દિલ્હીમાં સંભળાશે ગુજરાતના સિંહની ગર્જના, CZA એ મંજૂર કર્યો હતો આ પ્રસ્તાવ
ગુજરાત (Gujarat) ના ત્રણ સિંહો આજે દિલ્હીના પ્રાણી સંગ્રહાલય (Delhi Zoo) માં ગર્જના કરી શકે છે. વહીવટીતંત્રને આશા છે કે ગુજરાતથી દિલ્હી લઇ જવામાં આવતા ત્રણ સિંહ (Lion) સોમવારે સવારે પહોંચી શકે છે
Trending Photos
ઝી મીડિયા બ્યૂરો: ગુજરાત (Gujarat) ના ત્રણ સિંહો આજે દિલ્હીના પ્રાણી સંગ્રહાલય (Delhi Zoo) માં ગર્જના કરી શકે છે. વહીવટીતંત્રને આશા છે કે ગુજરાતથી દિલ્હી લઇ જવામાં આવતા ત્રણ સિંહ (Lion) સોમવારે સવારે પહોંચી શકે છે. તેમના આગમન બાદ ઝૂ (Zoo) માં સિંહોની કુલ સંખ્યા વધીને સાત થઈ જશે. ત્યારે તેના બદલામાં દિલ્હીથી હિપ્પોપોટેમસ (Hippopotamus) ગુજરાત મોકલવામાં આવશે.
હકીકતમાં, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA) એ ગત મહિને જ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ અંતર્ગત ગુજરાતના સરદાર પટેલ ઝૂ (Sardar Patel Zoological Park) માંથી બે નર અને એક માદા સિંહો (Lion) ને દિલ્હી મોકલવામાં આવશે. જો કે, સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં સતત વરસાદને કારણે એનિમલ એક્સચેન્જ કાર્યક્રમ (Animal Exchange Program) માં વિલંબ થઈ રહ્યો હતો. પ્રાણી સંગ્રહાલય (Zoo) ના અધિકારીએ જણાવ્યું હતું કે, વન્યજીવોને અન્ય પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવા માટે પણ હવામાન મહત્વની ભૂમિકા ભજવે છે.
કારણ કે, વન્યજીવોને ત્યારે જ લાવી શકાય જ્યારે તાપમાન સામાન્ય હોય. વધુ પડતી ગરમી કે વરસાદની સ્થિતિમાં વન્યજીવોનું આરોગ્ય બગડવાનો ભય રહે છે. તેથી વહીવટતંત્ર યોગ્ય હવામાન અને વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યું હતું. જો કે, અત્યારે દિલ્હીમાં વરસાદ બંધ થઈ ગયો છે અને શિયાળો શરૂ થવાનો છે. તેથી, વન્યજીવોને લાવવા અને લઈ જવા માટે આ ઋતુ અનુકૂળ છે.
ચાર સિંહોને જોવા આવે છે પ્રવાસીઓ
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં હાલમાં ચાર સિંહ છે. તેમાં સુંદરમ, અખિલા, રોહન અને હેમાનો સામેલ છે. અગાઉ અમાન નામનો સિંહ પણ હતો, પરંતુ થોડા સમય પહેલા તેની તબિયત ખરાબ થવાને કારણે તેનું મોત થયું હતું. ત્યારથી વહીવટીતંત્ર સતત બીજા સિંહ લાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું, પરંતુ કોઈ પણ પ્રાણી સંગ્રહાલય તરફથી ગ્રીન સિગ્નલ મળતું ન હતું. ગત મહિને ગુજરાત ઝૂ દ્વારા માત્ર ત્રણ સિંહોને મંજૂરી આપવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે