બોલો...મોજશોખ પૂરા કરવા યુવક ચોરી કરતો; એલંકી પાનાથી એક બે નહીં 12 વાહનો ચોર્યા

આરોપીઓ મોજશોખ પૂરા કરવા પહેલા મિસ્ત્રી કામ કરતા હોવાનું નાટક કરતા બાદમાં વિસ્તારમાંથી મોટર સાયકલ ચોરી કરી ફરાર થઇ જતા. હાલ પોલીસે ચોરીના 12 જેટલા મોટર સાયકલ કબ્જે કરી વધુ ગુનાનો ભેદ ઉકેલાય તે દિશામાં તપાસ શરૂ કરી છે. 

બોલો...મોજશોખ પૂરા કરવા યુવક ચોરી કરતો; એલંકી પાનાથી એક બે નહીં 12 વાહનો ચોર્યા

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં મોટર સાયકલોની ચોરી કરતા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા છે. આરોપીઓ મોજશોખ પૂરા કરવા પહેલા મિસ્ત્રી કામ કરતા હોવાનું નાટક કરતા બાદમાં વિસ્તારમાંથી મોટર સાયકલ ચોરી કરી ફરાર થઇ જતા. હાલ પોલીસે ચોરીના 12 જેટલા મોટર સાયકલ કબ્જે કરી વધુ ગુનાનો ભેદ ઉકેલાય તે દિશામાં તપાસ શરૂ કરી છે. 

પોલીસે ધરપકડ કરેલ આરોપીનું નામ દિનેશ પરિહાર છે. જેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાણક્યપુરી પાસેથી વાહન ચોરીના ગુનામાં પકડ્યો હતો. જોકે આરોપી દિનેશની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન ચોરીના આઠ મોટરસાયકલ સહિત રૂપિયા 4 લાખ 85 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. એટલુ જ નહીં પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને રાજસ્થાનમાંથી આરોપી દિનેશે 12 જેટલા મોટર સાયકલ ની ચોરી કરી હતી.

પકડાયેલ આરોપી દિનેશ પરિહાર ચાણક્યપુરી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો અને પોતાની અલગ જ મોડેસ ઓપરેન્ડીથી નવી બનતી ફ્લેટોની સ્કીમમાં મિસ્ત્રી કામ કરવા ના બહાને વાહનો ચોરી કરી આવતો. શરૂઆતમાં આરોપીનો મિત્ર હિંમતસિંહ રૂપાવત અમદાવાદ ફરવા માટે આવ્યો ત્યારે આરોપી પાસે મોટરસાયકલ નોહતી પણ મિત્રોને સારું લગાડવામાં માટે કારંજ વિસ્તારમાંથી એક મોટર સાયકલ ની ચોરી કરી.ત્યારબાદ બંને મિત્રો ચોરીના પ્લાનથી અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા અને હિંમતસિંહ આ બાઈક લઈને રાજસ્થાન ખાતે જતો રહ્યો હતો.

આરોપી વાહનનો લોક તોડી પોતાની પાસે રહેલ એલંકી પાના વડે વાહન ચાલુ કરીને ચોરી કરતો હતો. જે વાહનનો ઉપયોગ તે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરવા માટે અને રાજસ્થાન ખાતે તેના વતનમાં જવા માટે કરતો હતો. જો કે જ્યારે જે તે મોટર સાયકલનો શોખ પૂરો થઈ જાય ત્યારે તે મોટર સાયકલ બિનવારસી કોઈપણ જગ્યાએ મૂકી દેતો હતો અને બીજા મોટર સાયકલની ચોરી કરતો હતો. હાલ તો આરોપી અમદાવાદના માધુપુરા, ચાંદખેડા, કારંજ સહિતના વિસ્તારોમાં ચોરી કર્યા હોવાનું પણ સામે આવતા પોલીસે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news