રાજકોટ : 8 વર્ષની બાળકીને પીંખનાર નરાધમ પકડાયો, 22 વર્ષના હરદેવે મોબાઈલ ટોર્ચથી પોતાની હવસ સંતોષી હતી
Trending Photos
રાજકોટ :રાજકોટ (Rajkot) માં 8 વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનારો નરાધમ (Rapist) પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે. ભારતનગર વિસ્તારમાં રહેતો 22 વર્ષીય હરદેવ માંગરોળિયાએ આઠ વર્ષની બાળકી સાથે નીચ કૃત્ય આચર્યું હતું. દુષ્કર્મ કાંડ (RIP Humanity) બાદ રાજકોટ પોલીસે અલગ-અલગ 10 ટીમો બનાવી હતી. 20થી વધુ શકમંદોની પૂછપરછ કરી હતી. આજે રાજકોટ પોલીસ નરાધમ યુવકનો મેડિકલ ટેસ્ટ કરાવશે. પોલીસ પત્રકાર પરિષદ યોજીને આરોપી અંગે વિગતો જાહેર કરશે.
કુકર્મ આચર્યા બાદ રેતી પર સૂઈ ગયો હતો નરાધમ
બાળકી સાથે જ્યારે તેણે કુકર્મ આચર્યું ત્યારે તે નશામાં ધૂત હતો. તેણે બાળકી સાથે અત્યાચાર કર્યા બાદ તેને જાહેર માર્ગ પર છોડી દીધી હતી. જેના બાદ તે નશામાં હોવાથી માંડ પચ્ચીસેક મીટર સુધી જઈ શક્યો હતો. નશામાં ધૂત હોવાથી તે રેતીના ઢગલા પર જઈને સૂઈ ગયો હતો. તેથી જ પોલીસે તેણે સૂતેલી અવસ્થામાં જ પકડી પાડ્યો હતો.
મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને નરાધમે પોતાની હવસ પૂરી કરી હતી
આ નરાધમ બાળકી તેના પરિવાર સાથે જે ગોદડામાં સૂતી હતી, તે જ ગોદડામાં ઉઠાવીને લઈ આવ્યો હતો. બાળકીને તેણે જ્યારે ઉઠાવી હતી ત્યારે તે ભર નિંદરમાં હતા. પરંતુ નરાધમે તેને ગોદડા સાથે નીચે પટક્યા બાદ તેની આંખ ખૂલી હતી. ત્યારે તે બૂમો ન પાડે એટલે બાળકીના મોઢા પર ગોદડાનો ડૂમો કર્યો હતો. બાદમાં તેણે બાળકીને ચાકૂ બતાવીને કહ્યું હતું કે, જો તે અવાજ કરશે તો તેને મારી નાંખશે. આમ, ડરી ગયેલી બાળકી ચૂપ થઈ ગઈ હતી, અને નરાધમે મોબાઈલ ફોનની ટોર્ચ કઢીને પોતાની હવસ બૂઝવી હતી.
આરોપીને પકડવા માટે રાજકોટ પોલીસે આકાશપાતાળ એક કરી નાંખ્યા હતા. આરોપીને પકડવા રાજકોટ પોલીસની અલગ અલગ 10 ટીમો કામે લાગી હતી. 20થી વધુ શકમંદોની પૂછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર દેશમાં હૈદરાબાદ (Hyderabad Horror) નો પ્રિયંકા રેડ્ડી હત્યાકાંડ કેસથી દેશભરના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો તેના માટે ન્યાય (justice for priyanaka reddy) માંગીને નરાધમોને સજા કરવાની અપીલ કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે