યુવતીનો આ VIDEO જોયા બાદ તમારી આંખમાં આંસુ ન આવે તો તમે કંઇ પણ છો માણસ તો નથી જ !
ગુજરાતમાં હાલ એક વીડિયોએ ખુબ જ ચકચાર જગાવી છે, એક યુવતી પોતાનાં પતિના ત્રાસના કારણે ખુબ જ હૃદય દ્રાવક વીડિયો બનાવ્યા બાદ આત્મહત્યા કરે છે, આ વીડિયો જોઇને ભલભલા પથ્થરદિલ લોકોની પણ આંખો ભીની થઇ જાય તેવો આ વીડિયો જોઇ તમારી આંખો પણ ચોક્કસ ભીની થશે
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : એક દિકરી બન્યા બાદ યવતી એક પત્ની તરીકેના રૂપ માટે અનેક સપનાઓ સેવતી હોય છે. પતિ અને સાસરિયાઓ સામે અપેક્ષાઓ રાખતી હોય પણ જ્યારે આ અપેક્ષાઓ ભરેલા સપના તૂટે ત્યારે ન થવાનું થઈ જાય છે. અમદાવાદમાં આવી જ એક ઘટના બની જ્યા માત્ર 23 વર્ષની યુવતીએ પોતાના પતિ અના સાસરિયાના ત્રાસથી આપઘાત કરી લીધો. રુંવાડા ખડા કરતા આ યુવતીના અંતિમ શબ્દો અને લાચાર માબાપની વિનંતી..આ ઘટનાને વધુ કરુણ બનાવી જાય છે.
આ જ અંતિમ શબ્દો આયશા મકરાણીના હતાં જેણે પોતાના માતાપિતાની અંતિમ વાત માની નહીં અને બાદમાં લગાવી દીધી અમદાવાદની સાબરમતી નદીમાં છલાંગ. રાજસ્થાનના જાલોરના આરિફ ખાન સાથે પોતાની વ્હાલસોયીને પરણાવી હતી પણ આ પરિવારને ખ્યાલ નહોતો કે તેમની લાડલી દુનિયાને આ રીતે અલવિદા કહી દેશે. વીડિયોમાં પોતાના પતિને આઝાદ કરવાની વાત કરતી આયશાએ પોતાના માતાપિતા પાસે પણ મરવા પરવાનગી માગી હતી.
અઢી વર્ષના લગ્નજીવનમાં આયેશાને મળી હતાશા
અઢી વર્ષના લગ્ન જીવનમા પતિના માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ અંતિમ પગલુ ભર્યુ. યુવતીનો અંતિમ વીડિયો અને પરિવાર સાથેની વાતચીતના ઓડીયોને લઈને પોલીસે પતિ વિરૂધ્ધ દુષ્પેરણાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદના વટવામાં રહેતા લિયાકત અલીએ પોતાની લાડલી દીકરી આયશા ઉર્ફે સોનુંના લગ્ન 2018માં રાજસ્થાનના જાલોરમાં રહેતા આરિફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આયશાને પતિ અને સાસરિયાઓ દહેજ માટે ત્રાસ આપતા હતાં. વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માંગી ઝઘડો કરતો હોવાની પણ તેણે માતાપિતાને ફરિયાદ કરી હતી અને આ જ ઝઘડા પછી આયશાને પિયર મૂકી ગયા હતા. બાદમાં સમાજના લોકોએ ભેગા મળી સમાધાન કરાવ્યુ અને તેને પાછી સાસરે વળાવી હતી. ફરીથી વર્ષ 2019માં આયશાને તેના સાસરિયાઓ તેને પિયરમાં મૂકી જતાં આયશા તેના માતાપિતા સાથે રહેતી હતી. બાદમાં જમાઈ આરિફ આયશાના ઘરે આવ્યો અને દહેજ માગી દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો. બાદમાં ફરી આયશાને તેડી જઈ પાછી તેને પિયરમાં મૂકી જતાં આયશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ સાસુ-સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ પણ કર્યો હતો. પોતાના પતિ અને સાસરિયા સામે કેસ કરવા મામલે જ પતિ આરિફ ખાનનો ઈગો હર્ટ થયો અને તેણે પત્નીને લઈ જવાનો ઈનકાર જ ના કર્યો પણ આપઘાત કરતાં પહેલા વીડિયો પણ પોતાને મોકલવાની વાત કરી હતી અને આ જ વાત માની યુવતીએ આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો.
આપઘાત પહેલા માતાપિતા સાથે મોબાઈલ પર અંતિમ વાત
યુવતીએ આપઘાત પહેલા વીડિયો ઉતાર્યો અને બાદમાં વીડિયો પોતાના માતાપિતા અને પતિને પણ મોકલ્યો. મરતા પહેલા આયશાએ માતા-પિતા સાથે વાતચીત કરી. રૂવાડા ઊભા કરી દે તેવી રીતે દિકરીએ મોત માટે મંજૂરી માંગી.
આયશા મકરાણી: પપ્પા..
પિતા: હા.. બેટા કહાં હૈ?
આયશા મકરાણી: બસ આ રહી હું મૈં
પિતા: કહાં પર રહે ગઈ તું?
આયશા મકરાણી: રિવરફ્રન્ટ પે હું આ રહી હું મૈં
પિતા: મૈં મોન્ટુ કો ભેજતા હું, હલો, સુનો..
આયશા મકરાણી: હાં..
પિતા: મેરી બાત સૂન બેટા..
આયશા મકરાણી: મુજે કુછ નહીં સુનના પપ્પા
પિતા: દેખ ગલત બાત મત કર અમ્મી સે બાત કર
આયશા મકરાણી: મુજે કુછ નહીં સુનના મુજે બસ પાની મે કુદને કો કહા હૈ
મમ્મી: નહીં બેટા ઐસા કામ મત કરના
આયશા મકરાણી: મમ્મી બહોત હો ગયા
મમ્મી: ઐસા કામ કરને સે લોગ બોલેંગે કે યે ખરાબ થી
આયશા મકરાણી: જીસે જો ચાહે બોલના હૈ બોલે
મમ્મી: ઐસા કોઈ કામ નહીં કરના
આયશા મકરાણી: બહોત હુઆ મોમ, બસ હુઆ
પિતા: મૈં તુજે લેને આ રહા હું
મમ્મી: ઐસા કુછ નહીં મેરે કો
આયશા મકરાણી: મોમ બસ હુઆ, બસ હુઆ મોમ
મમ્મી: હાં તો ઐસા કામ કરના હી નહીં હૈ ના કુછ નહીં હૈ
આયશા મકરાણી: નહીં મોમ ઈન્હોને.. મુજે પાની મે કુદના હૈ, નહીં જીના મોમ
મમ્મી: બાબા કી કસમ, તેરે કો ઐસા કામ ન કર કુછ ભી
આયશા મકરાણી: મુજે નહીં જીના મોમ, મૈ બહોત થક ગઈ હું
મમ્મી: ઐસા કુછ ભી નહીં હૈ અલ્લા માલિક હૈ માફ કરેગા
પિતા: મુજે જાલોર જાના હૈ મેરી બાત સુન
આયશા મકરાણી: મુજે કિસીસે બાત નહીં કરની, ઉસકો નહીં આના મેરી જિંદગી મેં, આઝાદી ચહિયે.. તો આઝાદી દેદી ના... આઝાદી ચહિયેના.. બોલતા હૈ તું મરને જા તો વીડિયો બના કે ભેજ દેના તો મેરો કો પુલિસ ન લે જાયે તો બોલા ઠીક હૈ તો વીડિયો દે દી ઉસકો.. હાં તો ઠીક હૈ મૈં મરને જા રહી હું તુમ્હારે વહાં કોઈ નહીં આયેગા
મમ્મી: ઐસા કરના હી મત કુછ ભી
આયશા મકરાણી: વીડિયો ભેજ દી, અબ મૈં મરના ચાહતી હું મમ્મી, બહોત હુઆ, થક ગઈ હું યાર લાઈફ મેં યે કહેના, થક ગઈ હું મૈં, કબ તક હસું મૈં?
મમ્મી: કુછ નહીં ઐસા કુછ ભી હોગા
પિતા: મે કલ જાતા હું જાલોર
મમ્મી: તેરે પપ્પા કલ જાલોર જાતેં હૈ
આયશા મકરાણી: નહીં પપ્પા અબ લેટ હો ગયા પપ્પા, લેટ હો ગયા
મમ્મી: નહી લેટ હુઆ, પપ્પા કલ જા રહેં હૈં
આયશા મકરાણી: લેટ હો ગયા
મમ્મી: પપ્પા સબ સમજ લેંગે બેટા તુ શાંતિ રખ
આયશા મકરાણી: નહીં મોમ મુજે અબ નહીં જીના
પિતા: સોનું
આયશા મકરાણી: અબ નહીં જીના
પિતા: નહીં બેટા સોનું.. મેરી બાત સુન
આયશા મકરાણી: પપ્પા મૈં થક ગઈ હું
પિતા: સોનું મેરી બાત સૂનેગી પહેલે
આયશા મકરાણી: ઉસે નહીં લાના મેરી લાઈફ મે.. ઠીક હૈ ના.. નહીં જીના મુજે
પિતા: મૈં કલ બાત કરને જાતા હું જાલોર
આયશા મકરાણી: મેરી મૈયત મે ઉસે બુલાના હૈ તો બુલાઓ
પિતા: મેરી બાત સૂન લે બેટા, ઈતના તુને સૂના ના મેરા
આયશા મકરાણી: પપ્પા નહીં યાર, કબ તક આપ કો તકલીફ દૂ સબકો
પિતા: મા આયશા રદિ અલ્લાહુતાલ્લા અન્હા પર સે નામ હૈ તેરા બેટા ઉસ નામ કી લાજ રખ, ઉસ નામ કી લાજ રખ
આયશા મકરાણી: મુબારક તકદિર લે કે નહીં આઈ હું
પિતા: મા આયશા રદિ અલ્લાહુતાલ્લા અન્હા મુબારક નામ હૈ તેરા, આયશા રદિ અલ્લાહુતાલ્લા અન્હા કી કસમ હૈ તેરે કો તું ઘર આ
આયશા મકરાણી: બચ ગઈ તો લે જાના, મિટ ગઈ તો દફન કર દેના
પિતા: મૈ જાલોર જા રહા હું
આયશા મકરાણી: નહીં પપ્પા
પિતા: મૈં કલ જાલોર જા રહા હૂં, કુછ ભી કિંમત પે સબ સુલજા દેતા હૂં બસ, તેરે કો કલમ પાક કી કસમ હૈ દેખ
આયશા મકરાણી: અબ બસ પપ્પા, અબ બસ
પિતા: તેરે કો બોલા ના.. તું ઘર આ જા બેટા
આયશા મકરાણી: આપકો આરિફ સે બાત કરની હૈ તો કર લો, મૈં ઉસે જો બાત કી
પિતા: મેરી બાત સૂન બેટા, મેરી બાત નહીં સૂનેગી
આયશા મકરાણી: આપ આપ માફ કરીએ અબ નહીં જીના પપ્પા બસ હુઆના પપ્પા યે, કબ તક પરેશાન રહુંગી ખુદ કે લિયે, સબ કો પરેશાન કરતી રહુંગી
પિતા: મેરી બાત સૂન, ઉસસે ક્યા હલ હોગા બેટા, વો લોગ જેલ મે જાયેંગે
આયશા મકરાણી: કોઈ જેલ નહીં જાયેગા પપ્પા, મૈને વીડિયો બના કે દે દી, કોઈ કિસકી જિમ્મેદારી નહીં
પિતા: અરે તું મેરી બાત સૂન બેટા, દેખ તેરી અમ્મી રો રહી હૈ ઘર આ જા બેટા
આયશા મકરાણી: અબ મૈ થક ગઈ હૂં
પિતા: મૈં મોન્ટૂ કો ભેજતા હું, કહાં પર હૈ, કૌન સી જગા પર હૈ
આયશા મકરાણી: પતા નહીં, રિવરફ્રન્ટ પે હું
પિતા: તું મેરી બાત નહીં સુનેગી બેટા?
આયશા મકરાણી: પપ્પા મૈં થક ગઈ હું, કોઈ સોલ્યુશન નહીં હૈ મેરી જિંદગી કા
પિતા: સોલ્યુશન હૈ બેટા, સબ સોલ્યુશન હૈ, સબ સોલ્યુશન હૈ બેટા, મેરી બાત સૂન તું
આયશા મકરાણી: વો બોલતે હૈ કિ કેસ નહીં કિયા હોતા તો મેરી બાત સૂનતા,
પિતા: મૈં જા રહા હૂં ના તો મૈં જા કે બાત કરતા હૂં, કેસ વાપસ લે લેંગે સબ સુલજ જાયેગા
આયશા મકરાણી: વો નહીં આયેગા
પિતા: અરે ઉસકા બાપ ભી આયેગા
આયશા મકરાણી: વો નહીં આયેગા
પિતા: અરે ઉસકા બાપ ભી આયેગા, એક બાત સૂન, મુજ પે ભરોસા કર તૂં મેરી બાત સૂન
આયશા મકરાણી: મૈને બહોત ભરોસા કર દિયા
પિતા: એક બાર ઘર આજા તૂં મેરી બાત સૂન લે, તુજે કુરાન શરિફ કી કસમ હૈ તું ઘર આ જા બેટા
આયશા મકરાણી: અબ નહીં આના પપ્પા
પિતા: ઘર આજા બેટા સમજતી ક્યૂ નહીં હૈ? મૈ ખુદ આત્મહત્યા કર લૂંગા ફિર, સબ કો માર દૂંગા મૈં કિસી કો જિંદા નહીં રખૂગા ફિર
પિતા: પપ્પા મૈં આ રહી હું
યુવતીના પતિનું એક વોટ્સઅપ સ્ટેટસ પણ સામે આવ્યું છે જેમાં તેણે લખ્યુ છે કે કોણ ચાલ્યુ ગયું છે તે ઈમ્પોર્ટન્ટ નથી કોણ સાથે છે તે ઈમ્પોર્ટન્ટ છે. આપઘાતના દિવસે પણ આયશાએ પતિ આરિફ સાથે વાતચીત કરતા આરિફ તેને મરી જવા અને વીડિયો બનાવવા ઉશ્કેરી પણ હતી જેથી પરિવારે તેના પતિને સજા થાય તેવી માગ કરી હતી. પોલીસે પણ પતિ સામે આપઘાત કરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે અને તેને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
(આયેશાના શેતાન પતિએ મુકેલું સ્ટેટસ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે