West Bengal: ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ADG લો એન્ડ ઓર્ડરને હટાવ્યા

Assembly Election 2021: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે રાજ્યના એજીડી લો એન્ડ ઓર્ડર જાવેદ શમીમને પદ પરથી હટાવી દીધા છે. તેમના સ્થાને જગમોહનને એજીડી લો એન્ડ ઓર્ડર બનાવી દીધા છે. 

West Bengal: ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ADG લો એન્ડ ઓર્ડરને હટાવ્યા

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election 2021) ની જાહેરાત થવાની સાથે ચૂંટણી પંચ (Elecion Commission) કાયદો વ્યવસ્થાની પ્રક્રિયાને મજબૂત કરવાની શરૂઆત કરી દીધી છે. આ કડીમાં સૌથી પહેલા ચૂંટણી પંચે રાજ્યના એજીડી લો એન્ડ ઓર્ડર જાવેદ શમીમને પદ પરથી હટાવી દીધા છે. તેમના સ્થાને જગમોહનને એજીડી લો એન્ડ ઓર્ડર બનાવી દીધા છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરી છે. 

રાજ્યપાલ ભવનથી જાહેર થયો આદેશ
પશ્ચિમ બંગાળના એડીજી (લો એન્ડ ઓર્ડર) જાવેદ શમીમને હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને ડીજી (ફાયર સર્વિસ) જગમોહનને નવા એડીજી (કાયદો-વ્યવસ્થા) બનાવવામાં આવ્યા છે. એજીડી  (કાયદો-વ્યવસ્થા) ચૂંટણી પંચની સાથે નોડલ એજન્સીના રૂપમાં કામ કરે છે. જાવેદ શમીમને ડીજી ફાયર સેવા બનાવવામાં આવ્યા છે. જગમોહન 1991 બેચના આઈપીએસ અધિકારી છે. 

Jag Mohan Letter

હાલમાં જ એડીજી બન્યા હતા શમીમ
મમતા બેનર્જી સરકારે જાવેદ શમીમને થોડા સમય પહેલા એડીજી (લો એન્ડ ઓર્ડર) બનાવ્યા હતા. પરંતુ ચૂંટણી પંચે ચૂંટણી તારીખોની જાહેરાત કર્યાના બીજા દિવસે શમીમને પદ પરથી હટાવી દીધા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news