સુરત: વરસાદના વિરામ બાદ રોગચાળો ફાટ્યો, ઝાડા ઉલટીથી કુલ 7ના મોત
ઝાડા ઉલ્ટી ,તાવ ,વાયરલ ફીવર અને અન્ય પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોના રોજે રોજ કેસ સિવિલ ,સ્મીમેર હોસ્પિટલ ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી દવાખાનામાં આવી રહ્યા છે.રવિવારે ઝાડા ઉલટીને લીધે વધુ 2ના મોત નિપજ્યા હતા. ચાલુ સિઝનમાં તાવ અને ઝાડા ઉલટીને કારણે અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. ઝાડા ઉલ્ટી ,તાવ ,વાયરલ ફીવર અને અન્ય પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોના રોજે રોજ કેસ સિવિલ ,સ્મીમેર હોસ્પિટલ ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી દવાખાનામાં આવી રહ્યા છે.રવિવારે ઝાડા ઉલટીને લીધે વધુ 2ના મોત નિપજ્યા હતા. ચાલુ સિઝનમાં તાવ અને ઝાડા ઉલટીને કારણે અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
સુરત શહેરમાં ઝાડા ઉલટીના અને તાવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમજ પાણી જન્ય રોગચાળાથી એક પછી એકના મોત થઇ રહ્યા છે. છેલ્લા દસ દિવસમાં સુરતમાં 7 લોકોના મોત થતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગઇ છે. જેમાં તાજેતરમાંમાં ડીંડોલી વિસ્તારમાં રહેતી 25 વર્ષીય મહિલા ગાયત્રીબેન ગૌતમનું મોત થયું છે. મહિલા કમળો થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
ગાયના છાણમાંથી બનેલી આ અનોખી રાખડી ભાઇને આપશે ‘વિશિષ્ઠ પ્રકારની ઉર્જા’
જોકે મેધરાજાના વિરામ બાદ શહેરમાં મચ્છર જન્ય રોગે માથું ઉચક્યું છે. ત્યારે ત્યારે તંત્ર પણ મોડે મોડે હરકતમાં આવીને દવા ચટકાવાની કામગીરી શરુ કરી છે. તેમજ ઉકાઈ ડેમમાંથી પાણી છોડતા તાપી નદીમાં ફલડ ગેટ બંધ કરતા કાદર શાહની નાલ અને વેડ પંડોળ વિસ્તારમાં બે દિવસથી ગટરના પાણી ભરાયા હતા. જોકે આ ગટરના પાણીથી રોગચાળો ન ફાટે તે માટે વહીવટી તંત્ર દ્વારા મેડીકલ મોબાઈલ વાન સુવિધા આપીને તમામના રીપોર્ટ કરી ચકાસણી હાથ કરી છે.
અસામાજિક તત્વોએ યુવાનને જાહેરમાં ઢોર માર માર્યો, વીડિયો થયો વાયરલ
સિવિલ હોસ્પિટલની વાત કરીએતોમાં ઝાડા ઊલટીના દર્દી જૂન મહિનામાં 69 ,જુલાઇ મહિનામાં 107 જ્યારે ઓગસ્ટ મહિનામાં 37 કેશ નોંધાય છે. બીજી બાજુ ગયા વર્ષ કરતા આ વર્ષએ ઝાડા ઊલટીના ઓછા કેશ હોવાનું આરોગ્ય વિભાગના અધકારીઓ દ્વારા જણાવમાં આવેલ છે.
ભાજપનું સદસ્યતા અભિયાન પુરજોશમાં, હવે આ ગુજરાતી કલાકારો BJPમાં જોડાયા
સુરત શહેરમાં એક બાળક સહિત બે વ્યક્તિના ઝાડા ઉલ્ટી બાદ મોત થતા આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ડીંડોલીમાં ત્રણથી રોગચાળાની લપેટમાં મોત નીપજતા આરોગ્ય વિભાગ ઉધતું ઝડપાયું છે. સમગ્ર ઘટના અંગે માનપના અધિકારીઓને જાણ થતાં આરોગ્ય અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. વિસ્તારમાં સફાઈ કરી દવા છટવાની કામગીરી હાથ ધરી હતી.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે