અમદાવાદ સહિત રાજ્યમાં અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ
કોરોનાના કહેર વચ્ચે રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદની શરૂઆત થઈ છે.
Trending Photos
અમદાવાદઃ એક તરફ રાજ્યભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે તો બીજી તરફ અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યમાં કેટલિક જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ શરૂ થયો છે. અમદાવાદના બોપલ, ઘુમા, શિવરંજની, જોધપુર, જીવરાજ પાર્ક સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે.
અમદાવાદના વાતાવરણમાં પલટો
અમદાવાદમાં રાત્રે 10.40 કલાક આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ શરૂ થયો હતો. શહેરના, એસજી હાઈવે, બોડકદેવ, બોપલ, શિવરંજની, જીવરાજપાર્ક, જમાલપુર, જોધપુર સહિતના ઘણા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ શરૂ થયો હતો.
રાજ્યમાં અન્ય સ્થાનોમાં પણ વરસાદી ઝાપટા
ગુજરાતમાં અમદાવાદ સિવાય રાજકોટ, મોરબી, અરવલ્લી, મોડાસા સહિત અનેક જગ્યાએ વાતાવરમમાં પલટો આવ્યા બાદ અચાનક વરસાદ શરૂ થયો હતો. કેટલિક જગ્યાએ તો વીજલીના ચમકારા પણ જોવા મળ્યા હતા.
ખેડૂતોની મુશ્કેલીમાં થશે વધારો
એકબાજી ખરાબ વર્ષ બાદ કોરોના વાયરસ અને હવે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. આ વરસાદને કારણે ખેડૂતોએ વધુ સમસ્યાનો સામનો કરવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે