જાણો કોણ છે ‘અંબાણી પરિવારના ગુરુ’, ગુરુપૂર્ણિમાએ કોકીલાબેને કરી પૂજા-અર્ચના
રાષ્ટ્રીય સંત અને ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં દર વર્ષે સાન્દિપની ખાતે બે દિવસીય ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમા ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરનાર મહાનુભાવોને ગુરુ ગૌરવ એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવે છે. ત્યારે અંબાણી પરિવારના ગુરુ રમેશભાઇ ઓઝાનું કોકીલાબેન દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.
Trending Photos
અજય શીલુ/પોરબંદર: રાષ્ટ્રીય સંત અને ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં દર વર્ષે સાન્દિપની ખાતે બે દિવસીય ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમા ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરનાર મહાનુભાવોને ગુરુ ગૌરવ એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવે છે. ત્યારે અંબાણી પરિવારના ગુરુ રમેશભાઇ ઓઝાનું કોકીલાબેન દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.
જ્યારે ગુરુપૂર્ણિમાને દિવસે ભાગવદગીતાના પાઠનુ ગાન કર્યા બાદ રમેશભાઈ ઓઝાનુ શિષ્યો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં દેશ-વિદેશથી લોકો પોતાના ગુરુના દર્શન અને આશિર્વાદ માટે પહોંચ્યા હતા.
ગુરુપૂર્ણિમાના પાવન દિવસે અંબાણી પરિવાર જેઓને ગુરુ માને છે તેવા ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું આજે ગુરુપૂર્ણિમાના દિવસે અંબાણી પરિવારના મોભી કોકીલાબેન અંબાણીએ પુજન-અર્ચન કર્યુ હતુ. તો ત્યારબાદ કોકીલાબેને ભગવાન શ્રી હરિના હરિમંદિરમાં જઈને પૂજા અર્ચના કરીને ભગવાનના આશિર્વાદ પણ મેળવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે