Surendranagar: જન્માષ્ટમીના દિવસે ચોટીલા દર્શન કરવા પહોંચેલી મહિલાએ પગથિયા પર આપ્યો દીકરીને જન્મ
ગોધરાના મંડોડ ગામના રોશનીબેન નામના મહિલાએ પગથિયા પર જ પ્રસૂતિની પીડા ઉપડતા બાળકીને જન્મ આપ્યો હતો.
Trending Photos
સુરેન્દ્રનગરઃ શ્રાવણ મહિનાના ચોથા સોમવારની સાથે જન્માષ્ટમી પણ હતી. જન્માષ્ટમીના દિવસે મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા હતા. ચોટીલા માતા ચાંમુડાના ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે અહીં દર્શન કરવા આવેલા એક સગર્ભા મહિલા પગઠિયા ચઢી રહ્યા હતા ત્યારે સગર્ભાને પ્રસૂતિની પીડા ઉમટી હતી અને મહિલાની પગથિયા પર પ્રસૂતિ થઈ હતી. મહિલાએ ડુંગરના પગથિયા પર જ દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ 108માં મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ઘટનાની મળેલી માહિતી પ્રમાણે ચોટીલામાં જન્માષ્ટમીના તહેવારને લઈને હજારો લોકો દર્શન માટે આવ્યા હતા. ત્યારે ગોધરાના મંડોડ ગામના રોશનીબેન નામના મહિલાએ પગથિયા પર જ પ્રસૂતિની પીડા ઉપડતા બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ 108ને આ ઘટનાની જાણ કરાતા એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી અને તે મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે વાત કરતા 108ની ટીમે કહ્યું કે, મહિલા ચામુંડા માતાજીના દર્શન કરવા ઉપર પગથિયા ચઢી રહ્યા હતા ત્યારે તેમને દુખાવો ઉપાડ્યો હતો. ત્યાં વચ્ચે જ દીકરીને જન્મ આપ્યો હતો. જ્યારે 108ની ટીમ પહોંચી ત્યારે મહિલા અને બાળકીને નીચે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે