કલોલમાં ખાનગી બસ બની યમદૂત : 5 મુસાફરો બસના તોતિંગ પૈડા નીચે કચડાઈને મર્યા
Accident : ગાંધીનગરના કલોલ પાસે એસ.ટી અને ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત...4 લોકોના થયા મોત...અંબિકા સ્ટેન્ડે ઉભી રહેલી એસટી બસને પાછળથી આવતી ખાનગી બસે મારી ટક્કર...પોલીસે હાથ ધરી તપાસ...
Trending Photos
Gandhinagar News : ગુજરાતમાં બુધવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. ગાંધીનગર અને ડાંગમા બે અકસ્માતની ઘટના બની છે. ગાંધીનગરમાં કલોલ પાસે એસટી બસના અકસ્માતમાં ચારના મોત નિપજ્યા છે. તો ડાંગમાં સાપુતારા માલેગાંવ ઘાટમાં ખાનગી બસની બ્રેક ફેલ થતા બસ પલટી હતી. જેમાં 38 મુસાફરોને નાનીમોટી ઈજા થઈ છે.
ગાંધીનગરના કલોલ પાસે એસટી બસને અકસ્માત નડ્યો હતો. એસટી બસના અકસ્માતમાં ચારના મોત નિપજ્યા છે. કલોલ અંબિકા પાસે પાછળથી આવતી ખાનગી બસને ત્યાં ઉભેલી એસટી સાથે અકસ્માત સર્જાયો હતો. અંબિકા પાસે ઉભેલી એસટીને પાછળથી આવતી ખાનગી બસે ટક્કર મારી હતી. જેમાં ચાર મુસાફરો મોતને ભેટ્યા છે. ઘટના બાદ કલોલ પોલીસ અકસ્માત સ્થળે પહોંચી હતી.
બન્યું એમ હતું કે, મુસાફરો લેવા ઉભેલી એસટી બસને એક ખાનગી બસે પાછળથી ટક્કર મારતા જોરદાર ટક્કર સર્જાઈ હતી. પાછલી બસની ટક્કરે એસટી બસ આગળ ઉભેલા મુસાફરો પર ધસી ગઈ હતી. આ અકસ્માતમાં ઘટનાસ્થળે 4 લોકોના મોત નિપજ્યા હતા. જોકે આ ગોઝારા અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. અકસ્માતના પગલે સ્થળ પણ વિચલિત કરી શકે એવા દ્રશ્યો સર્જાયા હતા. ખાનગી બસનો ચાલક પોલીસ મથકે હાજર થયો. કલોલ ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ
સાપુતારામાં ખાનગી બસ પલટી
ડાંગમાં સાપુતારા માલેગાંવ ઘાટમાં અકસ્માતની ઘટના બની હતી. મોડી રાતના સમયે ખાનગી બસની બ્રેક ફેલ થતા બસ પલટી ગઈ હતી. અમદાવાદના સાણંદથી નાશિક, શિરડી પ્રવાસેથી પરત ફરતા મુસાફરોને અકસ્માત નડ્યો હતો. માલેગાંવ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ઉપરના વળાંકમાં બ્રેક ફેલ થઈ જતા ખાનગી બસ પલટી મારી ગઈ હતી. બસમાં સવાર કુલ 56 મુસાફરો પૈકી 38 ને નાની મોટી ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત મસાફરોમાં 13 ને સામગહાન રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તો અન્ય 20 મુસાફરોને આહવા સિવિલ હોસ્પિટલ અને અન્ય 5 મુસાફરોને સુરતની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે