Rajkot: કોરોના રિપોર્ટનો વેપાર કરનાર 2 ઠગની ધરપકડ, પોલીસ સફાળી જાગી
શહેરમાં બોગસ કોરોના રિપોર્ટ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે આ મામલે પરાગ જોષી અને ઘર્મેશ હેરમા નામના વ્યક્તિની ઘરપકડ કરી છે. ગત શુક્રવારના રોજ એક સ્ટીંગ ઓપરેશનમાં પરાગ જોષી નામનો વ્યક્તિ રિપોર્ટ કર્યા વગર જ કોરોનાનો નેગેટીવ રિપોર્ટ આપતો હતો. જેનો પર્દાફાશ થતા રાજકોટ મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી મનીષ ચુનારાએ ગાંઘીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આ બંન્ને શખ્સોને પકડી પાડ્યા છે.
Trending Photos
રાજકોટ : શહેરમાં બોગસ કોરોના રિપોર્ટ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે આ મામલે પરાગ જોષી અને ઘર્મેશ હેરમા નામના વ્યક્તિની ઘરપકડ કરી છે. ગત શુક્રવારના રોજ એક સ્ટીંગ ઓપરેશનમાં પરાગ જોષી નામનો વ્યક્તિ રિપોર્ટ કર્યા વગર જ કોરોનાનો નેગેટીવ રિપોર્ટ આપતો હતો. જેનો પર્દાફાશ થતા રાજકોટ મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી મનીષ ચુનારાએ ગાંઘીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આ બંન્ને શખ્સોને પકડી પાડ્યા છે.
પોલીસના કહેવા પ્રમાણે આ બંન્ને શખ્સો માત્ર ધોરણ 10 સુઘીનો અભ્યાસ કર્યો છે અને સેમ્પલ કલેક્શનનું કામ કરે છે.આ શખ્સો અલગ અલગ લેબોલેટરીમાં સેમ્પલ મોકલે છે અને રિપોર્ટ પહોંચાડે છે જેના બદલે તેઓ ચાર્જ વસૂલ કરે છે.પોલીસના કહેવા પ્રમાણે શોર્ટ કટ્ટથી રૂપિયા કમાવવા માટે આ શખ્સો સેમ્પલ અન્ય વ્યક્તિનું લેતા હતા. જ્યારે ડોક્યુમેન્ટ અન્ય વ્યક્તિના રાખતા હતા. આથી આ શખ્સો જ્યારે કોઇને નેગેટીવ રિપોર્ટની જરૂરિયાત હોય ત્યારે તેઓ પાસેથી રૂપિયા વધારે વસૂલ કરે છે.
છેતરપિંડી કરીને જેઓ નેગેટીવ હોય તેવા વ્યક્તિના સેમ્પલ લેબોલેટરીને મોકલે છે. હાલ પોલીસે આ શખ્સોએ અત્યાર સુધીમાં કેટલા આવા રિપોર્ટ કાઢ્યા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે સાથે સાથે લેબોલેટરી સંચાલકો સરકારની એસઓપીને આધારે તમામ નિયમોનું ચુસ્ત પાલન થાય તે રીતે રિપોર્ટ કાઢવામાં આવે તેવી ડ્રાઇવ પણ ચલાવવામાં આવશે. હાલ તો પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. આ બંને શખ્સો છેલ્લા કેટલા સમયથી આ પ્રકારનું કૌભાંડ ચલાવતા હતા અને લેબોરેટરીના કોઈ સંચાલકો જોડાયેલા છે કે નહીં તે સહિતના દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે