હાથની આંગળીઓ કપાય તેવો જોરદાર પવન ઉત્તરાયણે ફૂંકાશે, પતંગરસિયા માટે સારા સમાચાર

ગુજરાતમાં હાલ સૌથી વધુ ચિંતા પતંગ રસિયાઓને છે. કમોસમી વરસાદની આગાહી (unseasonal rain) વચ્ચે પવન કેવે રહેશે, પતંગ ઉડાવવા મળશે કે નહિ તે મોટુ ટેન્શ છે. આગાહીકાર અંબાલાલ પટેલે (Ambalal Patel) ઉત્તરાયણ સમયે મોટી આગાહી કરી છે. જેમાં 16થી 19 જાન્યુઆરીએ ગુજરાતના હવામાન (weather update) માં પલટો આવશે. પરંતુ આ વચ્ચે પતંગ રસિયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. ઉત્તરાયણ (uttarayan) ના દિવસે પવનની ગતિ સારી રહેશે. ઉત્તરાયણ પ્રતિ કલાકે 10 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

હાથની આંગળીઓ કપાય તેવો જોરદાર પવન ઉત્તરાયણે ફૂંકાશે, પતંગરસિયા માટે સારા સમાચાર

આશ્કા જાની/અમદાવાદ :ગુજરાતમાં હાલ સૌથી વધુ ચિંતા પતંગ રસિયાઓને છે. કમોસમી વરસાદની આગાહી (unseasonal rain) વચ્ચે પવન કેવે રહેશે, પતંગ ઉડાવવા મળશે કે નહિ તે મોટુ ટેન્શ છે. આગાહીકાર અંબાલાલ પટેલે (Ambalal Patel) ઉત્તરાયણ સમયે મોટી આગાહી કરી છે. જેમાં 16થી 19 જાન્યુઆરીએ ગુજરાતના હવામાન (weather update) માં પલટો આવશે. પરંતુ આ વચ્ચે પતંગ રસિયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. ઉત્તરાયણ (uttarayan) ના દિવસે પવનની ગતિ સારી રહેશે. ઉત્તરાયણ પ્રતિ કલાકે 10 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

આજે પણ અમદાવાદ શહેતમાં પ્રતિ કલાકે 11 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. આગામી 24 કલાક લઘુત્તમ તાપમાન યથાવત રહેશે. હાલ રાજ્યભરમાં કડકડતી ઠંડી યથાવત છે. 6 શહેરોમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે. 5.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર છે. તો ડીસા અને રાજકોટ 9 ડિગ્રી, વડોદરા 9.4 ડિગ્રી, અમરેલી-જૂનાગઢ 9.6 ડિગ્રી, ભુજ 9.8 ડિગ્રી, અમદાવાદ 10.1 ડિગ્રી નોંધાઈ છે. 

કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તેના બાદ પણ જાન્યુઆરી મહિનામાં બીજીવાર માવઠુ પડવાનું છે. આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 16 થી 19 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવશે. આ દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે. એટલુ જ નહિ, જાન્યુઆરી મહિનાના અંતમાં 25 થી 29 જાન્યુઆરી સુધી પણ હવામાનનો પલટો રહેશે. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં પણ વાતાવરણમાં પલટો આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news