વડોદરાના ઉમેદવાર મનીષા વકીલની મિલકતનું સરવૈયું, 5 વર્ષમાં 5 ગણી વધી, દીકરો પણ લખપતિ બન્યો
Gujarat Elections 2022 : વડોદરા શહેર વિધાનસભાના ભાજપ ઉમેદવાર મનીષા વકીલે આજે ફોર્મ ભર્યું, જેમાં તેમની મિલકતમાં કેટલો વધારો થયો તે માહિતી સામે આવી
Trending Photos
Gujarat Elections 2022 રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા શહેર વિધાનસભા બેઠક પર પાર્ટીએ સતત ત્રીજી વખત મનીષાબેન વકીલને ટિકિટ આપી છે. ત્યારે આજે વડોદરાના શહેર વિધાનસભાના ઉમેદવાર મનીષા વકીલ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. તેઓએ વડોદરાના યવતેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કર્યા બાદ પગપાળા ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. હાલમાં મનીષા વકીલ રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી છે. ત્યારે તેમની ઉમેદવારી ફોર્મમાં તેમની સંપત્તિની માહિતી સામે આવી છે. જેમાં જાણવા મળ્યું કે, વડોદરા શહેર વિધાનસભાના ભાજપના ઉમેદવાર મનીષાબેન વકીલનું પાંચ વર્ષમાં દેવું ઘટયું અને સંપત્તિમાં વધારો થયો છે.
મનીષા વકીલના જંગમ મિલકતમાં 5 વર્ષમાં 5 ગણો વધારો થયો, જ્યારે તેમના પતિ રાજીવ વકીલની જંગમ મિલકતમાં 10 ગણો વધારો થયો છે. તો 5 વર્ષમાં મનીષા વકીલનો પુત્ર પણ લખપતિ બન્યો છે. પુત્રની જંગમ મિલકત શૂન્ય હતી, જે વધીને 22,18,654 થઈ છે. મનીષા વકીલ અને પતિ રાજીવ વકીલની સ્થાવર મિલકત 5 વર્ષમાં બમણી થઈ છે. 2022 માં તેમની સંપત્તિમાં અઢળક વધારો થયો છે.
2017મા સ્થિતિ
મનીષાબેન વકીલની 2017માં જંગમ મિલકતો 7,93,633 રૂ હતી. તેમના પતિ રાજીવ વકીલની મિલકત 6,20,331 રૂપિયા હતી અને તેમના હાથ પર રોકડ 5/5 હજાર રૂપિયા હતાય તો સ્થાવર મિલકત 35 લાખ રૂપિયા હતી. તેમનુ દેવું 22 લાખ હતું.
2022માં સ્થિતિ
2022 માં તેમની સંપત્તિમાં વધારો થયો છે. મનીષા વકીલ અને પતિ રાજીવ વકીલનું 5 વર્ષમાં દેવું 22 લાખથી ઘટીને 18.50 લાખ થયું છે. તો આ પાંચ વર્ષમાં મનીષા વકીલે કેટલીક સંપત્તિની પણ ખરીદી કરી. 5 વર્ષમાં બે નવી કારની ખરીદી કરી. તો ખેતીની જમીન પણ ખરીદી.
મનીષા વકીલની જંગમ મિલકત
મનીષાબેનના હાથમાં રોકડ 5000થી વધીને 74000 રૂપિયા થયા છે. પતિ રાજીવ વકીલના હાથમાં રોકડ 5000 હતા, તે વધીને 62 હજાર રૂપિયા અને પુત્રના હાથમાં રોકડ 12500 રૂપિયા થયા છે. તેમની કુલ જંગમ મિલકત 37,94,492 બતાવાઈ છે. તો પતિની 62,74,444 રૂપિયા અને પુત્રની 22,18,654 રૂપિયા થઈ છે.
મનીષા વકીલની સ્થાવર મિલકત
કુલ સ્થાવર મિલકત 38,50,000 રૂપિયા થઈ છે. પતિ રાજીવ વકીલની કુલ સ્થાવર મિલકત 39,00,000 રૂપિયા થઈ છે. મનીષાબેન વકીલનું દેવુ 9,10,131 રૂપિયા છે, તો પતિનું દેવું 9,34,903 રૂપિયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે