સ્નેહમિલનના નામે શંકરસિંહનું શક્તિ પ્રદર્શન: બાપુએ ભાજપને લીધી આડેહાથ, નામ લીધા વિના મોદી પર કર્યા પ્રહાર

ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાએ ગુજરાત કોંગ્રેસ સાથેથી વિધાનસભા ચૂંટણી સમયે છેડો ફાડ્યા બાદ પોતાના ત્રીજા મોરચાની રચના કરી હતી. જો કે વિધાનસભામાં તેમનો આ પક્ષ ખાસ વર્ચસ્વ જમાવી શક્યો નહીં.

સ્નેહમિલનના નામે શંકરસિંહનું શક્તિ પ્રદર્શન: બાપુએ ભાજપને લીધી આડેહાથ, નામ લીધા વિના મોદી પર કર્યા પ્રહાર

ગાંધીનગર: રાજપૂત સંગઠનનાં આગેવાનો દ્વારા વસંતવગડે શંકરસિંહ વાઘેલાનું સન્માન કરાયું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં સ્થળે રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવા શંકરસિંહ બાપુએ માગ કરી હતી. જેને લઇને તેમણે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો હતો. જેનાં ભાગરૂપે સંગઠનોએ સન્માન કર્યુ હતુ. શંકરસિંહ વાઘેલાના સ્નેહમિલન સમારોહના સમર્પણ ગાઉન્ડ પર મોટી સંખ્યામાં ટેકેદારો આવ્યા છે. ગ્રાઉન્ડ પર લકઝરી બસના કાફલા અને મોટી સંખ્યામાં વાહનો પહોંચ્યા છે. આ સાથે જ બાપુ પોતાના સ્નેહમિલનમાં મોટી જાહેરાત પણ કરી શકે છે.  

આ સ્નેહમિલન સમારોહમાં ગુજરાતમાં OBCની અંદર આવતી જ્ઞાતિઓને તેમની વસ્તીના આધારે અનામતનો લાભ આપવાની માંગણી કરશે. આ સંમેલનમાં બે કલાકે મોટરસાઇકલ પર સરઘસ કાઢવામાં આવશે. આગમન બાદ ભાષણ હશે જેમાં આજની જરુરીયાત પ્રમાણેના મુદ્દા હશે. અનામત,ભષ્ટાચાર જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવશે.

વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે 2019 લોકસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની માર્ગદર્શક તરીકે મહત્વની ભૂમિકા રહેશે. દલિત, આદીવાસી, ઠાકોર સમાજ તથા લધુમતિ સમાજ સહિતના લોકોએ શંકરસિંહ વાઘેલાનું સ્વાગત કર્યું હતું. 

શંકરસિંહ વાઘેલાની સ્પીચ શરૂ, ભાજપ કાવતરાખોર પાર્ટી છે
મારા પચાસ વર્ષના જાહેર જીવનમાં 25 વર્ષ ભાજપમાં રહ્યો છું. ભાજપ કાવતરાખોર પાર્ટી છે, સત્તા મળે તો બધુ હડપ કરવાની લાલચ છે. પાર્ટી ટુ પાર્ટી મેચ ફિક્સિંગ થાય એ અહીં દુખ આપે છે. હદયમાં દુખ આપે છે. તમે ભાજપમાં હોવ તો ભાજપમાં રહો કોંગ્રેસમાં રહો તો કોંગ્રેસમાં જ રહો... ન ફાવે તો પાર્ટી છોડી દો. મુખ્યમંત્રી તરીકે અને કેન્દ્રીય મંત્રી એમ 6 વર્ષ જાહેર પ્રજા માટે જીવ્યો છું. શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે એક પણ રૂપિયો લીધો નથી. જો લીધા હોય તો પાર્ટી માટે જ લીધું છે. ગુજરાત અઢી લાખ કરોડ ના દેવામાં આવી ગયું છે. પાપ છુપાવવા સીબીઆઈનો આશરો લેવામાં આવી રહ્યો છે. વિધાનસભામાં ખોટા પ્રશ્નો ઉભા કરવામાં આવે છે. 

શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાનનું નામ લીધા વિના તેમને આડે લીધા હતા. આ રાજ્યને સરકારની જરૂર નથી. સી.બી.આઈ નું પાપ પી.ઓ.એમ પર આવ્યું છે. ચૂંટણીમાં પ્રજા જવાબ આપશે. આ વિકાસશીલ રાજ્ય છે. 2002થી આ રાજ્યને દશા બેઠી છે. સરદાર પટેલની પ્રતિમામાં આઠ દસ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો તે બિન ઉત્પાદન કરવામાં આવ્યો.

ગુજરાતમાં આપધાતની પદ્ધતિ ન હતી. હમણાં સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનામાં 10-12 લોકોએ આપઘાત કર્યો. ખેડૂત મગફળીમાં માટી ભેળવે નહી. સહકારી માળખાને ન તોડો. આ ડેરી વ્યક્તિગત માલિકી નથી સહકારી છે. તેને દૂધ ઉત્પાદકને પૈસા આપવાના જે ભાવ ફરક હોય તે આપો. 

ખેડૂતની વાડી લીલી કરવી હોય તો પાણી એમના ખેતરમાં આપો, કરકસર ન કરો. ખેડૂતોના પડખે જરૂર પડે હું કચ્છ જઇએ. પાણી નહીં આપે કેનાલ તોડવા પણ પ્રયાસ કરીશ. સૌથી વધુ દુખી ટ્રાયબલ પટ્ટી છે. 50 લાખથી વધુ બેકારો છે તમે સાચો આંકડો જોશો તો 70 લાખ ઉપર જશે. તમે કેટલા લોકોને નોકરી આપી. આજે હું તમને જાહેર કહું છું 12 મહિનામાં 5 લાખ લોકોને રોજગારી આપવીએ ડાબા હાથનું કામ છે. 5 વર્ષમાં 40 થી 50 લાખ લોકોને રોટલો આપી શકાય, નોકરી આપી શકાય. આટલું સક્ષમ છે ગુજરાત. તમે આટલા બધા ટેક્સના રૂપિયા લઇને પેટ્રોલ ડીઝલના ભાવ વધારીને સરકારીની તિજોરીમાં જે રૂપિયા ભરો છો. એ રૂપિયા બેકારોને આપો, બેકારોને નોકરી આપો. તમારી નોકરી આપવાની દાનત નથી, દાનત હોય તો ઇચ્છાશક્તિ નથી અને તે પણ ન હોય તો તમારી સમજણ નથી. એવામાં બેકારોનો કોઇએ તો પક્ષ લેવો પડશે. 

ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાએ ગુજરાત કોંગ્રેસ સાથેથી વિધાનસભા ચૂંટણી સમયે છેડો ફાડ્યા બાદ પોતાના ત્રીજા મોરચાની રચના કરી હતી. જો કે વિધાનસભામાં તેમનો આ પક્ષ ખાસ વર્ચસ્વ જમાવી શક્યો નહીં. આ સાથે જ ગુજરાતના રાજકારણમાં ખાસ સ્થાન ધરાવતા શંકરસિંહ વાઘેલાએ આજરોજ ગાંધીગનર ખાતે સ્નેહમિલનનું આયોજન કરતા રાજકારણમાં વિવિધ ચર્ચાનો દોર શરૂ થયો હતો. 

શંકરસિંહની રાજકીય કારકિર્દી

ગુજરાતની રાજનીતિનો દિગ્ગજ ચહેરો
હંમેશા લાઇમ લાઇટમાં રહેતા બાપુ
રાજનીતિનાં અઠંગ ખેલાડી વાઘેલા
જનસંઘથી શરૂ કરી રાજકીય કારકિર્દી
ભાજપનાં પાયાને મજબુત કરનાર શંકરસિંહ
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી તરીકે ઉત્તમ ભૂમિકા
ગુજરાતનાં 12માં મુખ્યમંત્રી તરીકે આપી સેવા
13મી વિધાનસભાનાં વિરોધપક્ષનાં નેતા 
લોકોમાં 'લોકનેતા બાપુ' તરીકે મેળવી ચાહના
કોંગ્રેસમાં ભળી સાંસદ સહિત હોદ્દા ભોગવ્યા
કપડવંજ બેઠકનું કર્યુ પ્રતિનિધિત્વ
1984થી 1989  સુધી રાજ્યસભાનાં સભ્ય
1977થી 1980 જનતા પક્ષનાં ઉપાધ્યક્ષ
1980થી 1991  મહામંત્રી-ભાજપ પ્રમુખ તરીકે સેવા
20 ઓગસ્ટ 1996માં બાપુ ભાજપથી થયાં અલગ
રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી
2004માં કેન્દ્રીય કપડા મંત્રી તરીકે સંભાળ્યો પદભાર
ગુજ.પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ તરીકે સંભાળી જવાબદારી
ભારત પ્રવાસન વિકાસ નિગમનાં ચેરમેન તરીકે નિમણૂક
2017 વિધાનસભા પૂર્વે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો
જનવિકલ્પ નામનો ત્રીજો મોરચો રચ્યો
2019 લોકસભામાં NCPમાંથી ચૂંટણી લડે તેવી સંભાવના
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news