રિવરફ્રન્ટમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મુકતી સરકાર તાજિયા વિસર્જન કેવી રીતે કરવા દે છે: VHP
વિશ્વ હિંદુ પરિષદના મંત્રી અશોક રાવલના પત્ર બાદ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષી દ્વારા ભાજપ પર ધર્મને રાજકારણ સાથે જોડવાનો આરોપ લગાવાતાં વિવાદ વકર્યો
Trending Photos
અમદાવાદ: શુક્રવારે મોહર્રમ પર્વ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટમાં તાજીયા ઠંડા કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરને સંબોધીને ઘટનાનો સખત શબ્દોમાં વિરોધ કર્યા બાદ રિવરફ્રન્ટમાં તાજીયા ઠંડા કરવાની મંજુરી આપનારા અધિકારીઓ સામે પગલાં લેવાની માગણી કરતો પત્ર લખતાં ખળભળાટ મચી ગયો છે.
વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના મંત્રી એવા અશોક રાવલે તેમના પત્રમાં લખ્યું છે કે, છેલ્લા કેટલાય સમયથી પ્રદુષણ અને સ્વચ્છતાના નામે હિન્દુ તહેવારો ગણેશ મહોત્સવમાં માટીની મૂર્તિ બનાવી ઘરે વિસર્જન કરવું, નદીમાં પ્રદુષણ ન થાય તે માટે જાહેરનામા અને સમાચારોનો તંત્ર દ્વારા મારો ચલાવાય છે.
નદીની ઉપર અમુક જગ્યાએ ખાડા ખોદી પાણીના હોજ બનાવી તેમાં મૂર્તિ પધરાવવાની વ્યવસ્થા કરાયેલી છે. આ નિર્ણય આવકાર્ય છે. પરંતુ તાજીયા નદીમાં પધરાવવામાં (ટાઢા) કરવામાં આવ્યા હતા. તો એના કારણે નદીમાં પ્રદુષણ વધતું નથી. શા માટે આવા ભેદભાવ ભરી કરીને હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાવી શાંતિ જોખમાવી રહ્યા છો. તાજીયા કોની મંજૂરીથી નદીમાં લઇ જવામાં આવ્યા તે બાબતે લાગતા વળગતા અધિકારીઓ સામે પગલાં ભરવા જોઇએ. જો પગલાં નહી ભરાય તો ના છુટકે વિશ્વ હિન્દુ પરિષદને આંદોલન કરવાની ફરજ પડશે.
વિશ્વ હિદુ પરિષદનાં આગેવાને ગણપતી વિસર્જન અને તાજીયા ઠંડા કરવા અંગે કરેલા નિવદેન બાદ રાજકારણ ગરમાઈ ગયું છે. સાબરમતી નદીમાં વધતા જતા પ્રદુષણ અંગ કોર્પોરેશન કે પોલીસ તરફથી કોઈ યોગ્ય વ્યવસ્થા ન થતી હોવાની વાતને કોંગેસ સમર્થન આપવાની સાથે કોંગેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપને આડે હાથે લેતા ઘર્મને ભાજપે રાજકારણ સાથે જોડી દેવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, ભાજપ દરેક બાબતને રાજકારણ સાથે જોડીને લોકોની લાગણીઓ સાથે ખેલે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ભાજપે દરેક ધર્મનાં લોકોની લાગણીને માન આપવું જોઈએ. એટલું જ નહી પણ સાબરમતીમાં ટ્રીટમેન્ટ કર્યા વગર જે હજારો લીટર પાણી છોડવામાં આવે છે તેનાથી વધુ પ્રદુષણ કયું કહેવાય તેવો પણ સવાલ ઉઠાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે