રાજયપાલ આચાર્ય દેવવ્રતે વલસાડમાં ખેડૂતોને આપી ખાસ ટ્રેનિંગ, હવે ખેડૂતો બદલી શકી છે દેશનું ભાગ્ય!

આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વલસાડ જિલ્લાની મુલાકાતે હતા. જ્યાં તેઓએ વલસાડના પારડી માં યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

રાજયપાલ આચાર્ય દેવવ્રતે વલસાડમાં ખેડૂતોને આપી ખાસ ટ્રેનિંગ, હવે ખેડૂતો બદલી શકી છે દેશનું ભાગ્ય!

નિલેશ જોષી/પારડી: દેશમાં ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળી રહ્યા છે રાસાયણિક ખેતરથી જમીનની ફળદ્રુપતામાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે હવે ગુજરાત સરકાર પણ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વડે તેવા પ્રયાસો હાથ કરી રહ્યા છે. ત્યારે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવરત આજે વલસાડ જિલ્લાની મુલાકાતે હતા અને તેઓએ ખેડૂતોને એક ખાસ ટ્રેનિંગ આપી આવતા દેશોમાં વલસાડ જિલ્લો પણ પ્રાકૃતિક ખેતીમાં અગ્રેસર બને તે માટે આહ્વાન કર્યું છે. ત્યારે શું છે આ પ્રાકૃતિક ખેતીની ખાસિયત?

આ વર્ષે ચોમાસા પહેલા સમગ્ર રાજ્યમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા સરકાર દ્વારા મહાઅભિયાન શરૂ કરવામાં આવનાર છે.રાજ્યના તમામ તાલુકાઓના 10-10 ગામોને એક ગ્રુપમાં વહેંચી ખેડૂતોને સાથે રાખી સમગ્ર દેશમાં ગુજરાતને પ્રાકૃતિક ખેતી નું રોલ મોડલ બનાવવામાં આવશે આવી જાહેરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવ્રતે કરી છે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વલસાડ જિલ્લાની મુલાકાતે હતા. જ્યાં તેઓએ વલસાડના પારડી માં યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

મહત્વપૂર્ણ છે કે આચાર્ય દેવવ્રત છેલ્લા કેટલાક સમયથી સમગ્ર રાજ્ય અને દેશમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચલાવી રહ્યા છે .જેના ભાગરૂપે આજે વલસાડ જિલ્લામાં તેઓએ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો અને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે એક કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં આચાર્ય દેવવ્રત પોતે પણ ખેડૂત હોવાથી તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અને તેના સારા પરિણામ મળી રહ્યા છે. આથી હવે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો એક મોટું અભિયાન શરૂ થાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે. 

આજે આચાર્ય દેવ્રતે વલસાડના પારડીમાં ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની અંગેની સમજ આપી હતી, અને પ્રાકૃતિક ખેતીથી થતા લાભ અને તેનાથી થતા ફાયદા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીની આગેવાનીમાં એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવનાર છે.

રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા ચોમાસા પહેલા ગામેગામ અભિયાન ચલાવી દેશમાં ગુજરાતને પ્રાકૃતિક ખેતીનું રોલ મોડલ બનાવવામાં બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવનાર છે અને આ માટે સરકાર દ્વારા તાલુકાના 10 10 ગામોને એક ગ્રુપ બનાવી તેમાં પ્રાકૃતિક ખેતી કરતા એ ખેડૂતને રાખી અને સરકાર તેને પ્રતિદિન ₹1200 નું વેતન આપી અને અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પૂરી પાડવા માટે અને માર્ગદર્શન માટે આ પ્રગતિશીલ ખેડૂતને સંબંધિત વિભાગના અધિકારીઓની ટીમ ગામેગામ ફરશે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા ના પ્રયાસો થશે તેવું જણાવ્યું હતું.

પારડી ખાતે આયોજિત આ ખાસ કાર્યક્રમમાં જિલ્લાના અને ખેડૂતો હાજર રહ્યા હતા જેઓ રાજ્યપાલના પ્રાકૃતિક ખેતી ના સંવાદને માણી હતી વલસાડ જિલ્લામાં પણ આગામી દેશોમાં પ્રાકૃતિક ખેતી વધે તેવા પ્રયાસો સરકાર કરી રહી છે પરંતુ પ્રાકૃતિક ખેતી માં કેટલાક અવરોધ પણ જોવા મળી રહ્યા છે. સૌથી મોટો પડકાર એ છે કે જે ખેડૂત રાસાયણિક ખેતી કરતો હોય અને અચાનક જ્યો તે પ્રાપ્ત પ્રાકૃતિક ખેતી તરફ વડે તો પ્રથમ બે ત્રણ વર્ષ તેનું ઉત્પાદન ઘટી શકે છે અને નાના ખેડૂતોને આ પોસાય તેમ નથી જોકે ખેડૂતો પોતાની જમીનના ચોથા ભાગમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરે તો જરૂરથી આગામી દિવસોમાં ધીરે ધીરે તબક્કા વાર પ્રાકૃતિક ખેતી માં ઉત્પાદન વધી શકે છે ત્યારે શું છે ખેડૂતોનું માનવું આવો જાણીએ.

આગામી થોડા દિવસોમાં રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી ની આગેવાનીમાં એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવનાર છે. રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા ચોમાસા પહેલા ગામેગામ અભિયાન ચલાવી દેશમાં ગુજરાતને પ્રાકૃતિક ખેતીનું રોલ મોડલ બનાવવામાં બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવનાર છે.

વલસાડ જિલ્લાના ખેડૂતો પણ તબક્કાવાર પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી ખેતીની શરૂઆત કરે તે ખૂબ જરૂરી બની ગયું છે રાસાયણિક ખેતી ના કારણે માનવ જીવનમાં અનેક મોટા રોગોની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગામી સમયમાં ફરી એકવાર લોકો પ્રાકૃતિક ખેતી કરે તે હવે ફરજિયાત બની ગયું છે ત્યારે સરકારનો આ પહેલ આવતા દિવસોમાં જરૂરથી રંગ લાવે અને લોકો ફરી એકવાર પ્રાકૃતિક ખેતી કરતા થાય તે ખૂબ જરૂરી બન્યું છે .
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news