OMG! ગુજરાતની સગર્ભા માતાઓમાં વધ્યું આ વ્યસન, મહેસાણાના 10 તાલુકાઓને લઈ મોટો ધડાકો!
દિવસ અને દિવસે રાજ્યમાં માતા મરણ અને કુપોષિત બાળકોનો જન્મ દર વધતા આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓનું એડિશનલ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ચોકાવનારા ખુલાસાઓ સામે આવ્યા.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા માતા મરણ અટકાવવા અને કુપોષિત બાળકોનો જન્મ દર ઘટાડવા આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓનું આરોગ્યનું સર્વે કરવામાં આવ્યું હતું. જેમાં સરેરાશ 2 ટકા જેટલી સગર્ભા માતાઓ તમાકુનું વ્યસન કરતી હોવાનું સામે આવ્યું છે.
દિવસ અને દિવસે રાજ્યમાં માતા મરણ અને કુપોષિત બાળકોનો જન્મ દર વધતા આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓનું એડિશનલ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ચોકાવનારા ખુલાસાઓ સામે આવ્યા. મુખ્ય વાત કરીએ તો સગર્ભા મહિલાઓ તમાકુનના વ્યસનની બંધાણી હોવાનું સામે આવ્યું છે. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના 10 તાલુકાઓમાં કુલ 17274 સગર્ભા માતાઓમાંથી 345 સગર્ભા તમાકુનું વ્યસન કરતી હોવાનું સામે આવ્યું એટલે 2 ટકા જેટલી કુલ મહિલાઓ તમાકુની બંધાણી હોવાનું સામે આવ્યું. આ 345 સગર્ભામાતાઓમાંથી 104 જેટલી મહિલાઓ ધૂમ્રપાન કરતી હોવાનું સામે આવ્યું છે.
જિલ્લામાં કુલ 17274 સગર્ભા મહિલાઓમાંથી 345 મહિલાઓ તમાકુનું વ્યસન કરે છે. જેમાંથી 104 મહિલાઓ ધુમ્રપાન કરે છે.
તાલુકા વાઇસ આંકડાકીય માહિતી પર નજર નાખીએ તો...
- ઊંઝા. 1206 સગર્ભામાંથી 29 મહિલાઓ તમાકુની વ્યસન કરે છે જેમાંથી 3 ધુમ્રપાન કરે છે (2.4%)
- કડી 3460 સગર્ભામાંથી 44 મહિલાઓ તમાકુનું વ્યસન કરે છે જેમાંથી 20 ધૂમ્રપાન કરે છે (1.27%)
- ખેરાલુ 1076 સગર્ભામાંથી 17 મહિલાઓ તમાકુનું વ્યસન કરે છે જેમાંથી 7 ધૂમ્રપાન કરે છે (1.58%)
- જોટાણા 604 સગર્ભામાંથી 19 મહિલાઓ તમાકુનું વ્યસન કરે છે જેમાંથી 4 ધુમ્રપાન કરે છે (3.15%)
- બહુચરાજી 1042 સગર્ભામાંથી 30 મહિલાઓ તમાકુનું વ્યસન કરે છે જેમાંથી 18 ધુમ્રપાન કરે છે (2.88%)
- મહેસાણા 3932 સગર્ભામાંથી 108 મહિલાઓ તમાકુનું વ્યસન કરે છે જેમાંથી 22 ધુમ્રપાન કરે છે(2.75%)
- વડનગર 1240 સગર્ભામાંથી 30 મહિલાઓ તમાકુનું વ્યસન કરે છે જેમાંથી 6 ધુમ્રપાન કરે છે(2.42%)
- વિજાપુર 2158 સગર્ભામાંથી 26 મહિલાઓ તમાકુનું વ્યસન કરે છે જેમાંથી 7 ધૂમ્રપાન કરે છે (1.2%)
- વિસનગર 1755 સગર્ભામાંથી 32 મહિલાઓ તમાકુનું વ્યસન કરે છે જેમાથી 8 ધુમ્રપાન કરે છે(1.82%)
- સતલાસણા 801 સગર્ભામાંથી 10 મહિલાઓ તમાકુનું વ્યસન કરે છે જેમાંથી 9 ધૂમ્રપાન કરે છે(1.25%)
હેલ્થ ઈંશ્યોરેન્સ ખરીદનારાઓ માટે આજે મોટો દિવસ; લોકહિતમાં લેવાયો ક્રાંતિકારી નિર્ણય
તમાકુના વ્યસન કરતી સગર્ભા માતાઓને થતા નુકસાન ની વાત કરીએ તો તમાકુનું વ્યસન તો જોખમી છે જ પરંતુ સગર્ભા માતાઓને આનું જોખમ વધુ રહે છે તમાકુના વ્યસનથી માતા મરણની પણ શક્યતાઓ વધી જાય છે અને કુપોષિત બાળકો નો જન્મ ની પણ શક્યતાઓ રહેલી છે. જિલ્લામાં કુલ 2 ટકા જેટલી મહિલાઓ તમાકુની વ્યસની હોવાનું સામે આવતા સમગ્ર મામલાની ગંભીરતાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા મહિલાઓનું કાઉન્સિલિંગ શરૂ કરાયું અને તેમને તમાકુના વ્યસનથી દૂર રહેવા કહેવામાં આવ્યું સાથે સાથે એનજીઓને સાથે રાખી આવી મહિલાઓને કાઉન્સિલિંગ તો કરવામાં આવી રહ્યું છે, પણ એનજીઓ દ્વારા તેમને દત્તક લઈ તેમના પોષણની તમામ જવાબદારીઓ એનજીઓ નિભાવી રહ્યું છે. હાલમાં ફેઈથ ફાઉન્ડેશન દ્વારા ૩૩ જેટલી સગર્ભા મહિલાઓને દત્તક લેવામાં આવી છે અને તેમને તમાકુ છોડાવવા મામલે કાઉન્સિલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે તેમને પોષણક્ષમ કિટોનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે