BIG BREAKING: ગુજરાતના 68 IAS અધિકારીઓની બદલીના આદેશ, 4 IAS અધિકારીઓને પ્રમોશન
રાજ્ય સરકાર દ્વારા કુલ 20 IAS અધિકારીઓની બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં વાત કરીએ તો અમદાવાદમાં નવા મ્યુનિસપલ કોર્પોરેશનના કમિશ્નર બિંછાનિધી પાની બન્યા છે.
Trending Photos
IAS Officers Transfer: ગુજરાતમાં વધુ એક બદલીના આદેશ અપાયા છે. રાજ્ય સરકાર દ્વારા કુલ 20 IAS અધિકારીઓની બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં વાત કરીએ તો અમદાવાદમાં નવા મ્યુનિસપલ કોર્પોરેશનના કમિશ્નર બિંછાનિધી પાની બન્યા છે.
ગુજરાતના 68 IASની બદલી, રાજ્યના 4 IAS અધિકારીઓને પ્રમોશન અપાયા છે. બીજી બાજુ અમદાવાદ મનપાના કમિશ્નર બનાવાયા છે. જી હા.. અમદાવાદના નના મનપા કમિશ્નર બંછાનીધી પાનીને બનાવવામાં આવ્યા છે, જ્યારે અવંતિકા સિંઘને GACLના એમડીનો વધારાનો ચાર્જ સોંપાયો છે. એટલું જ નહીં, બીજા અનેક ધરખમ ફેરફાર કરાયા છે.
રાજ્યના 4 IAS અધિકારીઓને પણ પ્રમોશન અપાયું છે. પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પ્રમોશન અપાયું છે. જેમાં વિનોદ રાવ, એમ થેંનારસન, અનુપમ આનંદ અને મિલિંદ તોરવણેને પ્રમોશન અપાયું છે.
આઈએએસ અધિકારીઓની બદલી અને બઢતીમાં મુખ્ય સચિવની નિવૃત્તિ પછી ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. પી સ્વરૂપ કમિશ્નર લેન્ડ રીફોર્મસમાંથી કમિશનર ઈન્ડસ્ટ્રીઝ તરીકે બદલી, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘને ગુજરાત આલ્કલાઈનની એમડી તરીકે વધારાનો ચાર્જ સોંપાયો છે. સરસ્વતી સાધનામાં સાયકલ ભંગાર થવાના મામલે કોટેજ ઇન્ડસ્ટ્રિઝના કમિશ્નર પ્રવિણ સોલંકી સાઈડલાઈન કરાયા છે. પ્રવિણ સોલંકીને મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યુટના ડિજી તરીકે મુકાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે