ગિરનારના રોપ-વેમાં પ્રોજેક્ટ વિશે આવ્યા સમાચાર, લેટેસ્ટ સ્થિતિ છે કે ....
હાલમાં રોપવે ના વિકાસ નું નિરીક્ષણ કરવા પદાધિકારીઓ ગિરનાર પર પહોંચ્યા હતા. હાલમાં પરિસ્થિતિનું ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટી શૈલેષ દવે તેમજ પ્રદીપભાઈ ખીમાણી સહિત અગ્રણીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Trending Photos
હનીફ ખોખર, જૂનાગઢ : જૂનાગઢ અને સોરઠ પંથકની જીવાદોરી સમી ગરવા ગિરનાર ખાતે રોપ-વે યોજનાની કામગીરી નજીકનાં સમયમાં જ પરીપૂર્ણ થવાની છે. રોપ-વેનું સપનું સાકાર થવાનાં દિવસો હવે દૂર નથી તેવા નિર્દેશો મળી રહયા છે. દેશભરમાં રોપ-વેની કામગીરી માટે પ્રખ્યાત એવી ઉષા બ્રેકો કંપની દ્વારા જૂનાગઢ અને ગિરનાર રોપ-વેની કામગીરી ચાલી રહી છે.
હાડકાં થીજી જાય એટલી ઠંડીમાં વહેલી સવારે 300 વિદ્યાર્થીઓ નાહ્યા બરફ જેવા પાણીથી, હવે થશે આ ફાયદો
હાલમાં રોપવે ના વિકાસ નું નિરીક્ષણ કરવા પદાધિકારીઓ ગિરનાર પર પહોંચ્યા હતા. હાલમાં પરિસ્થિતિનું ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટી શૈલેષ દવે તેમજ પ્રદીપભાઈ ખીમાણી સહિત અગ્રણીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આજે કલેકટર ડૉ. સૌરભ પારધી તેમજ રોપવે કંપનીના અધિકારીઓ પણ મુલાકાત લેશે.
અમદાવાદની એલ.જી હોસ્પિટલના લેબર રૂમમાં આગ લાગી
રોપ-વે માટેનાં લોઅર સ્ટેશન ઉપર જરૂરીયાત મુજબનાં બાંધકામ, પ્રવાસી જનતા માટેનાં વાતાનુકુલ ડોમ (કક્ષ) ટાવર સહીતની કામગીરી પુરી થઈ રહી છે. હાલમાં કુલ 9 પૈકીનાં 3 ટાવર લગાવાઈ રહયા છે અને અપર સ્ટેશન ખાતેનાં ફાઉન્ડેશનની કામગીરી ચાલી રહી છે. માલવાહક ટ્રોલી દ્વારા માલનું પરીવહન કરવામાં આવી રહયું છે. રોપ-વે યોજનાની કામગીરી જેમ બને તેમ ઝડપથી પરીપૂર્ણ થાય અને આગામી દિવસોમાં ગિરનાર રોપ-વે કાર્યરત બની જાય તે માટેનાં પ્રયાસો હાથ ધરાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે