રામ મંદિર નિધિ સમર્પણ અભિયાન: રામ મંદિર માટે ગણત્રીના દિવસોમાં 100 કરોડનું દાન
Trending Photos
* ગોવિંદ ધોળકિયાએ 11 કરોડ તો મુખ્યમંત્રી રૂપાણીએ 5 લાખ રૂપિયાનું દાન કર્યું
અમિત રાજપુત/અમદાવાદ : શ્રી રામ જન્મ ભુમિ તિર્થ ક્ષેત્રના નિધી અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી પ્રથમ તબક્કામા ૧૦૦ કરોડ રૂપિયાની નિધી સમર્પણ થયું છે. ત્યારે ૩૧ જાન્યુઆરીથી બીજા તબક્કાનું અભિયાન વિશ્વ હિન્દુ પરિષદ કરવા જઇ રહી છે. હવે વિહીપ લોકોના ઘર ઘર સુધી જઇ સમર્પણ નિધી એકત્ર કરશે. પ્રચાર પ્રસાર પણ વધારે જોરશોરથી કરાશે.
ગુજરાત શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ દ્વારા હવેથી બીજા તબક્કાનું સમર્પણ નિધી અભિયાન શરૂ થશે. ૧૫ જાન્યુઆરીથી ૨૭ ફેબ્રુઆરી સુધી ચાલનાર શ્રી રામ જન્મ ભુમિ તિર્થક્ષત્રના નિધી સમર્પણ અભિયાન અંતર્ગત બીજા તબક્કા વિશ્વ હિન્દુ પરિષદ તથા સંઘ અને વિચાર સંસ્થાઓના કાર્યકર્તાઓ હવે ઘરે ઘરે સંપર્ક કરી પ્રત્યેક હિન્દુને મંદિર નિર્માણ કાર્ય સાથે જોડવાના છે. અત્યાર સુધી પ્રથમ તબક્કામાં ૧૦૦ કરોડની રકમ સમર્પણ નિધીમા આવી છે.
હવે વિહિપ જશે દ્વારે દ્વારે રૂપિયા ૧૦, ૧૦૦ અને ૧૦૦૦ ની પાવતી દ્વારા ગુજરાતના ૧૮૫૫૬ ગામોમાં પ્રત્યેક ઘર સુધી પહોંચવાનો સંકલ્પ કરાયો છે. બીજા તબક્કાનું અભિયાન ૩૧ જાન્યુઆરીથી શરૂ થશે અને ૨૭ ફેબ્રુઆરી સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં તમામ વર્ગના લોકોએ રામ જન્મ તિર્થ ભુમિ ક્ષેત્ર માટે નિધી સમર્પણમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. બીજી તબક્કામાં લાખો કાર્યકર્તા જશે પરંતુ સાથે મહિલાઓ પણ ડોર ટુ ડોર જઇ નિધી સમર્પણમાં લોકોને હિસ્સેદારી કરાવશે. એક અંદાજ મુજબ હજુ ૧૦૦ કરોડ રૂપિયા ફંડ મળી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે