આ મોત નથી હત્યા છે! ગુજરાત સરકાર વિકાસનો જશ લે છે, તો દુર્ઘટનાની જવાબદારી કેમ નહિ

Rajkot Fire Tragedy : ગેમઝોનમાં આગની ઘટના બાદ મુખ્યમંત્રી રાજકોટ પહોંચ્યા, ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને મેળવી માહિતી, પરંતું સરકારનું આ મૌન ક્યાં સુધી ચાલ્યા કરશે 
 

આ મોત નથી હત્યા છે! ગુજરાત સરકાર વિકાસનો જશ લે છે, તો દુર્ઘટનાની જવાબદારી કેમ નહિ

Rajkot Gamezone Fire Updates : દર વખતે આવું જ થાય છે. દુર્ઘટના બને છે, મુખ્યમંત્રી અને સરકારના નેતાઓ આવીને સાંત્વના આપે છે, મૃતકો માટે શ્રદ્ધાંજલિ આપે છે, સહાયની જાહેરાત કરે છે, તપાસના નાટક થાય છે, બે-ચાર લોકોની અટકાય થાય છે, પછી એ લોકો જામીન પર છૂટી જાય છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાક વર્ષોથી થઈ રહેલી દરેક મોટી કરુણાંતિકાની આ જ પેટર્ન રહી છે. ગુજરાતની ગોઝારી ઘટનાઓનું લિસ્ટ લાંબું છે, પરંતુ સવાલ એ છે કે દરેક મોટી દુર્ઘટનાના પિક્ચરમાં ગુજરાત જ કેમ હોય છે. દરેક મોટી કરુણાંતિકામાં ગુજરાતના જ કેમ થાય છે. અમે છેલ્લા પાંચ વર્ષની દુર્ઘટનાઓનુ લિસ્ટ કાઢ્યુ તો મોતનો આંકડો ચોંકાવનારો છે. પરંતું જનતા જાણવા માંગે છે કે બસ, હવે આ બધું ક્યાં જઈને અટકશે. શું 30 વર્ષથી શાસન કરતી સરકાર માત્ર શ્રદ્ધાંજલિ આપવા માટે જ છે. સરકાર આવી ઘટનાઓને રોકવા માટે કંઈ નહિ કરે. આ મોત નથી હત્યા છે! ગુજરાત સરકાર જો વિકાસનો જશ લે છે, તો દુર્ઘટનાની જવાબદારી કેમ નહિ. 

શું સરકાર, નેતાઓ કે સરકારી અધિકારીઓની કોઈ જવાબદારી નથી
ગુજરાત છે, આવું તો ચાલ્યા કરશે, તમે માત્ર મોતનો તમાશો જુઓ. ગુજરાતનીઓની નસીબમાં માત્ર આટલું જ આવે છે. આજે ફરી ગુજરાત મૌન છે અને નેતાઓ ચૂપ છે. સરકાર માટે મોતના તમાશા જોયા કરે છે. આ દુર્ઘટનાઓ અનેક સવાલો ઉભા કરી ચૂકી છે, પરંતુ તેના જવાબ ક્યાંય મળતા નથી. આરોપીઓ હંમેશા સંચાલક હોય છે, પરંતુ શું સરકાર, નેતાઓ કે સરકારી અધિકારીઓની કોઈ જવાબદારી નથી. સરકાર આપે જવાબ કે, કેમ આ ઘટનાઓની સરકાર જવાબદારી લેતી નથી. શું સરકાર માત્ર શ્રદ્ધાંજલિ આપવા માટે જ છે.

ગુજરાતમાં આગની ગોઝારી ઘટનાઓ 

  • 2 જાન્યુઆરી, 2018 - વડોદરા GIDC, ખાતર ફેક્ટટરીમાં આગ-4ના મોત
  • 12 ફેબ્રુઆરી, 2018 - નવસારીના વિજલપોર પાસે મકાનમાં આગ- 2ના મોત
  • 29 નવેમ્બર, 2018 - વડોદરાની કોયલી ફેક્ટરીમાં આગ-3ના મોત
  • 15 ફેબ્રુઆરી, 2019 - અંકલેશ્વરની GIDC, ફાર્મા યુનિટમાં વિસ્ફોટ- 3ના મોત
  • 24 મે, 2019 - સુરતમાં તક્ષશીલા કોચિંગ સેન્ટરમાં આગ- 22ના મોત
  • 10 ડિસેમ્બર, 2019 - વડોદરા વાઘોડિયા પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ- 8ના મોત
  • 6 ઓગસ્ટ, 2020 - અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ-8ના મોત
  • 27 નવેમ્બર, 2020 - રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ- 5ના મોત
  • 24 મે, 2024 - રાજકોટનું TRP ગેમઝોનમાં આગ, અનેક મોત 

મોત માંગતી ગરમી! ગુજરાતના એક શહેરમાં ગરમી હાહાકાર, 8 દિવસમાં 33 લોકોના મોત

તંત્રના પાપે ગુજરાતમાં મોતનો ખેલ! 

  • 24 મે, 2019 - સુરતના તક્ષશીલા કોચિંગ સેન્ટરમાં આગ- 22 બાળકના મોત
  • 14 જુલાઈ, 2019 - કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં ચકડોળ તુટ્યુ- 2ના મોત 
  • 30 સપ્ટેમ્બર, 2022 - મોરબી પુલ તુટી જવાની ગોઝારી ઘટના- 135ના મોત 
  • 15 એપ્રિલ, 2023 - બનાસકાંઠામાં બાળકોની હોસ્પિટલમાં આગ
  • 18 જાન્યુઆરી, 2024 - વડોદરા હરણી બોટકાંડ- 14ના મોત

શું સાંત્વનાથી કામ ચાલી જશે સરકાર?
રાજકોટ TRP ગેમઝોનના અગ્નિકાંડમાં 28 લોકોના મોત થયા છે. હજી પણ કાળમાળ નીચેથી લાશો મળી રહી છે. અનેક લોકો લાપતા છે. જિજ્ઞાબા જાડેજાના પુત્રી દેવિકાબાએ કહ્યું કે, અમારા પરિવારના 10 લોકો ગયા હતા. 5 લોકો બચી ગયા અને 5 લોકો લાપતા છે. દેવિકાબા જાડેજાએ કહ્યું, અંદર વેલ્ડીંગ કામ ચાલુ હતું અને અચાનક જ બ્લાસ્ટ થયો. TRP ગેમ ઝોનના કર્મચારીઓ કુંદી કૂદી ભાગ્યા હતા. બે દિવસ પહેલા પણ આવી આગ લાગી હતી પણ ફાયર ઇન્સ્ટિગ્યુશર થી આગ ઓળવિ દીધી હોવાથી જાહેર કરી નહોતી. ત્યારે આજે સવારે રાજકોટ પહોંચેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગીરીરાજ હોસ્પિટલમાં ઘાયલ જીગનાબા જાડેજા સાથે વાત કરી હતી. મુખ્યમંત્રીએ ઘાયલ જીગનાબા અને સાંત્વના આપી હતી. પણ શું સાંત્વનાથી કામ ચાલી જશે સરકાર?

 

ગુજરાત માં બનેલી ગોઝારી ઘટનામાં ઉચ્ચસ્તરીય કમિટીને આપવા આવ્યા તપાસના આદેશ કરાયા. એક બાજુ લોકો ના જીવ ગયા, પરંતુ તપાસ કાગળ પર રહી ગઈ. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે કોઈ ચમરબંધી ને છોડવામાં નહિ આવે. પરંતુ કોઈ ચમરબંધી પકડ્યા જ નહીં પરંતુ નાના માણસોને પકડી સંતોષ માન્યો. આવી કેટલીક ગોઝારી ઘટનાઓ છે. થોડા દિવસોમાં લોકો બધુ ભૂલી જશે. પાછું બધું પૂર્વરત થઈ જશે જે પરિવારજનો પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમનું રુદન ત્યાંનું ત્યાજ રહી જાય છે. 

વડોદરા હરણી લેક ઝોન બોટ દુર્ઘટનામાં હજી તપાસના નાટક 
બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા હતા. વડોદરા પોલીસે બોટ કાંડમાં 19 લોકોની ધરપકડ કરી હતી. પરેશ શાહ, વત્સલ શાહ, નિલેશ જૈન, બિનિત કોટિયા સહિત 19 લોકોની ધરપકડ કરી હતી. 19 માંથી 15 આરોપીઓને તાજેતરમાં કોર્ટે જામીન આપ્યા છે. 4 આરોપી હજી પણ જેલના સળિયા પાછળ છે. પરેશ શાહ, વત્સલ શાહ, નિલેશ જૈન અને બોટ ડ્રાઇવરને હજી જામીન નથી મળ્યા. પાલિકાના મ્યુની કમિશ્નરે બોટ કાંડમાં 9 અધિકારીઓને નોટિસ આપી છે. 3 અધિકારીઓ સામે ખાતાકીય તપાસ ચાલી રહી છે. 1 અધિકારીને સસ્પેન્ડ કર્યા, 1 કોન્ટ્રાક્ટના અધિકારીને ટર્મિનેટ કર્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news