બહાદુરીનું બીજુ નામ એટલે CRPF ની મહિલા બટાલિયન, ગણતંત્ર દિવસ પર સલામ છે આ વિરાંગનાઓને....
Trending Photos
- કોઇપણ સૈનિક માટે તેમના હથિયારો પણ જરૂરી હોય છે. ઈન્સાસ, એલએમજી કે પિસ્તલ જેવા ઘાતક હથિયારો પર પણ આ જાંબાજ મહિલા જવાનો સરળતાથી હાથ અજમાવતી જોવા મળે છે
- દેશની આંતરિક સુરક્ષા માટે ખડેપગે તૈયાર રહેતી આ મહિલાઓને પોતાની ફરજ અને પરિવાર એ બંને વચ્ચે તાળમેલ રાખવાનો હોય છે. જે ખૂબ જ પડકારજનક રહેતુ હોય છે
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ભારત દેશ ઉલ્લાસભેર પોતાનો 72 મો પ્રજાસત્તાક દિન (India Republic Day) ઉજવી રહ્યો છે. તમામ દેશવાસીઓમાં આ દિવસને લઇને ભારે ઉત્સાહ રહે છે. દેશની આન બાન અને શાન માટે દેશની ત્રણેય સેના ઉપરાંત વિવિધ અર્ધ લશ્કરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓ દિવસ રાત સતર્ક રહેતી હોય છે. દેશની સુરક્ષા અને આંતરિક પરિબળો સામે બાથ ભીડવા દરેક સુરક્ષા દળોની અલગ અલગ જવાબદારી અને ભૂમિકા છે. ત્યારે પ્રજાસત્તાક દિનના આ પર્વએ ઝી 24 કલાક દેશની એ વિરાંગનાની સિદ્ધી બતાવી રહ્યું છે, જેને સલામ કરવા જેવી છે. દેશના સૌથી મોટા અર્ધલશ્કરી દળ CRPF, એટલે કે કેન્દ્રીય અનામત પોલીસ દળની મહિલા બટાલિયનની (mahila battalion) સિદ્ધી અને સાહસના જેટલા વખાણ કરો એટલો ઓછા છે.
- તેઓ જુસ્સાથી ભરેલી છે......
- જેના જુસ્સાથી દુશ્મનો થર થર કાંપે છે....
- દેશની સુરક્ષા માટે તે સદાય રહે છે ખડેપગે.......
- તેને નથી નડતી કુદરતી થપાટો....
સરદાર પટેલે કરી હતી સીઆરપીએફની સ્થાપના
સીઆરપીએફની વાત આવે એટલે સૌ કોઇના દિલ દિમાગ પર વર્ષ 2016 નો પુલવામા આતંકવાદી હુમલો જ આવે છે. પરંતુ સીઆરપીએફની મહિલા વિંગ પણ એક અલગ જ ઓળખ ધરાવે છે. કેન્દ્રીય અનામત પોલીસ દળની મહિલા જવાનોને દેશના લોકો સામાન્ય ભાષામાં સીઆરપીએફ મહિલા વિંગ (mahila battalion) તરીકે ઓળખે છે. સીઆરપીએફની સ્થાપના 28 ડિસેમ્બર 1949 માં કરવામાં આવી હતી. એ પહેલા આ ફોર્સ અંગ્રેજ શાસન અંતર્ગત ક્રાઉન રિપ્રેન્ઝટેટીવ પોલીસ તરીકે ઓળખાતી હતી. પરંતુ આઝાદી બાદ દેશમાં ઉભા થયેલા સંજોગો અને સંભવિત પરિસ્થિતિને જોતા પોતાની દૂરંદેશી વાપરીને તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલે તે સમયે સીઆરપીએફની સ્થાપના કરી હતી. જેથી કરીને દેશની આંતરિક સુરક્ષાની જવાબદારી સંભાળી શકાય. હાલમાં સીઆરપીએફ દેશની આંતરિક સુરક્ષા સાથે સંકળાયેલી વિવિધ પ્રકારની ભૂમિકા ભજવી રહ્યુ છે.
આ પણ વાંચો : PM Modi એ ગણતંત્ર દિવસે પહેરેલી પાઘડીની ચર્ચા ચારેબાજુ થઈ, જામનગર સાથે છે કનેક્શન
હાલ ગુજરાતનુ ગાંધીનગર સાક્ષી છે સીઆરપીએફની મહિલા બટાલિયનની બહાદુરીનું (women power). દેશમાં હાલ સીઆરપીએફની કુલ 6 મહિલા બટાલિયન છે. જેમાં વર્ષ 1995 માં સ્થાપવામાં આવેલી CRPF ની 135 મી બટાલિયનનું હેડ ક્વાર્ટર ગાંધીનગરમાં છે. જેમાં મહિલાઓની 4 કંપનીઓ છે. જેમાંથી બે કંપની હાલ શ્રીનગર જેવા આતંકવાદગ્રસ્ત વિસ્તારમાં બહાદુરીપૂર્વક ફરજ બજાવી રહી છે. તો એક કંપની જમ્મુ કાશ્મીરની સેન્ટ્રલ જેલ અને દિલ્હીમાં ફરજ પર છે.
દેશદાઝથી ભરેલી CRPF ની મહિલા જવાનોનો જુસ્સો એટલે સિંહણની ત્રાડ જ સમજો. કારણ કે પડકારરૂપ ફરજ નિભાવવા માટે જે રોજિંદી શારીરિક કસરતો પુરુષ જવાનો કરે છે, તે જ પ્રક્રિયા નિયમીત ધોરણે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલી આ બહાદુર મહિલાઓ પણ કરે છે. તેમના દિવસની શરૂઆત સવારે સાડા છ વાગ્યે ગ્રાઉન્ડ પર એક્સરસાઇઝથી થાય છે. ચેલેન્જથી ભરેલી અને અતિ પડકારવાળી દેશની આંતરિક સુરક્ષાની ફરજ બજાવવા માટે તેઓને શારીરિક રીતે ફીટ રહેવુ જરૂરી છે. નિષ્ણાત ઇન્સ્ટ્રક્ટર્સની બાજ નજર હેઠળ તેઓ વિવિધ શારીરિક કસરતો કરે છે. તો દૈનિક કસરતથી થતા થાક તેમજ ફરજના કારણે ઉભા થતા તાણથી છુટકારો મેળવવા તેઓ અઠવાડિયે એકવાર યોગ અભ્યાસ પણ કરે છે.
આ પણ વાંચો : માત્ર ચાર ચોપડી ભણ્યા છે દાદુદાન ગઢવી, પણ તેમના શબ્દોની ગુંજ ગુજરાતના ખૂણે ખૂણે પ્રસરી છે
આ જ બટાલિયન તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં પૂર્ણ થયેલી પંચાયતોની અતિ પડકારભરી ચૂંટણીઓમાં સુરક્ષા વ્યવસ્થા સંભાળીને પરત આવી છે. આ ઉપરાંત પણ તેઓના સ્થાપના સમયથી દેશના વિવિધ વિસ્તારોમાં બંદોબસ્ત, કાયદો વ્યવસ્થા સંભાળવા કે પછી હુલ્લડો-તોફાનોને ડામવા પણ તેઓની ભૂમિકા અગ્રેસર રહે છે. આમ તો દરેક મહિલા જવાન એક ઇન્સાસ રાઇફલ સાથે સજ્જ હોય છે, પરંતુ કોઇ સંજોગોમાં દુશ્મન સાથે ક્લોઝ એક્શન કોમ્બેટ એટલે કે હાથોહાથની લડાઇ કરવાની થાય, તો તે માટે આ મહિલા બટાલિયન (women crpf officer) અતિ કઠીન એવી જાપાની માર્શલ આર્ટ્સની તાલીમ લેતી હોય છે.
માર્શલ આર્ટ્સ ઉપરાંત પણ આ મહીલા જવાનોની દૈનિક કસરતોમાં સમાવેશ થાય છે, શરીરને નિચોવી નાંખતી અન્ય કેટલીય ફિઝીકલ કસરતોનો. 135 સીઆરપીએફ બટાલિયનના હેડ કોન્સ્ટેબલ ચમેલી સરકારે આ વિશે માહિતી આપી.
સર્કિટ પીટી
છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, કે પછી આસામ જેવા વિસ્તારમાં જ્યાં કેમ્પ માટેની જગ્યા ઓછી હોય છે, ત્યાં સર્કીટ પીટી તરીકે ઓળખાતા નાનાકડા વિસ્તારમાં વિવિધ કસરતો કરવામાં આવે છે.
ક્રાઉલીંગ ટ્રેન્ચ
કોમ્બેટ યુનિફોર્મ અને પોતાની રાઇફલ સાથે પેટના બળે કાંટાળી વાડની નીચે જમીન પર આગળ વધવાની આ કસરત કહેવાય છે ક્રાઉલીંગ ટ્રેન્ચ
જમ્પ ટ્રેન્ચ અને રોપ ક્લાઇમ્બ
ડુંગરાળ કે પથરાળ પ્રદેશમાં ફરજ દરમ્યાન પોતાની રાઇફલ સાથે જમ્પ કરવાની થાય તો આ મહિલા જવાનો આવી અધરી એક્સરસાઇઝ કરતી જોવા મળે છે. રોપની મદદથી આગળ વધવાની આ અતિ કઠિન એક્ટિવિટીને પણ તેઓ સહજતાથી પૂર્ણ કરી લે છે.
હાઇ જમ્પ, હાઇ ક્લાઇમ્બ અને બેલેન્સ વોક
આ અતિ કઠીન એક્સરસાઇઝ છે. હાઇજમ્પ, હાઇ ક્લાઇમ્બ અને બેલેન્સ વોક. પ્રથમ દ્રષ્ટિએ જ કઠિન લાગતી આ તમામ દૈનિક ક્રીયાઓને પણ આ જાંબાઝ મહીલાઓ અત્યંત હળવાશથી પૂર્ણ કરી લે છે.
આ પણ વાંચો : ચૂંટણી પહેલા નર્મદા જિલ્લામાં ભાજપે મોટું ઓપરેશન પાર પાડ્યું
શારીરીક એક્ટિવીટીની સાથે કોઇપણ સૈનિક માટે તેમના હથિયારો પણ જરૂરી હોય છે. ઈન્સાસ, એલએમજી કે પિસ્તલ જેવા ઘાતક હથિયારો ઉપર પણ આ જાંબાજ મહિલા જવાનો સરળતાથી હાથ અજમાવતી જોવા મળે છે. દેશની આંતરિક સુરક્ષા માટે ખડેપગે તૈયાર રહેતી આ મહિલાઓને પોતાની ફરજ અને પરિવાર એ બંને વચ્ચે તાળમેલ રાખવાનો હોય છે. જે ખૂબ જ પડકારજનક રહેતુ હોય છે. પરંતુ પરિવારના સહયોગ અને પોતાના મક્કમ મનોબળના કારણે તેઓ દરેક પરિસ્થિતને પહોંચી વળે છે તેવું તેમનું કહેવું છે.
CRPF ની મહિલા બટાલીયન ઉપરાંત ગાંધીનગર ખાતે CRPF નું ગ્રુપ હેડક્વાર્ટર પણ આવેલુ છે. જેનો અતિ ગૌરવપુર્ણ ઇતિહાસ નોંધાયેલો છે. આ વિશે વાત કરતા CRPF ના ગાંધીનગર ગ્રૂપના ડીઆઈજી ડેએન યાદવે જણાવ્યું કે, 1965 ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં કચ્છ સરહદે આવેલી સરદાર પોસ્ટ પર પાકિસ્તાની સૈન્યની બખ્તરબંધ બ્રિગેડે એટલે કે 4000 થી વધુ જવાનોએ ઓચિંતો હુમલો કરી દીધો હતો. તે સમયે સરદાર પોસ્ટ સીઆરપીએફની બે કંપની, એટલે કે 200 જવાનો જ હતા. જેઓએ આખી રાત પાકિસ્તાની સૈન્યનો બહાદુરીપૂર્વક સામનો કરી 34 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને 4 ને ઝડપી પાડ્યા હતા. જેના કારણે પાકિસ્તાનો નાપાક મનસુબો બર આવ્યો ન હતો.
અનેક પડકારો વચ્ચે દેશના સૌથી મોટા અર્ધલશ્કરી દેળ એવા CRPF ની કામગીરી અનેક ગૌરવગાથાઓથી ભરેલી છે. દેશની આંતરિક સુરક્ષા સંભાળવાની જવાદારી વચ્ચે તેઓ સમયાંતરે કુદરતી આપત્તિઓ કે અન્ય માનવસર્જિત ઘટનાઓ વચ્ચે પણ તેઓ દિવસરાત પોતાની ફરજ બજાવતા રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે