બાપ રે! ભર શિયાળે ચક્રવાતી તોફાનની દસ્તક! 12 રાજ્યોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ, જાણો કેવું રહેશે ગુજરાતનું હવામાન

Weather Forecast: દેશભરમાં હવામાન ઠંડુ છે. ક્યાંક વરસાદ તો ક્યાંક બરફવર્ષા થઈ રહી છે ક્યાંક ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 30 જાન્યુઆરી સુધી હવામાન આવું રહેવાના એંધાણ છે. જ્યારે ગુજરાતમાં હવામાન કેવું રહેશે તે પણ જાણો. 

બાપ રે! ભર શિયાળે ચક્રવાતી તોફાનની દસ્તક! 12 રાજ્યોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ, જાણો કેવું રહેશે ગુજરાતનું હવામાન

ભારતીય હવામાન વિભાગની ભવિષ્યવાણી ફરીએકવાર સાચી સાબિત પડી રહી છે. પૂર્વાનુમાન મુજબ ગત રાતે દિલ્હી એનસીઆરમાં હળવો વરસાદ પડ્યો. આજે સવારે હળવું ધુમ્મસ જોવા મળ્યું. વાદળો પણ નજરે ચડ્યા. હવામાન વિભાગે આજે પણ વરસાદનું એલર્ટ આપ્યું છે. આજે દિલ્હી એનસીઆરની સાથે સાથે પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરી રાજસ્થાનમાં પણ વાદળ વરસી શકે છે. જેનાથી તાપમાનમાં ઘટાડો આવવાથી ઠંડી વધી શકે છે. આજે પણ વરસાદ પડી શકે છે. જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં વરસાદ અને બરફવર્ષાનો દોર ચાલુ છે. 

હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાના કારણે રસ્તા બ્લોક થઈ ગયા છે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ, સોનમર્ગ, જોજિલા પાસમાં બરફવર્ષાથી ગુરેજ-બાંદીપુરા રોડ, સેમથાન-કિશ્તવાડ, મુગલ રોડ બંધ છે. આજે હિમાચલ પ્રદેશમાં 5 જિલ્લામાં કોલ્ડવેવ ચાલવાનું યલ્લો એલર્ટ રહેશે. 28 જાન્યુઆરી સુધી હિમાચલમાં વરસાદ, બરફવર્ષા, ધુમ્મસ અને કોલ્ડવેવનું હવામાન રહેશે. યુપીના 40 જિલ્લામાં પણ ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. ક્યાંક કયાંક વરસાદ પડવાના આસાર છે. જાણો દેશભરમાં કેવું રહેશે હવામાન. 

ચક્રવાતી તોફાનના આસાર
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ દેશમાં એક ચક્રવાતી તોફાન દસ્તક દઈ રહ્યું છે. કારણ કે 3-3 સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે. એક લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાઈક્લોનિક સર્ક્યુલેશન તરીકે પંજાબ અને તેની આજુબાજુના નીચલા ક્ષોભમંડળ સ્તર પર સ્થિત છે. એક સાઈક્લોનિક સર્ક્યુલેશન નીચલા ક્ષોભમંડળ સ્તર પર જ હરિયાણા અને તેની આજુબાજુના વિસ્તારોમાં સ્થિત છે. એક સાઈક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેના નીચલા ક્ષોભમંડળ સ્તર પર સ્થિત છે. એક વધુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ તરીકે એક્ટિવ છે. 

— India Meteorological Department (@Indiametdept) January 22, 2025

જેની અસરથી આજે 23 જાન્યુઆરીના રોજ પશ્ચિમી હિમાલયી વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ અને બરફવર્ષા થવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, તમિલનાડુ, પુડુચેરીમાં અલગ અલગ સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તમિલનાડુ અને પુડુચેરીમાં તોફાની વાયરો ફૂંકવાની સાથે વરસાદ પડી શકે છે. આ હવામાનની અસર દક્ષિણ ભારતના અન્ય રાજ્યો કેરળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઓડિશામાં પણ જોવા મળી શકે છે. 

તોફાની હવાની અસરથી હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદાખના અલગ અલગ ભાગોમાં કોલ્ડવેવની સંભાવના છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઓડિશા, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 26 જાન્યુઆરી સુધી ધુમ્મસ છવાઈ શકે છે. હિમાચલ પ્રદેશના અલગ અલગ શહેરોમાં કોલ્ડ ડે રહેવાનું એલર્ટ છે. 

— India Meteorological Department (@Indiametdept) January 22, 2025

કેવું રહેશે ગુજરાતમાં હવામાન
ગુજરાતમાં છેલ્લા પાંચ-છ દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ છે. બપોરના સમયે તો લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ રાજ્યમાંથી હજુ શિયાળાએ વિદાય લીધી નથી. તેવામાં ઠંડીનો હજુ એક રાઉન્ડ આવી શકે છે. આ વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી છે. ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર એસ કે દાસે જણાવ્યું કે રાજ્યમાં આગામી સાત દિવસ હવામાન સૂકું રહેશે. જ્યારે આગામી 24 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નથી.

હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં ઉત્તરથી ઉત્તરપૂર્વના પવનો ફૂંકાઈ રહ્યાં છે. હાલમાં ગુજરાતમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે. હવામાન વિભાગે આ સાથે કહ્યું કે 22 જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. 22મી જાન્યુઆરીએ રાતથી પવનની દિશા બદલવાને કારણે ઠંડી વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા સેવાઇ રહી છે. હાલમાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. જેના કારણે હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો આવશે. 22મીથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. જેનાથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાર દિવસ બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરુ થશે. 24 તારીખ સુધી થોડી ગરમી પડશે. 25 તારીખથી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવશે. જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ-કોઈ ભાગમાં માવઠા થશે. 27 જાન્યુઆરી બાદ ગુજરાતમાં 12થી 17 ડિગ્રી તાપમાન રહેશે.   

જાન્યુઆરીના અંતમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. પવન સાથે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતું આ વચ્ચે 22 જાન્યુઆરી સુધીમાં કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી છે. આગામી બે દિવસ વધુ ઠંડી પડે તેવી આગાહી તેમણે કરી છે.અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા સેવાઇ રહી છે. હાલમાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. જેના કારણે હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો આવશે. 22મીથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. જેનાથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news