મહીસાગર : રેપ વિથ મર્ડર કેસનો આરોપી પકડાયો, વૃદ્ધાએ એક મહિના પહેલા ઠપકો આપ્યો હતો તેનો બદલો લીધો

મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરના ગોલવાડ વિસ્તારમાં 67 વર્ષની નિરાધાર વૃદ્ધાની હત્યા કરી, વૃદ્ધા પર બળાત્કાર ગુજારી તથા લૂંટ ચલાવવાના સમગ્ર પંથકમાં ચર્ચા ચકચારી ધૃણાસ્પદ ગુનાના આરોપી ૨૨ વર્ષીય નરાધમ યુવકને ગણતરીના કલાકોમા મહીસાગર એલસીબી, એસ.ઓ.જી તેમજ બાલાસિનોર પોલીસે ઝડપી પાડ્યો છે.
મહીસાગર : રેપ વિથ મર્ડર કેસનો આરોપી પકડાયો, વૃદ્ધાએ એક મહિના પહેલા ઠપકો આપ્યો હતો તેનો બદલો લીધો

અલ્પેશ સુથાર/મહીસાગર :મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરના ગોલવાડ વિસ્તારમાં 67 વર્ષની નિરાધાર વૃદ્ધાની હત્યા કરી, વૃદ્ધા પર બળાત્કાર ગુજારી તથા લૂંટ ચલાવવાના સમગ્ર પંથકમાં ચર્ચા ચકચારી ધૃણાસ્પદ ગુનાના આરોપી ૨૨ વર્ષીય નરાધમ યુવકને ગણતરીના કલાકોમા મહીસાગર એલસીબી, એસ.ઓ.જી તેમજ બાલાસિનોર પોલીસે ઝડપી પાડ્યો છે.

ગુજરાતનું સૌથી મોટું બીટકોઈન કૌભાંડ આ સુંદર મહિલાને કારણે આજે ફરી એકવાર ચર્ચામાં આવ્યું 

બે દિવસ અગાઉ બનેલા આ અતિ ગંભીર અને ચર્ચાસ્પદ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પંચમહાલ-ગોધરા રેન્જ વડા મનોજ શશીધરન તથા પોલીસ અધિક્ષક ઉષા રાડાએ આરોપીને તાત્કાલિક શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. મહીસાગર જિલ્લા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ દિશામાં જૂદા-જૂદા મુદ્દા ઉપર ચોક્કસ દિશામાં તપાસ કરવા કામગીરી હાથ ધરાઈ હતી. વૃદ્ધા નિયમિત મંદિરમાં જઇ ભગવાનની પૂજાપાઠ કરી પોતાનું જીવન આધ્યાત્મિક રીતે પસાર કરી રહેલા અને એકલવાયુ જીવન જીવતા હતા. તેઓ મહોલ્લામાં ટિફીન બનાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેઓ એકલા રહેતા હોઇ આ વાતનો ફાયદો ઉઠાવી રાત્રિના સમયે નરાધમ આરોપી તેમના ઘરમાં
ઘૂસ્યો હતો. તેણે પહેલા તો વૃદ્ધાનું ગળુ દબાવી તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં તેણે ઘરમાંથી દાગીના તથા મોબાઇલની લૂંટ ચલાવી હતી. અંતે તેણે વૃદ્ધાને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ અંગે બાલાસિનોર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. સ્થાનિક રહીશોની પૂછપરછમાં મૃતક વૃદ્ધા તેમના પડોશીના ઘરે તેમના રોજના કામ મુજબ રસોઇ કામ માટે ગયા ના હતા. તેઓએ તેમને મોબાઇલ ઉપર સંપર્ક કરતા તેઓનો ફોન બંધ આવતો હતો. તેથી તેઓએ ઘરમાં આવીને તપાસ કરી હતી, તો વૃદ્ધા નિર્વસ્ત્ર હાલતમાં જમીન પર મૃત પડ્યા હતા. 

એલ.સી.બી. ટીમ દ્વારા ગુના સંદર્ભે આસપાસમાં અવરજવરના રોડ પર સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આરોપી આજુબાજુના વિસ્તારની રેકી કરતો દેખાયો હતો. પોતાના બચાવ માટે તેણે મદન મોહનજી મંદિરના વૃદ્ધાની ઘર સાઇડના વ્યુનો કેમેરો તોડી નાંખ્યો હતો. સીસીટીવી ચેકિંગમાં આ વ્યક્તિની શંકાસ્પદ હરકત મળી આવી હતી. પોલીસે કેટલાક સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરી હતી. જેમાં તેઓએ આ શખ્સને ઓળખી બતાવ્યો હતો. 

આ વ્યક્તિ ગોલવાડ વિસ્તારમાં રહેતો ગુલામ મોયુદ્દિન ઇકબાલ શેખ હોવાનું જાણવા મળ્યું હતું. મહીસાગર એલસીબી, એસઓજીને આ મજબૂત કડી હાથ લાગી જતા આરોપીની તપાસ કરી હતી. સઘન પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ભોગ બનનાર વૃદ્ધાએ આ આરોપીને પોતાની સામે ખરાબ નજરે જોતા એકાદ મહિના અગાઉ તેને ઠપકો આપ્યો હતો. જે વાતનો રંજ રાખી ગુલામ મોયુદ્દીને આયોજનપૂર્વક પ્લાન બનાવ્યો હતો. તેણે વરસાદની ઋતુનો લાભ લઇ પાણી પીવું છે તેવુ કહી ઘરમાં ઘૂસ્યો હતો. તેણે પહેલા તો વૃદ્ધાનું ગળુ દબાવી બેરહમીથી હત્યા કરી હતી. બાદમાં વૃદ્ધા ઉપર બળાત્કાર ગુજારી અને વૃદ્ધાના ઘરમાં ઉપરના માળે તિજોરીમાં રાખેલ સર-સામાન વેર વિખેર કરી નાંખ્યો હતો. વૃદ્ઘાનો ફોન
તથા દાગીના લઇને આ હવસખોર પલાયન થઇ ગયો હતો. પોલીસે આરોપી ગુલામની નિશાળ ચોકમાંથી અટકકાયત કરી હતી અને તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news