સુરત સામુહિક દુષ્કર્મ કેસના આરોપી રવિશંકરનો છે ગુનાહિત ઈતિહાસ, કોઈ સંબંધી મૃતદેહ લેવા ન આવ્યો

Surat Gangrape Case : સુરત ગેંગરેપના આરોપી શિવશંકરનું પોસ્ટમોર્ટમ પૂર્ણ...હ્રદયમાં બે બ્લોકેજ હોવાની સામે આવી વિગતો...પ્રાથમિક અનુમાન મુજબ કાર્ડિયાક અરેસ્ટથી થયું મોત...એક મહિના પછી આવશે PMનો રિપોર્ટ....ગઈકાલે પોલીસ કસ્ટડીમાં થયું હતું નરાધમ શિવશંકરનું મોત...
 

Trending Photos

સુરત સામુહિક દુષ્કર્મ કેસના આરોપી રવિશંકરનો છે ગુનાહિત ઈતિહાસ, કોઈ સંબંધી મૃતદેહ લેવા ન આવ્યો

Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરત જિલ્લાના માંગરોલનાં મોટા બોરસરા ગામમાં દુષ્કર્મની ઘટનાના આરોપીનું ફોરેન્સિક પીએમ પૂર્ણ થયું છે. આરોપી શિવશંકરના હૃદયમાં બે બ્લોકેજ હતા. હાલ પ્રાથમિક રિપોર્ટમાં આરોપીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનો સામે આવ્યું છે. એક મહિના બાદ પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે.

સુરત જિલ્લાના માંગરોલનાં મોટા બોરસરા ગામની સીમમાં ૧૭ વર્ષની તરૂણી ઉપર ત્રણ નરાધમોએ વારાફરતી દુષ્કર્મ કરવાના ચકચારી બનાવમાં પોલીસની ટીમે ગણતરીના સમયમાં બે આરોપી નરાધમો શિવશંકર ચોરસિયા અને મુન્ના પાસવાનને ઝડપી લીધા હતાં. બંનેની વલથાણ એલસીબી ચોકી ખાતે પૂછપરછ કરી નિવેદન લેતા હતાં તે સમયે શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયાને શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ કરતાં પોલીસ સરકારી ગાડીમાં કામરેજ સરકારી દવાખાને લઈ ગઈ હતી. જ્યાંથી વધુ સારવાર માટે ૧૦૮ માં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં સારવાર શરૂ કર્યા બાદ ફરજ પરના તબીબે શિવશંકર ચોરસિયાને મૃત જાહેર કર્યો હતો.

મૃતક આરોપીનું આજ રોજ સિવિલ હોસ્પિટલનાં પીએમ વિભાગનાં તબીબ ડૉ ચંદ્રેશ ટેલર ની અધ્યક્ષતામાં પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. આરોપી શિવશંકરના હૃદયમાં બે બ્લોકેજ હતા. મૃતક આરોપી શિવશંકરનું પેનલ પોસ્ટમોર્ટમ પૂર્ણ થયુ છે. એક મહિના પછી રિપોર્ટ આવશે. આરોપી શિવશંકરના હૃદયમાં બે બ્લોકેજ હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે. પ્રાથમિક અનુમાન કાર્ડિયાક અરેસ્ટ છે. જો કે સંપૂર્ણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ પોતાનું સાચુ કારણ બહાર આવશે.

 

સુરતના સિવિલ હોસ્પિટલના RMO ડૉ કેતન નાયકે જણાવ્યું હતું કે, આરોપી શિવશંકર ચોરસીયાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેની ગંભીર હાલત હતી તેને તાત્કાલિક વેન્ટિલેટર પર લેવામાં આવ્યા હતા. પણ કમ નસીબે તેને બચાવી શક્યા નહીં. 3:50 પર મૃત્યુ ઘોષિત કરવામાં આવ્યું હતું. રાત થઈ જાય આ માટે સવારે પીએમ કરવામાં આવ્યું છે. ડોક્ટર ચંદ્રેશ ટેલર દ્વારા પીએમ કરવામાં આવ્યું. એચડીએમ ની હાજરીમાં વિડીયો ગ્રાફી કરીને પીએમ કરવામાં આવ્યું છે. એના વિસેરા અને હિસ્થોપેથોલોજી માટે કેમિકલ ડિટેલિંગ માટે મોકલવામાં આવ્યા છે. ફાઇનલ કોઝ ઓફ ડેટ ફાઇનલ રિપોર્ટ આવ્યા પછી ખબર થશે. પરંતુ પ્રાથમિક તબક્કે એવું જણાય છે કે કાર્ડિયાક અરેસ્ત કારણે મૃત્યુ થઈ છે. હાર્ટમાં બે બ્લોકેજ હતા. પગ અને ઘૂંટણ સાથળના ભાગે માઈનર ઇજાઓ હતી. આ ઈજાઓ મૃત્યુનો કારણ હોય તે લાગતું નથી. પ્રાથમિક તબક્કે મૃત્યુ હાર્ટ અટેકથી હોય તેવું લાગે છે.

આ કેસનો ત્રીજો આરોપી રાજુ આજે અમદાવાદ રેલવે સ્ટેશનથી પકડાયો છે. સુરતના માંગરોળ દુષ્કર્મ કેસનો વોન્ટેડ આરોપી રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્મા મુંબઈ અજમેર ટ્રેનમાં રાજસ્થાન જવાની ફિરાકમાં હતો. આ માહિતીની રેલવે એલસીબી અમદાવાદને જાણ કરવામાં આવી હતી. જેના પર એક્શન લઈને એલસીબી PI હાર્દિક શ્રીમાળી અને તેમની ટીમે સાબરમતી ખાતેથી ટ્રેનમાંથી ઝડપી લીધો હતો. 

 

સુરત ગેંગરેપ કેસના ત્રીજા આરોપીનો રીઢો ગુનેગાર છે. રામસજીવન ઉર્ફે રાજુ રામસમદ વિશ્વકર્માનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો છે. તેના પર ઢગલાબંધ કેસ થયા છે. 

1. આંધ્રપ્રદેશ રાજ્યના વિશાખાપટ્ટનમ મા પી.એમ પલ્લામ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૩૬૨/૨૦૨૩ આઈ.પી.સી કલમ.૪૫૭, ૩૮૦ મુજબ
2. અમીરગઢ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૧૯૫૦૦૩૨૪૦૦૮૫/૨૦૨૪ આર્મ્સ એક્ટ કલમ.૨૫(૧-બી)(એ), તથા આઈ.પી.સી કલમ.૧૧૪ મુજબ
3. અંકલેશ્વર રૂરલ પો.સ્ટે ગુ.ર.નં.ફસ્ટ.૨૬/૨૦૧૭ આઈ.પી.સી કલમ.૪૫૭, ૩૮૦ ૧૧૪, મુજબ
4. અંકલેશ્વર રૂરલ પો.સ્ટે ગુ.ર.નં.૮૩/૨૦૧૮ આઈ.પી.સી કલમ.૩૭૯,૪૪૭ મુજબ
5. કરજણ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૯/૨૦૧૮ આઈ.પી.સી કલમ.૩૭૯, ૧૧૪ મુજબ
6. કડોદરા જી.આઈ.ડી.સી પો.સ્ટે ગુ.ર.નં.૧૪૩/૨૦૧૯ ઈ.પી.કો કલમ.૩૭૯, ૪૫૭, ૩૮૦ મુજબ
7. રામસીન પો.સ્ટે રાજસ્થાન ગુ.ર.નં.૧૩૧/૨૦૨૩, આઈ.પી.સી કલમ.૧૦૯, ૧૨૦(બી), ૪૫૭,૩૮૦,૪૧૧
8. દેસુરી પો.સ્ટે રાજસ્થાન ગુ.ર.નં.૩૮/૨૦૨૪, આઈ.પી.સી કલમ. ૪૫૭,૩ ૮૦ મુજબ

હાલ સારવાર દરમિયાન મૃત્યુ પામેલ આરોપી શિવશંકરનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં મૂકાયો છે. આરોપી મુકેશના માતા પિતા સાથે કોઈ સબંધ ના હોવાનું સામે આવ્યું છે. તેમજ હજી સુધી તેનો એક પણ સંબંધી સિવિલના પીએમ રૂમ પર પહોંચ્યો નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news