવતીકાલથી આ બંને પ્રદેશોમાં ઘણા કાયદાઓ ખતમ થઇ જશે અને નવા કાયદા લાગૂ થઇ જશે. તમને જણાવી દઇએ કે 5 ઓગસ્ટના રોજ જમ્મૂ કાશ્મીર રાજ્યને બે લદ્દાખ અને જમ્મૂ કાશ્મીર બે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સંસદના બંને સદનોમાં જમ્મૂ કાશ્મીર પુન:ગઠન બિલ 2019ને મંજૂરી મળી ગઇ અને રાષ્ટ્રપતિએ પણ સહી કરી દીધી હતી.
હવે ગુરૂવાર (31 ઓક્ટોબર)થી જમ્મૂ અને લદ્દાખ વહીવટી રીતે કેન્દ્ર શાસિત રીતે કેન્દ્ર સરકારના આધીન આવી જશે અને રાજ્યમાં નવા કાયદા લાગૂ થશે. જમ્મૂ કાશ્મીર વિધાનસભાવાળા કેન્દ્ર શાસિત પ્રદેશ હશે અને લદ્દાખ વિધાનસભા વિનાના કેન્દ્ર શાસિત પ્રદેશ હશે. તમને જણાવી દઇએ કે આવતીકાલથી જમ્મૂ કાશ્મીરમાં કયા 10 ફેરફાર થશે.
- જમ્મૂ- કાશ્મીર 31 ઓક્ટોબરથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે
- જમ્મૂ કાશ્મીરમાં RPC ની જગ્યાએ IPC લાગૂ થશે
- જમ્મૂ કાશ્મીરમાં 106 નવા કાયદા લાગૂ થશે
- જમ્મૂ કાશ્મીરમાં 153 વિશેષ કાયદા ખતમ થઇ જશે
- ઉર્દૂની જગ્યાએ હિંદી, અંગ્રેજી સત્તાવાર ભાષા હશે
- જમ્મૂ કાશ્મીરમાં દિલ્હીની માફક વિધાનસભાની રચના થશે
- જમ્મૂ કાશ્મીરમાં રાજ્યપાલની જગ્યાએ લેફ્ટિનેંટ ગર્વનર હશે
- વિધાનસભામાંથી પાસ કરેલા બિલ પર અંતિમ નિર્ણય LG લેશે
- વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષની જગ્યાએ 5 વર્ષનો હશે
- કાનૂન વ્યવસ્થાને જવાબદારી કેન્દ્ર સરકાર પાસે હશે
જમ્મૂ કાશ્મીર યૂટીનો વિસ્તાર હાલમાં જમ્મૂ કાશ્મીર ક્ષેત્રમાં સામેલ હશે. કાયદો અને વ્યવસ્થા કેન્દ્ર પાસે રહેશે, જેમાં હવે રાજ્યમાં કલમ 360 હેઠળ નાણાકીય ઇમજન્સીની જાહેરાત કરવાની શક્તિ છે. હાલ જમ્મૂ કાશ્મીરના ગર્વનર જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ UTs ના ઉપરાજ્યપાલ હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે