સુરતમાં પોલીસની મારથી વોચમેનના મોતનો પરિવારનો આક્ષેપ, ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવી કેસની તપાસ

પોલીસ દ્વારા એક વોચમેનને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. જોકે સારવાર દરમિયાન વોચમેનનું મોત થતાં હવે પરિવારે ન્યાયની માંગણી કરી છે. ઉલ્લેખનીય છેકે, શિવસિંગ કુંવરસિંહની દારૂના કેસમાં વરાછા પોલીસે કરી હતી ધરપકડ.

  • સુરતમાં વોચમેનને પોલીસ દ્વારા માર મારવાનો મામલો

  • વોચમેન શિવસિંગનું સારવાર દરમિયાન મોત થયું

    ACP સી.કે.પટેલને તપાસ સોંપવામાં આવી

    શિવસિંગને માર મારતાં બ્રેઈન હેમરેજ થયાનો આક્ષેપ

Trending Photos

સુરતમાં પોલીસની મારથી વોચમેનના મોતનો પરિવારનો આક્ષેપ, ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવી કેસની તપાસ

તેજસ મોદી/સુરતઃ આરોપીઓને પોલીસ કસ્ટડીમાં માર મારવાના અનેક આક્ષેપો સુરત શહેર પોલીસ સામે થયા છે કેટલાક કિસ્સાઓમાં નિર્દોષ લોકોને પણ માર મારવામાં આવતો હોય છે જેમાં તે વ્યક્તિનો મોત થયું હોવાની ઘટના પણ બની છે. ત્યારે વધુ એક વખત સુરતની વરાછા પોલીસ સામે ગંભીર આક્ષેપો લાગ્યો છે. પોલીસ દ્વારા એક વોચમેનને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. જોકે સારવાર દરમિયાન વોચમેનનું મોત થતાં હવે પરિવારે ન્યાયની માંગણી કરી છે. 

સુરતના નવાગામ-ડિંડોલી ખાતે આવેલ મહાદેવનગરમાં રહેતા સતીષ રાજેન્દ્ર તોમરે પોલીસ કમિશનર અજયકુમાર તોમરને અરજી કરી હતી કે તેમના કાકા શિવસિંગ કુવરસિંગ વરાછા રોડ ખાતે એક ડાયમંડ ફેક્ટરીમાં વોચમેનનું કામ કરે છે. વરાછા પોલીસે શિવલિંગની પ્રોહીબીશનના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી, જોકે બીજા જ દિવસે શિવસિંગને કોર્ટમાં રજુ કરતા જામીન ઉપર મુક્ત કરાયો હતો. શિવસિંગ ત્યાર પછી પોતાનો મોબાઇલ અને ૫ હજાર રોકડા લેવા માટે વરાછા પોલીસ સ્ટેશન ગયો હતો જે પોલીસ કસ્ટડીમાં હતાં. 

જોકે ત્યાંથી તેઓ પોતાની ફેક્ટરી ઉપર ગયા હતાં, પરંતુ ત્યાર અચાનક તેમની તબિયત લથડતા સારવાર માટે  પહેલા સ્મિમેર હોસ્પિટલ લઈ જવાયા હતાં, જોકે ત્યાં તબીબોના કહેવાથી વધુ સારવાર માટે નવી સિવિલ લઇ જવાયા હતાં. જ્યાં ડોકટરોએ તેમના માથાની નશ ફાટી જવાથી બ્રેઇન હેમરેજ થયું હોવાનું જણાવ્યું હતું, આ સાથે જ તેમને માર મારવાથી ઇજા થઇ હોવાનું જણાવ્યું હતું. 

આ અંગે પોલીસ કમિશનરને ફરિયાદ થતાં તેમને એસીપી એ ડિવિઝન સી કે પટેલને તપાસ સોંપી છે, પરિવાર દ્વારા વરાછા ડી-સ્ટાફ દ્વારા શિવસિંગને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે. હવે સારવાર લઈ રહેલા શિવસિંગનું સારવાર દરમિયાન મોત થયું છે, પરિવારે ન્યાયની માંગણી કરી છે, રયારે જોવાનું એ છે કે તપાસમાં શુ તથ્ય સામે આવે છે કારણ કે બનાવ ડી-સ્ટાફની ઓફીસમાં આ બનાવ બન્યો છે. પોલીસ મથકના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો ઘણી હકીકતો સામે આવી શકે તેમ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news