રાજકોટ: ફુગ્ગા વેચનાર ફેરિયાની લારીમાં થયો બ્લાસ્ટ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત

રાજકોટના સરદાર નગર વિસ્તારમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી રહી હતી. અનેક જગ્યા પર નાતાલની ઉજવણી કરવામાં આવતા મોટી સંખ્યામાં ફેરિયાઓ દ્વારા ફુગ્ગાઓ લઇને ઉજવણીમાં વેપાર કરવા માટે આવ્યા હતા. ત્યારે આ ફેરિયાની લારીમાં બ્લાસ્ટ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ હોવાથી બ્લાસ્ટ થતા લોકોમાં નાસભાગ મચી હતી. 
રાજકોટ: ફુગ્ગા વેચનાર ફેરિયાની લારીમાં થયો બ્લાસ્ટ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત

સત્યમ હંસોરા/રાજકોટ: રાજકોટના સરદાર નગર વિસ્તારમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી રહી હતી. અનેક જગ્યા પર નાતાલની ઉજવણી કરવામાં આવતા મોટી સંખ્યામાં ફેરિયાઓ દ્વારા ફુગ્ગાઓ લઇને ઉજવણીમાં વેપાર કરવા માટે આવ્યા હતા. ત્યારે આ ફેરિયાની લારીમાં બ્લાસ્ટ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ હોવાથી બ્લાસ્ટ થતા લોકોમાં નાસભાગ મચી હતી. 

બ્લાસ્ટ થતા મોટી સંખ્યમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટ થચા આશરે ત્રણ લોકોને ઇજા પહોંચી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે ઇજાગ્રસ્તોને વહેલી તકે નજીકની હોસ્પિટલમાં સારવાર લેવા માટે ખસેડવામાં આવ્યા છે.

rajkot-Blast

(બ્લસ્ટ થયો તે પહેલાની તસવીર)

ફુગ્ગા વેચનારા ફેરિયાની લારીમાં આશરે એક હજાર જેટલા ફુગ્ગાઓ હોવાથી અગમ્ય કરાણ સર બ્લાસ્ટ થયો હતો. મહત્વનું છે, કે આ ફુગ્ગાઓમાં ગેસ ભરમાં આવ્યો હતો. અને એક સાથે હજાર જેટલા ફુગ્ગાઓમાં બ્લસ્ટ થતા જોરદાર અવાજ આવ્યો હતો. લોકોએ ચોકીને દોડધામ કરી દીધી હતી. મોબાઇલની દુકાનની બહાર ફેરિયા દ્વારા ફુગ્ગા વેચવામાં આવી રહ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news