PDPU પદવી સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
PDPUના સાતમા પદવી સમારોહમાં પીડીપીયુના પ્રેસીડેન્ટ મુકેશ અંબાણી તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાજરી આપી હતી. જ્યારે મુખ્ય અતિથી તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પણ હાજર રહ્યા હતા. આ સમારોહમાં આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. 31 પીએચડી અને 61 ગોલ્ડ મેડલ વિજેતાઓને કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.
Trending Photos
અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે ત્યારે સવારે અમદાવાદમાં ઇલેક્ટ્રીક બસને લીલી ઝંડી આપી હતી અને ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે અમિત શાહની હાજરીમાં ગુજરાતમાં યોજાનાર સાત બેઠકોની વિધાનસભાની ચૂંટણી માટે પણ રાજકીય ચર્ચા અમિત શાહ દ્વારા કરવામાં આવી હોવાના મળ્યા સંકેતો મળ્યા હતા. ત્યારે હવે તેઓ PDPUના પદલી સમારોહમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.
અમિત શાહે PDPUના સાતમા પદવી સમારોહમાં વિદ્યાર્થીએને જણાવ્યું હતું કે, લક્ષ્ય ઉંચો રાખવો જોઇએ. જે વિદ્યાર્થીઓએ સારુ ભણતર મેળવી રહ્યા છે તેમને પ્રધાનમંત્રી અને મારા તરફથી અભિનંદન પાઠવું છું. પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સીટી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને પંડિત દિન દયાળ વિશે માહિતી આપી હતી. અને તેમના દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી સિદ્ધિઓની જવાણી હતી. આ યુનિવર્સીટી વિશ્વમાં વિખ્યાત બની છે.
મુકેશ અંબાણીના વખાણ કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, પિતાની જેમ મુકેશ અંબાણી પણ એક સારા ઉદ્યોગપતિ સાબિત થયા છે. મુકેશ અંબાણીએ આ સંસ્થાને સાથ આપીને વિશ્વની સૌથી સફળ યુનિવર્સિટી બનાવામાં મહત્વનો ફાળો આપ્યો છે. રિસર્ચ અને ડેવલોપમેન્ટ અંગે PDPUએ નવા વિષયો શરૂ કરવામાં આવે તેવી માગ પણ કરી હતી.
ભારતની હાલની સ્થિતિ અંગે જણાવતા કહ્યું કે, મારી સામે બેઠેલા તમામ વિદ્યાર્થી આગામી ભારતનું ભવિષ્ય છે, દેશમાં કેટાલાય વર્ષોથી દેશને આગળ વધારાવા માટે અનેક સરકારોએ પ્રયત્નો કર્યા હતા. 2014 સુધી અત્યાર સુધીમાં દેશને સુધારવાનું કામ મોદી સરકારે કર્યું છે. 2014માં દેશની જનતાએ પૂર્ણ બહુમતની સરકાર આપી અને 5 વર્ષમાં મોદી સરકારે દેશની જનતાને પરિવર્તનનો અર્થ સમજાવ્યો છે. 2014ની ભારતની આર્થિક સ્થિતિ કરતા અત્યારની સ્થિતિમાં સુધારો આવ્યો છે.
ભારત સૌથી ઝડપી ગતિએ આગળ વધનારો દેશ બન્યો છે. ભારત 2022 સુધીમાં દુનિયાની ટોપ 3 ઇકોનોમી ધરાવતો દેશ બનશે. મહત્વનું છે, કે IMFએ પણ ભારત સૌથી ઝડપી વિકાસ દરથી આગામી 2 વર્ષેમાં વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રધાન મંત્રી મોદીના નિર્ણય દેશના લોકોને સારા લાગે તે માટે નથી હોતા દેશના લોકોનું સારુ થાય તે માટે હોય છે. 5 ટ્રીલિયન ડોલર નું અર્થતંત્ર બનવા તરફ ભારત આગળ વધુ રહ્યું છે.
વર્ષોથી ચાલી આવી રહેલી આતંકવાદ અંગેની માન્યતાઓ પ્રધાનમંત્રી ખોટી સાબિત કરી છે. દેશની સુરક્ષા સામે સવાલ ઉભા થયા ત્યારે ભારતે એરસ્ટ્રાઇક કરી છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કાશ્મીરમાંથી કલમ 370ને દૂર કરવામાં આવી અને હવે કાશ્મીરનો વિકાસ થશે. તેમાં નવા ઉદ્યોગોની સ્થાપના થશે અને નવી રોજગારીની તકો પણ ઉભી કરવામાં આવશે.
PDPUના સાતમા પદવી સમારોહમાં પીડીપીયુના પ્રેસીડેન્ટ મુકેશ અંબાણી તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાજરી આપી હતી. જ્યારે મુખ્ય અતિથી તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પણ હાજર રહ્યા હતા. આ સમારોહમાં આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. 31 પીએચડી અને 61 ગોલ્ડ મેડલ વિજેતાઓને કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.
અમિત શાહે ઈલેક્ટ્રીક બસને લીલીઝંડી આપી, કહ્યું-૧૩૦ કરોડ લોકો સંકલ્પ કરે તો દેશ ૧૩૦ કરોડ મીટર આગળ વધી શકશે
સવારે અમિત શાહના નિવાસસ્થાને નેતાઓનો જમાવડો
ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં હોઈ તેમની ઘરે સવારે નેતાઓ તથા અન્ય મહાનુભાવોની મુલાકાતોનો દાર શરૂ થયો હતો. વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી અને MLA, કોંગ્રેસના પૂર્વ MLAઅને હાલ ભાજપમાં રમીલાબેન દેસાઈ તથા ધારાસભ્ય બાબુ જમના પટેલ, તેજશ્રી પટેલ અમિત શાહના ઘરે મળવા પહોંચ્યા હતા. તો બીજી તરફ, ગ્રંથ નિર્માણ બોર્ડના ચેરમેન ભાવનાબેન પટેલ પણ અમિત શાહના ઘરે મળવા પહોંચ્યા હતા.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે