સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારાનો મામલો, 26 ઈસમોના બે દિવસના રિમાન્ડ મંજૂર
સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરનાર ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે પોલીસે ધરપકડ કરાયેલા લોકોને કોર્ટમાં રજૂ કર્યાં હતા. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
Trending Photos
ચેતન પટેલ, સુરતઃ સુરતમાં રવિવારે રાત્રે ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરનાર 27 ઈસમોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુરત કોર્ટે 26 આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. જ્યારે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. બંને પક્ષની દલીલો બાદ કોર્ટે 12 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે. સરકારી વકીલ દ્વારા કોર્ટમાં 17 મુદ્દાઓની દલીલો રજૂ કરવામાં આવી હતી.
કોર્ટમાં 27 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા
સુરતના સૈયદપુરા વિસ્તારમાં રવિવારે ગણેશ પંડાલ પર થયેલી પથ્થરમારાની ઘટનાના 27 ઈસમોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં નદીમ નામનો યુવક હેન્ડીકેપ હોવાને કારણે તેને નોટિસ આપી જવા દેવામાં આવ્યો હતો. જ્યારે બાકી 26 ઈસમોના બે દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.
સુરતમાં પથ્થરમારાની ઘટનાના આરોપીઓને 2 દિવસના રિમાન્ડ પર ધકેલાયા; પોલીસે 14 દિવસના રિમાન્ડની કરી હતી માગ #Gujarat #BreakingNews #News #Surat #GaneshUtsav2024 #SuratStonePelting pic.twitter.com/JR3BzPUKUo
— Zee 24 Kalak (@Zee24Kalak) September 10, 2024
કોર્ટમાં ચાલી દલીલો
કોર્ટમાં બંને પક્ષોએ આશરે અઢી કલાક દલીલો ચાલી હતી. સરકારી વકીલે કહ્યું કે આ આયોજન બદ્ધ કૃત્ય છે. પથ્થર અને લાકડા ક્યાંથી આવ્યા. કુલ 17 મુદ્દાઓ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. વકીલે કહ્યું કે નવા કાયદા મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે