બાળ મજૂરી નાબુદ કરવા જામનગરમાં હાથ ધરાયું લોક જાગૃતિ અભિયાન
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળ મજૂરી નાબુદી માટે જાગૃતિ લાવવા વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. વાલીઓને બાળ મજૂરીની આર્થિક, સામાજિક અને માનસિક અસરો વિશે માહિતીગાર કરી શિક્ષણના મહત્વ વિશે જામનગર જિલ્લામાં અભિયાન શરૂ કરીને દરેકને સમજાવવામાં આવી રહ્યાં છે.
Trending Photos
મુસ્તાક દલ, જામનગરઃ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળ મજૂરી નાબુદી માટે જાગૃતિ લાવવા વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. વાલીઓને બાળ મજૂરીની આર્થિક, સામાજિક અને માનસિક અસરો વિશે માહિતીગાર કરી શિક્ષણના મહત્વ વિશે જામનગર જિલ્લામાં અભિયાન શરૂ કરીને દરેકને સમજાવવામાં આવી રહ્યાં છે.
લોકોમાં બાળ મજૂરી નાબુદી તેમજ બાળકના આરોગ્ય અને બાળ માનસ પર માઠી અસરો થાય છે. બાળ માનસ પર થતી અસરો વિશે સમાજમાં જાગૃતિ લાવવા મહિલા અને બાળ અધિકારી સી.ડી.ભાંભીએ માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના વિવિધ માળખાઓ જેવા કે સખી-વન સ્ટોપ સેન્ટર, મહિલા શકિત કેન્દ્ર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જેવી બિન સરકારી સંસ્થાઓ તથા આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનોની મદદથી જામનગરના વિવિધ પછાત વિસ્તારોમાં લોકજાગૃતિ લાવવા પ્રયાસો હાથ ધરાયા. એટલું જ નહીં બાળકોને મજૂરીએ ન મોકલવા અને ૧૪ વર્ષ સુધીના તમામ બાળકોને શાળામાં પ્રવેશ કરાવી શિક્ષણ અપાવવા માટે તેમજ બાળ મજૂરીની આર્થિક, સામાજિક અને માનસિક અસરો વિશે વાલીઓને સમજાવવામાં આવ્યું છે.
૧૪ વર્ષથી ઓછી ઉમર ધરાવતા કોઇ પણ બાળક પાસેથી કોઇ પણ કામ કરાવવું એ કાનૂની અપરાધ છે તેનાં વિશે સમજાવી બાળકોના મૂળભૂત અધિકારો, શિક્ષણનું મહત્વ, આરોગ્ય વગેરે વિશે માહિતી પૂરી પાડેલ તથા કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કરી તેમને માસિક સમય દરમિયાનની સ્વચ્છતા વિશે સમજાવેલ."બેટી બચાઓ બેટી પઢાઓ" ના લોગો સાથેના માસ્ક વિતરણ કરી 'વ્હાલી દીકરી યોજના', ૧૮૧ મહિલા હેલ્પ લાઇન તેમજ મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓના પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ તકે પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધારાબેન પુરોહિત, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્રસંચાલક હેતલબેન અમેથિયા અને કેસ વર્કર ઉષાબેન રાઠોડ, વિશ્રાંતિ પુનાની અને દક્ષાબેન આંબલીયા મહિલા શક્તિ કેન્દ્રના કર્મચારી રૂકસાદબેન ગજણ,અને ધરાબેન જોષી, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કર્મચારી રેખાબેન અને હેતલબેન તથા વિસ્તારના લોકો હાજર રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે