આગામી 48 કલાક સાવધાન.. ગુજરાતના 'આ' વિસ્તારોને ધમરોળશે મેઘરાજા
રાજ્યમાં કોડીનારની સ્થિતિ ચેરાપૂંજી જેવી થઈ છે. 10 જ દિવસમાં 60 ઈંચ વરસાદ વરસી ગયો છે.
Trending Photos
સંજય ટાંક, અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી મેઘરાજા દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોને ધમરોળી રહ્યાં છે. અનેક ઠેકાણે પૂરની સમસ્યાઓ સર્જાઈ છે. ચિંતાની વાત એ છે કે હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આજે અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં કોડીનારની સ્થિતિ ચેરાપૂંજી જેવી થઈ છે. 10 જ દિવસમાં 60 ઈંચ વરસાદ વરસી ગયો છે.
કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી?
આગામી 48 કલાકમાં ભારે થી અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે. આ ઉપરાંતઆજે નર્મદા, આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહાસાગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, નાના ઉદેપુર, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, સુરત, તાપી, અલગ અલગ સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે. ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી,ભારે અત્યંત ભારે વરસાદ પડી શકે છે
આ સાથે જ અમરેલી, ભાવનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર અને દીવના સૌરાષ્ટ્રના જીલ્લાઓમા ભારે વરસાદની સંભાવના છે.
કચ્છ જિલ્લામાં અલગ અલગ સ્થળે ભારે વરસાદ પડી શકે છે. આગામી સમયમાં ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ અને જુનાગઢના સૌરાષ્ટ્ર જીલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યના 32 જિલ્લાના 206 તાલુકામાં વરસાદ
ગીર સોમનાથ માં 20 ઇંચ વરસાદ
ઉના માં 18 ઇંચ
કોડીનારમાં 13 ઈંચ
સુત્રાપાડા માં 10 ઇંચ
અમરેલીના જાફરાબાદ માં 11 ઈંચ વરસાદ
વલસાડમાં 9 ઈંચ વરસાદ
નવસારીના ખેર ગામ માં 8 ઈંચ વરસાદ
જકોટમાં 7 ઈંચ વરસાદ નોંધાયો
રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ અંદાજે 14 ઈંચ
સિઝન નો અત્યાર સુધીમાં 41 ટકા વરસાદ
અત્યાર સુધી આ વરસાદ ના કારણે કુલ મૃત્યુ આંક 29 જ્યારે પશુ મૃત્યુઆંક 124 નોંધાયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે