રાજ્યભરમાં રાશન કાર્ડ KYCની માથાકૂટ, લોકોની લાગે છે લાંબી લાઈનો, રાત્રે પણ ચાલે છે કામગીરી
રાશન કાર્ડ માટે KYC ફરજીયાત કરવામાં આવ્યું તો લોકો નવી મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. હવે KYC કરાવવા માટે સરકારી કચેરીઓમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે.
Trending Photos
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં રાશન કાર્ડમાં KYCની મગજમારી ચાલી રહી છે. દરેક શહેર અને ગામડામાં લાઈનો લાગેલી છે. KYC માટે લોકો હેરાન થઈ રહ્યા છે. કલાકોની લાઈનોમાં ઉભા રહીને પણ કામ થતું નથી...ખાસ નોકરિયાત વર્ગના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આણંદમાં તંત્રએ એવું કામ કર્યું છે જેનાથી લોકોને ભારે રાહત થઈ રહી છે. આણંદમાં KYC માટે તંત્રએ શું આવકારદાયક કામ કર્યું છે..શું કર્યું કામ?... જુઓ આ અહેવાલમાં....
સમગ્ર ગુજરાતમાં રાશન કાર્ડમાં KYC માટે ભારે મગજમારી ચાલી રહી છે. લોકો લાઈનમાં છે અને સરકારનું વહીવટી તંત્ર સર્વર ડાઉન હોવાનું કહી રહ્યું છે.જેના કારણે લોકોને આખો દિવસ લાઈનમાં ઉભા રહ્યા બાદ જ્યારે નંબર આવે ત્યારે પણ હાથ લાગે છે માત્ર નિરાશા..જેના કારણે લોકોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે આણંદના બોરસદમાં જે કામ મામલતદાર કચેરીએ કર્યું છે તેને લોકો આવકારદાયક છે. અહીં દિવસ દરમિયાન KYCની કામગીરી ચાલી રહી છે. જેમાં લોકોની ભારે ભીડ હોય છે. પરંતુ દિવસ દરમિયાન નોકરી ધંધે અને ખેત મંજૂરી માટે જતા લોકો હેરાન થતાં હતા...તો કેટલાક ગ્રામ્ય વિસ્તારના લોકોને મોબાઈલમાં E-KYC કરવાનું ફાવતું નથી...ત્યારે અહીં ખાસ રાત્રી દરમિયાન કામગીરી કરવામાં આવે છે.
પુરવઠા વિભાગે બોરસદ શહેરના 11 પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારો પર KYCની કામગીરી ચાલી રહી છે. ગ્રાહક ભંડારો દ્વારા રાતના સમયે અલગ અલગ વિસ્તારની સોસાયટીઓમાં જઈને રાત્રી કેમ્પ કરવામાં આવે છે. અને લોકોને સ્થળ પર જ KYCની કામગીરી કરી આપવામાં આવે છે. જેના કારણે લોકોમાં જોરદાર ખુશી જોવા મળી રહી છે. દિવસ દરમિયાન નોકરી ધંધો કરતાં લોકોને મોટી રાહત થઈ છે.
જો આ પ્રકારની કામગીરી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવે તો લોકોને હાલ જે સમસ્યા પડી રહી છે તેમાંથી મુક્તિ મળે...કારણ કે દિવસ દરમિયાન સર્વર પર વધારે ટ્રાફિક રહેતો હોવાને કારણે સર્વર ડાઉન થઈ જાય છે પરંતુ જો રાત્રે કામગીરી પણ ચાલુ રાખવામાં આવે તો કોઈના ધંધા રોજગાર ન બગડે અને કામગીરી પણ થઈ જાય છે..જોવાનું રહ્યું કે આણંદના બોરસદની માફક અન્ય ક્યાં આવી કામગીરી શરૂ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે