વિચિત્ર કિસ્સો: ખેડૂતને ઝેરીલા સર્પે ડંખ મારતા ગુસ્સામાં આવીને ખેડૂતે સાપને જ બચકા ભર્યા

ગુસ્સો ક્યારે અને શું કરાવે તે કહેવું મુશ્કેલ છે. ગુસ્સાની ચરમસીમા એટલી હદ વટાવી જાય કે માણસે જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. આવો જ કૈક વિચિત્ર કહી શકાય એવો કિસ્સો મહિસાગરમાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં આવેશમાં આવી એક ખેડૂતે એવી તે હદ વટાવી કે તેને પોતાનો જ જીવ ગુમાવવાનો વારો આવ્યો બનાવ સંતરામપુરના અંજણવા ગામનો છે. જ્યા ખેડૂતને સાપે ડંખ મારતા આવેશમાં ખેડૂતે સાપ નેજ બચકા ભરી મોતને ઘાટ ઉતાર્યો હતો.

વિચિત્ર કિસ્સો: ખેડૂતને ઝેરીલા સર્પે ડંખ મારતા ગુસ્સામાં આવીને ખેડૂતે સાપને જ બચકા ભર્યા

જયેન્દ્ર ભોઇ/ગોધરા : ગુસ્સો ક્યારે અને શું કરાવે તે કહેવું મુશ્કેલ છે. ગુસ્સાની ચરમસીમા એટલી હદ વટાવી જાય કે માણસે જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. આવો જ કૈક વિચિત્ર કહી શકાય એવો કિસ્સો મહિસાગરમાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં આવેશમાં આવી એક ખેડૂતે એવી તે હદ વટાવી કે તેને પોતાનો જ જીવ ગુમાવવાનો વારો આવ્યો બનાવ સંતરામપુરના અંજણવા ગામનો છે. જ્યા ખેડૂતને સાપે ડંખ મારતા આવેશમાં ખેડૂતે સાપ નેજ બચકા ભરી મોતને ઘાટ ઉતાર્યો હતો.
 
સંતરામપુર તાલુકાના આજણવા ગામે રહેતા ખેડૂત પર્વતભાઈ બારીયા આજરોજ પોતાના ખેતરમાં ખેડાણ કરી રહ્યા હતા. ત્યાર બાદ આરામ કરવા માટે ખેતરના છેડાના ભાગે પર્વતભાઈ બારીયા બેઠા હતા. જ્યાંથી પસાર થતા સાપે ખેડૂતને હાથના ભાગે ડંખ માર્યો હતો. સર્પદંશ થી ચીડાયેલા પર્વતભાઈને એવો તો ગુસ્સો આવ્યો કે આવેશમાં આવી તેને ઝેરીલા સાપને બચકા ભરી લીધા હતા.

અમદાવાદ-મહેસાણા હાઇવે પર થયેલા અકસ્માતમાં હાર્ટ સર્જન ડૉક્ટર તુષાર પટેલનું નિધન

અજાણવા ગામના 70 વર્ષીય પર્વત ગુલાબ બારીયા નામના ખેડૂત પોતાના ખેતરમાં ખેતી કામ કરી રહ્યા હતા. દરમિયાન અચાનક ઝેરી સાપે પર્વત ભાઈના હાથના ભાગે ડંખ મારી દીધો પછી તો પર્વત ભાઈનો પીત્તો ગયો અને આવેશમાં આવી ડંખ મારી ભાગતા ઝેરી સાપને તરતજ પકડી પોતાના મોઢામાં નાખી બચકા ભરવા લાગ્યા હતા,

ઘટના જોયા બાદ આસપાસના ખેડૂતો દંગ રહી ગયા હતા. અને તુરંત ખેડૂતના પરિજનોને બનાવની જાણ કરી બનાવની જાણ સાથે પરિવાર ખેતરમાં દોડી આવ્યો હતો. અને ઈજાગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક સેવા 108ની મદદ લઇ ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ખેડૂતનું મોત થયું હતું. આ તરફ ખેડૂતને ડંખ મારનાર ઝેરી સાપને પરિજનોએ સળગાવી હોસ્પિલ ખાતે લઈ આવ્યા હતા. નોંધનીય છે પોતાના ગુસ્સા ઉપર કાબુ મેળવી  ન સકતા વ્યક્તિ આવેશમાં એવી ઘટનાને નજામ પાપે જે ઘટનામાં તેને પોતાનોજ જીવ ગુમાવવાનો વારો આવે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news