ગણેશોત્સવને ઈકો ફ્રેન્ડલી બનાવવા રાષ્ટ્રીય ગૌ આયોગ ગોબરમાંથી શ્રીજી બનાવ્યા
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :આગામી સમયમાં હવે ગણેશ ઉત્સવનો તહેવાર નજીક આવી રહ્યો છે. બીજી તરફ આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનો ઉપયોગ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આહવાન કર્યું છે. પ્રધાનમંત્રીના આ આહવાનને ધ્યાને રાખી રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા સમગ્ર દેશમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો ઉપયોગ થાય તે માટે ગાયના ગોબરમાંથી બનતી ગણેશ મૂર્તિનો ઉપયોગ કરવા અભિયાન શરૂ કર્યું છે.
ચૂંટણીપંચનો ખુલાસો, ગુજરાતની 8 બેઠકની પેટાચૂંટણી મોકૂફ નહિ કરાય
રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડોકટર વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું કે, દેશભરમાં ગાયના ગોબરથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી ગણેશજી માટે રાષ્ટ્રીય ગૌ આયોગ દ્વારા ખાસ કેમ્પઈન શરૂ કરવામાં આવ્યું છે. ગણેશજીની પ્રતિમા સ્થાપન સાથે ગણેશોત્સવ મનાવવા દેશવાસીઓને આયોગે પહેલ કરી છે. ગોબરમાંથી બનાવવામાં આવતા ગણેશજીની મૂર્તિથી ગૌશાળાઓ સ્વાવલંબી બનશે. લોકોને રોજગારી મળશે. સાથે જ પર્યાવરણની રક્ષા પણ થશે.
ઉલ્લેખનિય છે કે, આ મૂર્તિ વાપરવાથી ગ્રીન ઇન્ડિયા, ક્લિન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને ક્રીમ ઇન્ડિયાના તમામ સૂત્રો સાકાર થવાનો દાવો પણ રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડોકટર વલ્લભ કથીરિયાએ કર્યો છે.
ગણેશજીની પ્રતિમા સ્થાપન સાથે ગણેશોત્સવ મનાવવા દેશવાસીઓને અપીલ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત સ્વપ્નને સાકાર કરવા ગૌશાળાની સ્વાવલંબી બનાવવા અભિયાનમાં જોડાવા અપીલ કરાઈ છે. ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ઉપયોગ કરી પર્યાવરણની રક્ષા કરીએ. નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં પણ ઇકોફ્રેન્ડલી મૂર્તિનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે