અમદાવાદની આ સોસાયટીમાં મકાન માલિકીની મંજૂરી વિના ઘરમાં નહી મૂકી શકો પગ, આવી છે સિક્યોરિટી સિસ્ટમ
એપ્લિકેશનની જેમ પણ માયગેટ એપ્લિકેશનને એન્ડ્રોઇડ અથવા એપલસ્ટોર પરથી ડાઉનલોડ કરીને તેમાં સભ્યનું નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ આઇડી અને પોતાના ફ્લેટ નંબર સહીતની માહિતી ભરીને સાઇનઅપ પ્રોસેસ કરવાની રહે છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા, અમદાવાદ: જીહા, આવુ કઇ બનશે વિવિધ રહેણાક સોસાયટીઓમાં. આજના સ્માર્ટ યુગમાં એક પછી એક સેવાઓ સ્માર્ટ મોબાઇલ દ્વારા ઉપયોગમાં લેવાતી થઇ ગઇ છે. જેને કારણે લોકોને ઓછી મહેનતમાં ગુણવત્તાયુક્ત સેવાઓ આંગળીના ટેરવે મળી રહી છે. ત્યારે અમદાવાદમાં એક રહેણાક સોસાયટીએ સોસાયટીમાં આવતા દરેક મુલાકાતીઓની અવર-જવર પર તમામ પ્રકારની નજર રાખવા આવો જ એક સ્માર્ટ પ્રયાસ કર્યો છે. શું છે આ પ્રયાસ, કેવી રીતે કરે છે તે કામ અને તેના શું થઇ રહ્યા છે સોસાયટીને સભ્યોને ફાયદા... આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે વાંચો અમારો વિશેષ અહેવાલ.
આજના અત્યંત આધુનિક યુગમાં તમામ સેવાઓ મેન્યુઅલી ના બદલે ઓટોમેટીક એટલે કે સ્માર્ટ થઇ રહી છે. આવી જ એક બાબત હતી રહેણાક સોસાયટીઓમાં આવતા મુલાકાતીઓની જુની ઢબે ચોપડામાં એન્ટ્રી કરવાની. કે જ્યાં આવનાર મુલાકાતી ફરજ પરના સિક્યોરીટી ગાર્ડને મુલાકાતીએ ક્યાં જવાનું છે તે ઘરનો નંબર, પોતાનો મોબાઇલ નંબર અને મકાન માલીકનું નામ જણાવું એન્ટ્રી કરતા હતા. આટલી વિગત ભર્યા બાદ પણ એ વાતની ખાતરી ન હતી રહેતી, કે આવનારા મુલાકાતી ચોપાડામાં ભરેલી માહિતી મુજબના ઘરે જ ગયો છે કે પછી તેને ભરેલી માહિતી સાચી જ છે.
ત્યારે આ સમસ્યાનો સ્માર્ટ ઉપાય શહેરના ગોતા વિસ્તારમાં આવેલી પ્રાર્થના લેવીસ સોસાયટીએ તેનો રસ્તો શોધી કાઢ્યો છે. આજના સ્માર્ટ યુગ પ્રમાણેની સ્માર્ટ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ શરૂ કર્યો. જીહા, પ્રાર્થના લેવીસ સોસાયટીના સભ્યો અને હોદ્દેદારોએ ભૂતકાળના અનુભવને ધ્યાને રાખી માયગેટ નામની મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ શરૂ કર્યો છે. આ એપ્લિકેશનના ઉપયોગના કારણે હવે કોઇપણ આવનારી વ્યક્તી ખોટી માહિતી ભરીને સોસાયટીમાં પ્રવેશ મેળવી શકતી નથી. કારણ કે હવે તેને જેના ઘરે જવાનુ છે તે મકાનમાલીકની મંજૂરી લેવી પડે છે. અને તેમની મંજૂરી મળ્યા વગર મુલાકાતીને સોસાયટીમાં પ્રવેશ મળતો નથી.
શું છે તેના ફાયદા
અન્ય એપ્લિકેશનની જેમ પણ માયગેટ એપ્લિકેશનને એન્ડ્રોઇડ અથવા એપલસ્ટોર પરથી ડાઉનલોડ કરીને તેમાં સભ્યનું નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ આઇડી અને પોતાના ફ્લેટ નંબર સહીતની માહિતી ભરીને સાઇનઅપ પ્રોસેસ કરવાની રહે છે. સોસાયટીના સભ્ય દ્વારા સાઇનઅપ કરાય તે બાદ સોસાયટી ઓથોરીટી તરફથી તેમને મળેલા એડમીન પાવર અનુસાર સભ્યને અપ્રુવ કરવામાં આવે છે. જેથી એપ્લિકેશન ડાઉનલોડ કરનાર સભ્ય તુરંત જ આ એપ્લિકેશનનો વપરાશ કરવા યોગ્ય બની જાય છે.
કેવી રીતે કામ કરે છે એપ્લિકેશન
હવે જ્યારે કોઇ મુલાકાતી પ્રાર્થના લેવીસ સોસાયટીમાં કોઇ સભ્યના ઘરે જવા માગતા હોય, તો સૌથી પહેલા તેને ગેટ પર હાજર સિક્ટોરીટી ગાર્ડ પાસે જવુ પડે છે. જ્યાં ગાર્ડ દ્વારા તે મુલાકાતીને કયા સભ્યના ઘરે મળવા જવું છે તે પૂછીને મુલાકાતીનું નામ અને મોબાઇલ નંબર સેવ કરવામાં આવે છે. આમ કરવાથી માયગેટ એપ્લિકેશન દ્વારા એક રીંગટોન સાથે સંબંધિત સભ્યના મોબાઇલ ઉપર નોટીફીકેશન આવે છે. જેને જોઇને સભ્ય જાણી શકે છે કે આવનાર મુલાકાતી ને પ્રવેશ આપવો કે નહીં. જો પ્રવેશ આપવો હોય તો તે અપ્રુવ કરે છે અને ન આપવો હોય તો તે ડિક્લાઇન કરે છે. આમ કરવાથી મકાન માલીકની મંજૂરી વગર કોઇપણ અજાણી વ્યક્તિ સોસાયટી કે તેમાં રહેતા અન્ય સભ્યના ઘરે જઇ શકતી નથી. પરીણામે ખોટી માહિતી ભરીને અન્ય વ્યક્તિના ઘરે જવાની પ્રવૃત્તિ પર રોક લાગી જાય છે. આમ આ સ્માર્ટ એપ્લિકેશન સોસાયટીમાં રહેતા તમામ સભ્યો અને ખાસ કરીને મહિલાઓ અને વડીલો માટે અત્યંત ઉપયોગી સાબિત થઇ રહી છે.
મહત્વનું છે કે દરેક સોસાયટીમાં ગૃહિણીઓ ઉપરાંત બિઝનેસ વુમન પણ રહેતી હોય છે. કોઇ ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોય છે તો કોઇ બ્યુટીપાર્લર. આવી બિઝનેસ વુમનને ત્યાં આવતા વિદ્યાર્થીઓ કે ગ્રાહકો પર આ સ્માર્ટ એપ્લિકેશન દ્વારા તમામ નજર રાખી શકાય છે. જેના ઉપયોગને લઇને બિઝનેસ વુમન પણ સંપૂર્ણ સંતોષ અને સુરક્ષા અનુભવી રહી છે.
મહત્વનુ છેકે આ એપ્લિકેશન દ્વારા ફક્ત આવનાર મુલાકાતી ઉપર નજર જ રાખી શકાય છે એટલું જ નહી. પરંતુ સોસાયટી ઓથોરીટીને સોસાયટીમાં મુલાકાતીઓની સંખ્યા, તેમની મુવમેન્ટ, વિવિધ સભ્યોના ઘરે તથા સોસાયટીમાં જુદા-જુદા કામ માટે રાખવામાં આવેલા એમ્પ્લોઇની હાજરી અને તેમની અવર-જવર ઉપર પર એક ક્લિક દ્વારા આંકડાકીય માહિતી મળી શકે છે. આ ઉપરાંત પણ આ એપ્લિકેશનના અનેક એવા અન્ય ફાયદા પણ છે. ત્યારે આજના સ્માર્ટ યુગમાં અમદાવાદની રહેણાંક સોસાયટીએ જે સ્માર્ટ એન્ટ્રીનો ઉપયોગ શરૂ કર્યો છે, તેને જોતા આ એપ્લિકેશનની મદદથી સોસાયટીઓમાં મંજૂરી વગર પ્રવેશતા લોકો ઉપર સંપૂર્ણ નિયંત્રણ આવી જશે તેમાં કોઇ શંકા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે