અમદાવાદઃ લગ્નની લાલચ આપી યુવતી પર આચર્યુ દુષ્કર્મ, પોલીસે કરી આરોપીની ધરપકડ

કેરેલા પહોંચ્યા બાદ હવે નંદુના માતા-પિતા સાથે મુલાકાત બાદ યુવતીને થયું કે, હવે મારી સાતે લગ્ન કરી લેશે. 

 અમદાવાદઃ લગ્નની લાલચ આપી યુવતી પર આચર્યુ દુષ્કર્મ, પોલીસે કરી આરોપીની ધરપકડ

જાવેદ સૈયદ/અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં રહેતી અને સ્પામાં કામ કરતી એક યુવતીએ તેના જ પ્રેમી  દ્વારા લગ્નની લાલચ આપીને વારંવાર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં એલીસબ્રીજ પોલીસે  આરોપી પ્રેમીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ઘટનાની પ્રાપ્ત માહિતી પ્રમાણે મૂળ ગાંધીનગરમાં રહેલી અને અમદાવાદમાં એક સ્પામાં કામ કરતી યુવતીનો  થોડા સમય પહેલા વિજય ચાર રસ્તા પાસે આવેલા એક સ્પામા માલિક આનંદ નંદુ સાથે તેનો પરિચય થયો  હતો. આરોપી ચંદુએ યુવતીને પોતાના સ્પામાં નોકરી આપવાની કહ્યું અને સારો પગાર આપવાની વાત કરી  હતી. ત્યારબાદ આ યુવતી તેના સ્પામાં કામ કરવા લાગી હતી. આ દરમિયાન આરોપી નંદુને યુવતી સાથે પ્રેમ  થયો અને બંન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. નંદુ યુવતીને પોતાના માતા-પિતા પાસે કેરેલા લઈ ગયો અને  બંન્ને આઠ દિવસ ત્યાં રહ્યાં હતા. 

કેરેલા પહોંચ્યા બાદ હવે નંદુના માતા-પિતા સાથે મુલાકાત બાદ યુવતીને થયું કે, હવે મારી સાતે લગ્ન કરી લેશે.  જેથી યુવતીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. કેરેલા રહ્યાં બાદ બંન્ને અમદાવાદ પરત આવી ગયા હતા.  ત્યારબાદ નંદુએ તે યુવતીને સ્પામાં બીજા યુવક સાથે સંબંધ બાંધવા કહ્યું ત્યારે યુવતીએ ના પાડી દીધી હતી.  ત્યારબાદ યુવતી પોતાના ઘરે પરત ફરી અને આ તમામ ઘટના તેમના માતા-પિતાને કહી હતી. યુવતીના  પરિવારજનોએ એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની  કાર્યવાહી હાથ ધરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news