કોરોનાને કારણે બેરોજગાર બનેલા બેન્ડવાજા, બગીવાળા અને સાઉન્ડ સિસ્ટમ સાથે સંકળાયેલા લોકોની રેલી
લૉકડાઉન બાદ સંપૂર્ણ રીતે બેરોજગાર બનેલા બેન્ડવાળા, બગીવાળા, સાઉન્ડ વાળા સહિત અનેક નાના વ્યવસાયકારીઓએ આજે સુરતમાં અઠવાગેટ વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી છે.
Trending Photos
તેજસ મોદી, સુરતઃ કોરોના વાયરસને કારણે અનેક ક્ષેત્રના લોકોના રોજગાર પર ખરાબ અસર પડી છે. તો લૉકડાઉન બાદ પણ હજુ સુધી અનેક ક્ષેત્રોમાં ધંધા-રોજગાર સંપૂર્ણ રીતે શરૂ થઈ શક્યા નથી. તો લગ્ન પ્રસંગોમાં પણ અનેક નિયમોનું પાલન કરવું પડી રહ્યું છે. તેવામાં લોકો કોરોના કાળમાં સાદાઈથી સમારહો કરી રહ્યાં છે. ત્યારે બેન્ડબાજા વાળા, બગીવાળા તથા સાઉન્ડ સિસ્ટમના વ્યવસાય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની રોજગારી સામે સંકટ ઉભુ થયું છે. સુરતમાં બેરોજગાર બનેલા બેન્ડવાળા, બગીવાળા અને સાઉન્ડ સિસ્ટમ સાથે સંકળાયેલા લોકોએ રેલી કાઢી હતી.
લૉકડાઉન બાદ સંપૂર્ણ રીતે બેરોજગાર બનેલા બેન્ડવાળા, બગીવાળા, સાઉન્ડ વાળા સહિત અનેક નાના વ્યવસાયકારીઓએ આજે સુરતમાં અઠવાગેટ વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી છે. આ રેલીમાં અનેક બગીવાળા અને બેન્ડવાળાઓ પોતાના વ્યવસાયના સાધનો સાથે જોડાયા હતા. હાથમાં બેરોજગારીના બેનર લઈ નીકળેલી રેલીમાં સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી લાચાર વ્યવસાય કારોબારીઓએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. જોકે, આ રેલીને ઉમરા પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી અને કલેક્ટર કચેરી બહારથી જ પરત લઈ જવા સૂચના આપવામાં આવી હતી. જેથી બગી અને ઢોલ વગેરે પરત રવાના કરી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.
તાપીવાસીઓને લાગે છે કે કોરોના અસ્તિત્વમાં જ નથી, લગ્નમાં ભીડનો વધુ એક વીડિયો વાયરલ થયો
ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું હતું કે, આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં મોટાભાગે બીજુ કોઈ કામ ન કરી શકે તેવા છે. તે લોકો એટલા એજ્યુકેટ પણ નથી કે બીજા કોઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી શકે. ઘણા લોકોએ લોન લઈને ધંધો શરૂ કર્યો હોય છે. જેમને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. આવા માહોલમાં જો સરકાર અમને આંશિક રાહત આપે તો જીવન ગુજારી શકાય તેમ છે. કેટરિંગ, મંડપ, લાઈટ, LED આર્ટીસ્ટ , ઇવેન્ટ મેનેજર, સાઉંન્ડ, લાઈટીંગ, હોટેલ, બેન્કવેટ તથા ફોટોગ્રાફર અસોસીએશનના સુરત તેમજ સાઉથ ગુજરાતના મેમ્બરો છે. જેને ગત પ્રથમ લોકડાઉનથી અત્યાર સુધીમાં અંદાજે 1200 કરોડ રૂપિયાનું નુકશાન થયેલ છે.
આ બાબતે આપ કલેક્ટર કચેરી તેમજ સરકારને વાંરવાર રજૂઆત પછી પણ આ વેડિંગ અને ઈવેન્ટ ઇન્ડસ્ટ્રી પ્રત્યે સરકારની રહેમ દ્રષ્ટી પ્રાપ્ત થઇ નથી. આ ઇન્ડસ્ટ્રીના અસંખ્ય લોકોએ આજીવિકા ગુમાવી છે અને ધંધાર્થીઓને પણ સતત નુકશાન થઇ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે